________________
૧૯૮
શારદા રત્ન મહામૂલું અલભ્ય રત્ન પ્રમાદના કારણે ખેવાઈ જાય છે, છતાં તેને જીવને જરા પણ શોક થતું નથી. તેમજ તે રત્નને મેળવવા પ્રયત્ન પણ નથી કરતું. પરિણામે તે જીવ ૮૪ લાખ છવાયોનિમાં ભમ્યા કરે છે.
મહાપુરૂષોએ માનવજીવનને એક જંકશનની ઉપમા આપી છે. તે કેવી રીતે, સમજે. તમે રેલ્વે ગાડીમાં મુસાફરી કરો ત્યારે રસ્તામાં અનેક સ્ટેશન અને જંકશન આવે છે. તમે જંકશન કેને કહ? ટ્રેઈનમાં ચઢવા-ઉતરવાનું અને ટિકિટ લેવા માટે બનાવેલું સ્થાન સ્ટેશન કહેવાય છે, અને જે વિશિષ્ટ સ્થાન પરથી અલગ અલગ દિશાઓમાં ટ્રેઈને જાય છે તેને જંકશન કહેવાય છે. તે રીતે જીવને માટે જે રાશી લાખ યૂનિઓ છે તે તેના જન્મ મરણના સ્ટેશન છે. ત્યાંથી જીવ ચાર ગતિમાં આવજા કર્યા કરે છે. આ પૃથ્વી પર બનાવેલા સ્ટેશન પર મનુષ્ય એક ટ્રેઈનમાંથી ઉતરે છે ને બીજી ટ્રેઈનમાં ચઢે છે. આ રીતે ભિન્ન ભિન્ન યોનિરૂપ સ્ટેશન પર તે મરે છે અને પછી જન્મ લે છે. આ ૮૪ લાખ યોનિમાં માનવનિ જંકશન સમાન છે. રેલ્વે જંકશન પર પહોંચીને કઈ પણ બીજી દિશા તરફ જવાવાળી ટ્રેઈનની ટિકિટ લઈને તેમાં બેસી શકાય છે, અર્થાત્ કોઈ પણ દિશામાં જઈ શકાય છે, એ રીતે આ માનવભવ પણ એક જંકશન છે. આ જંકશનથી આપને જે ગતિની ટિકિટ લેવી હોય તે ગતિની ટિકિટ લઈને ત્યાં જઈ શકાય છે. છે કેઈ પણ સ્થળે જવું હોય તે જંકશન પરથી આપ ટિકિટ લો છો, પછી જે સ્થાને જવું હોય તે ટ્રેઈનમાં બેસી શકો છો. આ રીતે ઉત્તમ માનવ જન્મ રૂપી જંકશન પરથી આપ ઇચ્છો તે સ્થાને જઈ શકો છો પણ જરૂર છે ટિકિટ લેવાની. આ જંકશન પરથી જીવને નરક, તિર્યંચ, મનુષ્ય, દેવ અને પાંચમી મોક્ષગતિની ટિકિટ મળી શકે છે. કેઈ પણ માણસ નરક અને તિર્યંચ ગતિમાં જવાનું ઈ છે નહિ. બાકી ત્રણ ગતિઓ રહી. મનુષ્ય, દેવ અને મોક્ષગતિ. આ ત્રણમાં શ્રેષ્ઠતમ છે મોક્ષગતિ. એ ગતિમાં જવાની સૌ કેઈ ઇરછા રાખે છે, પણ માત્ર ઈચ્છા રાખવાથી ત્યાં જઈ શકાશે નહિ. તે ગતિમાં જવા માટે ટિકિટ લેવી પડશે. તે ટિકિટ ન આપવાથી નહીં મળે. તે ગતિ મેળવવા માટે મહાન શ્રમ, પુરૂષાર્થ અને ત્યાગ કરવો પડશે. મોક્ષગતિની ટિકિટ પ્રાપ્ત કરવાની યોગ્યતા કેનામાં હોય છે? જે આત્માએ સેળ કષાય અને નવ નેકષાય રૂપ મોહ વિકારને પૂર્ણ રૂપથી જીતી લીધા છે અને મોહને જડમૂળથી નાશ કરી દીધો છે, તે આત્મા મોક્ષ પદને પ્રાપ્ત કરવાને યોગ્ય છે. મેક્ષ ગતિની ટિકિટ મેળવવી એ સહેલી વાત નથી.
જંકશન સમાન મનુષ્ય-પર્યાય આપણને પ્રાપ્ત થઈ ગઈ છે. ગાડી આ જંકશન છોડીને રવાના થવાની છે. જે અત્યારે નહિ જાગે તે ટિકિટ લેવા પ્રયત્ન કયારે કરશે? એક એક પળ જતાં ઉંમર ઓછી થાય છે, અને મૃત્યુ નજીક આવે છે. છતાં જીવ પિતાને માર્ગ ભૂલીને મેહની નિદ્રામાં હજુ સુધી સૂતે છે. મહાપુરૂષે વારંવાર ટકોર કરે છે, છતાં હજુ જીવ જાગતું નથી. મહાપુરૂષોના ઉપદેશને સાંભળીને તેને અમલ