________________
૧૮૮
શારદા રેને અનેક આપત્તિઓથી ભરેલું છે. આ જ વાત સાગરદત્તના જીવનમાં બની છે. સેનાના હિંડોળે હિંચનારા અને સોનાના પારણે ઝુલનારા આ શેઠ શેઠાણું તથા બાળકોને ખાવાના પણ સાંસા પડ્યા છે. ભડકું તૈયાર થઈ રહ્યું છે, છોકરાઓ ખાવા માટે રાહ જોઈને બેઠા છે. હવે ત્યાં કેણ આવશે, ને શું બનશે, તેના ભાવ અવસરે.
વ્યાખ્યાન નં.-૨૦ શ્રાવણ સુદ ૫ ને મંગળવાર
તા. ૪-૮-૮૧ વિશ્વવંદનીય ત્રિલેકીનાથે જગતના જીવોને સમજાવ્યું કે જીવને કર્મોનું બંધન કેવી રીતે થાય છે? સિદ્ધાંતમાં ત્રણ પ્રકારના યોગ બતાવ્યા છે. મગ, વચન, કાયયેગ. આ ત્રણ પ્રકારના વેગમાંથી કોઈ પણ યોગને કષાયની સાથે સંબંધ થાય ત્યારે કર્મબંધન થાય છે. એકલી કષાયથી કર્મબંધન નથી થતું કે એકલા વેગથી પણ કર્મબંધન નથી થતું. જેમણે કેવળજ્ઞાન અને કેવળદર્શન પ્રાપ્ત કર્યું છે તેમને મન-વચન-કાયા આ ત્રણે યોગ હોવા છતાં કર્મબંધ નથી થતા. તમને થશે કે શા માટે ? ત્રણ યોગ હોવા છતાં કર્મ કેમ બંધાતા નથી? આપને સમજાવું. તીર્થકર ભગવંતને ત્રણ ગ છે, પણ કષાય નથી. જે કષાય હાય તે મેહનીય કર્મ પણ જીત્યું ન કહેવાય, અને મેહનીય કેમ છતાયું નથી તે તેમને કેવળજ્ઞાન પણ થઈ શકે નહિ. આઠ કર્મોમાં શિરોમણી શાહનીય કર્મ જીતાઈ ગયું એટલે બાકીના ત્રણ જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય અને અંતરાયકર્મ પણ છતાઈ જવાના. એ ચાર કર્મો પર વિજય મેળવ્યા પછી કેવળજ્ઞાનની પ્રાપ્તિ થાય, અને આ કારણથી તેમને પાપ કર્મોનું બંધન થતું અટકી ગયું. ૧૩ માં ગુણસ્થાને જીવને ઈરિયાવહિયા ક્રિયા લાગે છે, પણ તે કર્મબંધ કેવો? પ્રથમ સમયે બાંધે, બીજે સમયે વેદે ને ત્રીજે સમયે ખપાવે, માટે આપણે કહીએ છીએ કે તીર્થકર અને વિદેહી પુરૂને કર્મબંધ નથી થતું.
મહાપુરૂષને માટે મોટે ભાગે વિદેહી શબ્દનો પ્રયોગ થતે જોવામાં આવે છે. જનકરાજાને કો જનકવિદેહી કહેતા હતા. મોટા મોટા યોગી પણ તેમની પાસે જ્ઞાન ભણવા જતા હતા. હિન્દુ ધર્મના ગ્રંથમાં વાત આવે છે કે શુકદેવ જે મહાજ્ઞાની હતા અને બાળપણથી વનમાં ગયા હતા, તે પણ જનક મહારાજાની પાસે બ્રહ્મજ્ઞાનની પ્રાપ્તિ માટે આવ્યા હતા. શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર અધ્યયન ઓગણીસમું જેમાં મૃગાપુત્રની વાત આવે છે તેમના માટે “સુવાચા રમી?” શબ્દનો પ્રયોગ કર્યો છે. સુવાચા એટલે યુવરાજ અને વીસરે ને અર્થ છે ઈન્દ્રિયો તથા મનનું દમન કરવાવાળા. અહીંયા આ બંને શબ્દ વિરોધી દેખાય છે. ભવિષ્યમાં જે રાજા બનવાવાળા છે તે યુવરાજને મીશ્વર કહ્યું. યુવરાજની સ્પદવીની સાથે ઈન્દ્રિયદમન કેવી રીતે થઈ શકે ? શું યુવરાજ અથવા રાજા પિતાની ઈન્દ્રિયોને વશમાં રાખી શકે? શું એક જ વ્યક્તિ રાજા અને યોગી બંનેનું યોગ્ય કર્તવ્ય કરી શકે છે? જો વિચાર કરશું તે સમજાશે કે બંનેના માર્ગ જુદા છે.