________________
શારદા રત્ન
“ વિનય ધંનું મૂળ, ક્રમથી મેાક્ષને ફળે, કીતિજ્ઞાન પ્રશંસા ને કલ્યાણ પ્રાપ્તિ તે થકી ’
૨૧
ગુરૂજન આવતા ઉભા થઈ જવું, વંદા કરવી, તેમની આજ્ઞાનું પાલન કરવું તથા તેમની ઇચ્છાને અનુકૂળ આચરણ કરવું, એનું નામ વિનય. ધર્મનું મૂળ વિનય છે. વિનયતુ સર્વોત્કૃષ્ટ ફળ મેાક્ષ છે. વિનયથી સંતે તથા સતીજીને કીર્તિ તથા સમસ્ત દ્વાદશાંગની સમ્યક્ પ્રાપ્તિ થાય છે. વિનયની વૃક્ષની સાથે સરખામણી કરવામાં આવી છે. જેમ વૃક્ષનું મૂળ હોય છે, તેમ ધર્મારૂપી વૃક્ષનુ` મૂળ વિનય છે. વૃક્ષના મૂળથી સ્કન્ધ થાય છે તેમ પ્રશસ્ત ભાવથી મહાવ્રત આવે છે, મહાવ્રતથી પ્રશાખાઓની જેમ સમિતિ-ગુપ્તિ છે. સમિતિ-ગુપ્તિથી પાંદડાની સમાન કીર્તિના કારણરૂપ ઈન્દ્રિય-નિગ્રહ થાય છે, તેનાથી પુષ્પાના સમાન પાંચ પ્રકારના સ્વાધ્યાય તથા સ્વાધ્યાયથી ઉત્પન્ન થતાં ક્ષમા, ધ્યાન અને તપની પ્રાપ્તિ થાય છે. તેનાથી વૃક્ષના ફળ સમાન સકર્મીના ક્ષયરૂપ મેાક્ષની પ્રાપ્તિ થાય છે. મેાક્ષ પ્રાપ્ત થવાથી ફળના રસ સમાન અનંત અવ્યાબાધ સુખની પ્રાપ્તિ થાય છે.
જેવી રીતે હાથી અથવા ઘેાડા વિનીત અર્થાત્ આજ્ઞા પ્રમાણે ચાલવાવાળા હેાવાથી મહાન યશ પામે છે. તે અનેક પ્રકારના આભૂષણાથી ઇચ્છિત અનુકૂળ ખારાક ખાઈને સુખી જોવામાં આવે છે તેવી રીતે ગુરૂ મહારાજની આજ્ઞાને અનુકૂળ રહીને ચાલવાવાળા સુવિનીત સાધુ ચવિધ સંધમાં કીર્તિ પ્રાપ્ત કરે છે, તથા જ્ઞાનાદિ રત્નરૂપ સમૃદ્ધિથી સમૃદ્ધ બનીને મેાક્ષના સુખના અનુભવ કરે છે. વિનીત શિષ્ય ગુરૂને પુત્ર જેવા વહાલા લાગે છે, અને અવિનીત સડેલી કૂતરીની જેમ તિરસ્કારને પાત્ર બને છે. આ રીતે પ્રથમ અધ્યયનમાં વિનીત અને અવિનીતનું સુંદર વર્ણન કર્યું છે. હવે બીજા અધ્યયનમાં ભગવાને કયા ભાવ સમજાવ્યા છે તેના ભાવ અવસરે.
વ્યાખ્યાન ન. ૩
અષાડ વદ બીજ ને શનિવાર
તા. ૧૮-૭-૮૧
સુજ્ઞ બંધુઓ, સુશીલ માતા ને બહેના ! અનંત જ્ઞાની ભગવતા ભવ્ય જીવાને ઉપદેશ આપતા ફરમાવે છે કે,
સમ્યક્ દન શુદ્ધ્યા જ્ઞાન' વિરતિ સેવાપ્નાતિ । દુ:ખ નિમિત્તમપિદં તેન સુલબ્ધ. ભવતિ જન્મ 1
દુઃખના નિમિત્તભૂત એવા જન્મને સફળ કરવા હાય તે તમે સમ્યગ્ દર્શન દ્વારા શુદ્ધ બનેલ એવા જ્ઞાન અને વિરતીની સાધના કરો. સમ્યગ્ દર્શનની કેટલી મહત્તા છે ! સમ્યગ્દર્શન વિનાનું સાડા નવ પૂર્વાંનું જ્ઞાન પણ આત્મ શુદ્ધિ કરાવી શકતું નથી, અને સમ્યગ્દર્શન વિનાના ઉગ્ર સંયમ પણ સિદ્ધિના સાધક બનતા નથી. સર્વ સદ્ગુણાનું મૂળ સમ્યગ્ દર્શન છે. જેમ કાઈ મેલા કપડાને ગટરના ગંધાતા પાણીથી ધાવે તે તે શું સ્વચ્છ અને શુદ્ધ અને ખરા ? ના, તે રીતે સમ્યગ્દન વિના ગમે તેટલુ જ્ઞાન