________________
૧૮૭
શારદા રિમ હોય તે આપ આપની કથની મને જણાવો. ધનચંદ્ર શ્રેષ્ઠિનો અતિ આગ્રહ, દયાદ્ર હૈયું અને મીઠી ગંભીર વાણીના કારણે સાગરદત્તના દિલમાં નેહના અંકુરો ફૂટ્યા. તેના દિલમાં શાતાની લહરીઓ લહેરાવા લાગી. શેઠની મીઠી વાણીથી જાણે તેમનું અડધું દુઃખ દૂર થયું, પછી સાગરદત્તે પોતાની કથની સંભળાવી.
શેઠની કરૂણુ કહાની સાંભળીને ધનચંદ્ર શેઠના દિલમાં થયું કે ક્યાં પૂર્વકાલીન શેઠની જાહોજલાલી અને કયાં આજની આ કંગાલ દશા ! તે આનંદ અને શોક વચ્ચે ઝોલા ખાવા લાગ્યા અને કહ્યું શેઠ ! મારાથી બનતું હું બધું કરીશ. આપ મુંઝાશે નહિ. આપ મારે ત્યાં આવો. સાગરદત્ત કહે, અમે બધા ધર્મશાળામાં રહીશું. અમારે ગામમાં હમણાં આવવું નથી. ધનચંદ્ર શેઠની સહૃદયતા, તેમની લાગણી સાગરદત્તના દુઃખમાં સહાયક બની ગઈ. સુખની છાયાના આછા આછા રંગ જીવનની સંધ્યામાં ઝળકતા દેખાવા લાગ્યા. સાગરદત્તે કહ્યું, આપને સંગ મને પંથમાં શંબલ સમાન છે, ત્યારે ધનચંદ્ર શેઠે કહ્યું, હે મહાનુભાવ! ભાગ્યને પલટે સાનુકૂળતા અર્પે છે, તમારા * પુણ્યબળે જ મને અહીં આકર્થે નહિ હોય ને! ભાવિની ભીતરમાં તેમ જ ભૂતના ઉંડા થરમાં જે કાંઈ પ્રતાપ છે તેમાં સમય દશા બળવાન છે.
ધનચંદ્ર શેઠ સાગરદત્તને પિતાને ત્યાં લઈ જવા માટે ખૂબ આગ્રહ કરી રહ્યા છે. આપ મારા ઘેર પધારો. આપને રહેવા મકાન આપીશ. આપ શાંતિપૂર્વક ત્યાં રહેજે ને ધર્મધ્યાન કરજે. મારી બધી સંપત્તિ આપની છે, એમ માનજે. સાગરદત્ત કહે, શેઠ! આપ મારા દુઃખમાં ભાગીદાર થવા આવ્યા છે. આપને આટલો ઉપકાર બસ છે. હું તમારે ત્યાં આવું પણ મને કાંઈક કામ મેંપજે. વીરા ! આપણું કઠાર સંપૂર્ણ ભરેલા છે. આપને કામ કરવાની કઈ જરૂર નથી. સાગરદત્ત કહે શેઠજી! કામ વિના જીવનમાં દુર્ગણે ભરાતા જાય છે. ઉત્તમ પ્રકારનું લેતું પણ જે પડતર રહે, તે તેને કાટ લાગતાં વાર લાગતી નથી. એટલે મારે બને ત્યાં સુધી કઈ પણ કામમાં જલદી જોડાઈ જવું, એવી મારી ઈચ્છા છે. આપ મારા પરમ ઉપકારી છે, મારે શું કરવું, તેનું માર્ગદર્શન આપજે. મારી પાસે થોડું પણ ધન નથી કે હું વ્યાપાર કરી શકું. તો બીજે કંઈ પણ ઉપાય બતાવજે કે જેથી હું મારા કુટુંબનું પિષણ કરી શકું. પરિશ્રમમાં જીવનના ફળની પરિપકવતા છૂપાયેલી છે. સાગરદત્ત અને ધનચંદ્ર શેઠ અંતરની વ્યથાને દૂર કરનારી અને જીવન ઉત્થાનને બતાવનારી કેટલીક વાતો કરી બને છૂટાં પડયાં.
આ બાજુ ચૂલા પર ભડકું બનાવવા મૂકયું છે. બાળકે કહે, બા! ખાવાનું આપ ને. જે બેટા ! ભડકું બનાવવા મૂકહ્યું છે. હમણું થઈ જશે. તમે રડશો નહિ. દરરોજ મેવામિષ્ટાન્ન જમનાર બાળકે આજ ભડકું ખાવા માટે તલસી રહ્યા છે. પુણ્ય પાપની લીલા અજબ છે. સંસારના પટ ઉપર વહેતા સર્વ ભાવો નશ્વર છે. આજને સત્તાધારી કાલે રસ્તાને ભિખારી બને છે. સોનાની ટેકરી પર રમનારો કયારેક રંક પણ બની જાય છે. ખરેખર કર્મ બળવાન છે. સુખ પછી દુઃખ, દુઃખ પછી સુખ, એ સંસારના તડકાછાયા છે. સંસારી જીવન