________________
શારદી રત્ન
૧૮૫ જીવનમંત્ર તેમના હૃદયમાં કોતરાઈ ગયો. જીવ હત્યાનું પાપ જન્મ જન્માંતર સુધી અશુભ ફળ આપે છે. અઢાર પ્રકારના પાપમાં સર્વ પ્રથમ હિંસા ઘેર ભયંકર પાપ છે. જેનદર્શનમાં નરક ગતિમાં જવાના ચાર કારણે બતાવ્યા છે. તેમાં હિંસા મુખ્ય બતાવી છે. હિંસા દુર્ગતિનું દ્વાર છે અને અહિંસા સદ્ગતિનું દ્વાર છે. અહિંસાની શક્તિ અમાપ છે. તે વીર પુરૂષની શભા અને તેમનું સર્વસ્વ છે.
જેની વૃત્તિમાં મલિનતા ભરી છે એવો મણિરથ મયણરેહાને મેળવવા માટે માયાજાળ રચી રહ્યા છે કે હું કેવી રીતે મયણરેહાને મળવું. તે તેના વિચારો ઘડી રહ્યો છે. બીજી બાજુ યુગબાહુએ રથ જોડાવ્યો અને પોતાના દાસ દાસીઓને સાથે લઈ મયણરેહા સહિત વનમાં આવ્યો અને ત્યાં પડાવ નાંખ્યો. વસંતોત્સવ ઉજવવા માટે રાજા તથા નગરજનો વગેરે જે લોકો આવ્યા હતા તે બધા ઉત્સવ ઉજવી પોતપોતાને ઘેર ગયા. યુગબાહ કહે છે આજનો દિવસ આપણે બગીચામાં આનંદ કિલેલ કરીએ. આ બગીચે કે સુંદર અને રમણીય છે ! તું ગર્ભવતી છે; એટલે બહારની ખુલ્લી હવા ગર્ભને મળે તે ગર્ભના બાળક માટે પણ લાભપ્રદ બને, માટે આજે અહીંયા રહીએ. તેઓએ તંબુ તાણુને રહેવાનું નક્કી કર્યું. ચોકીદાર તંબુને ફરતા ખડા પગે ચાકી કરે છે. યુગબાહુ અને મયણરેહાએ સાંજે ધર્મચર્ચા કરી. મયણરેહા કાંઈ સાધારણ સ્ત્રી ન હતી. તેમજ તે વિષ, હું કષાયના રંગથી રંગાયેલ પણ ન હતી, પણ ધર્મના રંગે રંગાયેલ હતી. અને
મયણરેહા અને યુગબાહુ વનમાં ધર્મચર્ચા કરી રહ્યા છે. બીજી બાજુ મણિરથ પિતાના મહેલમાં જુદું વિચારી રહ્યો છે. તે એમ વિચાર કરી રહ્યું છે કે યુગબાહુ વનમાં જઈને વસ્યા છે. એમાં મારું ભાગ્ય છે. હું વસંતોત્સવ ઉજવવા વનમાં ગયો હતો પણ મયણરેહા વિના મારું ચિત્ત કયાંય ચુંટયું નહિ. મયણરેહા વિના મને બધું સુનું લાગ્યું. આજે મયણરેતા યુગબાહુની સાથે વનમાં છે. હું ત્યાં જાઉં, એકલો યુગબાહુ મને શું કરી શકવાને છે? હું સમજુ છું કે આજે મયણરેહાની પ્રાપ્તિ મારા ભાગ્યમાં લખી છે. કામવિકાર શું અર્થ નથી કરાવત? બીજાને જીત સરળ છે પણ કામ વિકારને જીત બહુ મુશ્કેલ છે. મણિરથ પોતાના મનમાં કહેવા લાગ્યો કે આજને દિવસ મારા માટે સોનેરી દિવસ છે. જે હું આજે સાવધાન નહિ બનું તે હાથમાં આવેલી બાજીને ગૂમાવી દઈશ. કામી માણસને રાત્રે ઉંઘ આવતી નથી. મણિરથ રાજા પથારીમાંથી ઉભે થયો. નેકર પાસે ઘોડો મંગાવ્યો. નેકર કહે, રાતના આપ કયાં પધારશે? મણિરથ કહે, રાજ્યચર્ચાને તું શું જાણે? રાજ્યના કામ માટે રાત્રે પણ બહાર જવું પડે. નેકર તે ત્યાંથી ચાલ્યો ગયો, પછી મણિરથ રાજાએ પોતાની તલવારની ધારને વિષનો પારો ચઢાવ્યો કે જેથી તલવારને સ્પર્શ થતાં તેને વિષ ચઢે ને તે તરત ખત્મ થઈ જાય.
અહાહા. એક વખત ભાઈ ભાઈના પ્રેમ કેટલા હતા ? અત્યારે એ જ ભાઈ તેને શત્રુ લાગે છે, તેથી તેને મારી નાખવા તૈયાર થયા છે. આ બનવાનું કારણ મણિરથને ; કામનું વિષ ચઢયું છે. મયણરેહાના રૂપમાં પાગલ બન્યા છે, તેથી તેને મેળવવા માટે