________________
શારદા રત્ન
આપ સાંભળી ગયા ને કે કામી આત્મા ફૂલ જેવા બાળકને મારતા પાછા ન વળ્યા. એના દિલમાં ઢયા ન આવી. કામી અધમ પાપી છે. કોઈ પણ માણસ એક ભૂજાબળથી યુદ્ધમાં દશ હજાર સૈનિકોને જીતતે હેય પણ જેણે કામવાસના પર વિજય મેળવ્યો નથી તે જીતેલે નથી પણ જીતાયેલો છે. મણિરથ રાજા ભાઈને મારવાને લાગ શોધે છે. ભાઈને મારવાના સ્વાર્થના અંધાપામાં લોહીના સંબંધ ભૂલાઈ ગયા. આવા સંસારમાં કયાં વિશ્વાસ રાખીને બેસી રહેવાય! મણિરથ દેખાવ એવો કરે છે કે આટલી રાત્રે મારો ભાઈ બહાર રહ્યો છે એમાં જોખમ છે તેથી તેને બેલાવી લાવું. રાજા એકલા નીકળ્યા છે. રાજા કયારે પણ એકલા નીકળે નહિ. તેમની સાથે માણસો હોય પણ પાપ કરવું છે તેથી એકલા નીકળ્યા છે. પાપી માણસેને અંધારી રાત અજવાળી બની જાય. રાત્રે યુગબાહુ અને મયણરેહા જ્યાં કેવીવનમાં સૂતા છે ત્યાં મણિરથ આવે છે. દરવાજે યુવરાજના ચોકીયાતે ચિકી કરે છે. તે મણિરથને આવતા રોકે છે, ત્યારે મણિરથ કહે છે હું તમારે અને યુગબાહુનો સ્વામી છું. મને શા માટે રોકે છે? ચોકીયાતે કહેઅમારા મહારાજા આવી અંધારી રાત્રે એકલા કયારેય ન આવે ? તેમની સાથે તે સામંત તથા નેકરે ઘણું હોય. અમે તમને અંદર આવવા દઈ શકીએ નહિ. ચકીયાત સમજી ગયા કે રાજા અહીં એકલા રાત્રે આવ્યા છે માટે એમના આવવામાં જરૂર કપટું છે. માટે આપણે સાવધાન બનવાની જરૂર છે. હવે મણિરથ અંદર કેવી રીતે આવશે ને હયાં કેવી વિષમ ઘટના બનશે તેના ભાવ અવસરે.
* ચરિવર શેઠાણ બાળક માટે ભડકું બનાવી રહ્યા છે. બાળકોને ખાવા માટે તલસી રહ્યા છે ત્યાં શું બન્યું.
ઈતને મેં હી ઉદયચંદ કે મુનિમ પહુંચે આય,
કૌન કહાં સે આયે હે તુમ, ઓર કયા બન રહે.... તે ગામમાં રહેતા ઉદયચંદ શેઠને મુનિમ ત્યાં આવ્યો અને પૂછે છે, આપ કોણ છો? ક્યાંથી આવ્યા છે? શું કરો છો? શેઠ-શેઠાણી પિતાના દુઃખની કહાણી કહે છે. પહેલા અઢળક સુખ હતું અને અત્યારે કર્મના ઉદયે કેવી દશામાં છે તે બધી વાત કરે છે, ત્યારે મુનિમજી કહે ભાઈ ! આ નગરીમાં ઉદયચંદ નામના શેઠ રહે છે. તેમને એક જ દીકરી છે. તે દીકરીના લગ્ન લીધા છે, તેથી શેઠ આખું ગામ જમાડે છે. અમારા શેડનું ફરમાન છે કે આજે ગામને કે બહારગામને કઈ માણસ ભૂખ્યો ન રહે જોઈએ. આપ ધર્મશાળામાં બધે તપાસ કરો તેથી હું શોધતા શોધતો અહીં આવ્યા છું. આપ ત્યાં પધારો અને આપની ભૂખ શાંત કરો. શેઠ-શેઠાણી ના પાડે છે. અમારે જમવા આવવું નથી. બે બાળકોને લઈ જાવ. મુનિમજી ખૂબ આગ્રહ કરીને બધાને લઈ જાય છે, પણ શેઠ-શેઠાણીના પગ પાછા પડે છે. કયારેક કંઈક થવાનું હોય તે ભાવિના ભણકારા વાગે ખરા,