________________
શારદા રત્ન
૧૬૯
તા. ફૅન્ટલ
વ્યાખ્યાંન ન.-૧૮
“ રાગના બંધન તેાડો, મુક્તિને મેળવા ’
સુજ્ઞ બધુએ, સુશીલ માતાએ તે બહેનેા ! રાગદ્વેષના વિજેતા અનંતજ્ઞાની મહાપુરૂષા ફરમાવે છે કે આ જીવ યુગયુગથી ચારાશીના ચક્કરમાં ફરતા સુખની કલ્પના કરીને સુખની ભ્રાન્તિના કારણે ભટકયા કરે છે. છતાં તેમાં તેને સાચું સુખ મળતુ' નથી, પણ પરિણામે દુઃખ અને બંધનરૂપ થનારા ઇન્દ્રિયાના સુખને તે સાચું સુખ માની લે છે. અને પછી વારવાર પસ્તાય છે. આ જીભને અવનવા સ્વાદો ગમે, આંખને સારા મનેાહર રૂપ ગમે, કાનને મીઠા મધુરા સ્વર સાંભળવા ગમે, નાકને મીઠી સુગંધ ગમે અને ચામડીને મુલાયમ સ્પર્ધા ગમે. આ રીતે પાંચ ઇન્દ્રિયાના વિષયેા પાછળ આખી દુનિયા ગાંડી છે.
શ્રાવણ સુદ ૩ ને રવીવાર
સુખની ઘેલછા અને ભ્રમણામાં લેાકેા રાગ, ચિંતા અને શાકને સામેથી નાતરે છે, તેમને ખબર નથી કે આ બધું ખાંડ ચાપડેલ ઝેર છે. તે સુખ મેળવતા આત્માનું અનત સુખ ઢંકાઈ જાય છે, માટે ઇચ્છાઓ, કામનાઓ, આવશ્યકતા વધારવાથી સુખ મળે છે, એ ભ્રાન્તિ ભાંગ્યે જ છૂટકા છે. આ જગતમાં નિત્ય શું અને અનિત્ય શું? સાર શું અસાર શુ? સત્ય શું ને અસત્ય શું ? એના વિવેક જાગે તા ઇન્દ્રિયાની લેાલુપતા અને મનની માહ જાળ તરત તૂટી જાય અને જે પરમ દુઃખરૂપ છે તેને સુખરૂપ માની લેવાનુ' અજ્ઞાન આપેાઆપ ટળી જાય. આ વિવેક દૃષ્ટિ તે આત્મજ્ઞાનની ચાવી છે. તેનાથી અજ્ઞાનના ગમે તેવા અંધકાર પણ હટી જાય છે. આ વિવેકદૃષ્ટિ સમજવાની, ગ્રહણુ કરવાની, ધારણ કરવાની, હૃદયગત કરવાની તીવ્ર તમન્ના જોઇએ. તીવ્રતા વગર કેાઈ પણુ વસ્તુની પ્રાપ્તિ નથી. પરની પી’જણમાં આત્માએ પેાતાનું જ્ઞાન ગુમાવી દીધુ' છે. ચારાશીની ઘટમાળમાં પડી ભવ વધાર્યા છે. પરમાં સુખ બુદ્ધિ એ મેટામાં માટુ' મિથ્યાત્વ છે. પરમાં સુખ એટલે દુઃખનું મૂળ અને આત્મામાં સુખ એટલે સાચુ' સુખ. એક ફ્લેકમાં કહ્યું છે કે—
आशायां परमं दुःख, नैराश्यं परमं सुखम् । सर्व परवशं दुःखं, सर्व आत्मवशं सुखम् ॥
પરની આશા એટલે પરમ દુઃખ, આશા તૃષ્ણાના નાશ એટલે સાચા સુખના ઉડ્ડય. મનુષ્યના સુખના આધાર જ્યાં સુધી પર વ્યક્તિ, પર વસ્તુ હોય ત્યાં સુધી એ પરવશ રહેવાના અને પરવશને કદી સ્વ આત્માને આનંદ પ્રાપ્ત ન થાય. જેટલું આત્મવશ સ્વાધીન એટલું સુખ. જે મનુષ્ય પાતાના આત્મામાં સ્થિત થાય છે, એ જ ખરી રીતે સ્વસ્થ એટલે કે સ`પૂર્ણ તંદુરસ્ત છે. સ્વ તરફ દૃષ્ટિ કરતાં સ્વયં ભૂ આનંદ પ્રગટે છે. એ આનંદ ખીજી કેાઈ ચીજ પર આધાર રાખતા નથી, એટલે એ અનંત અને અવિનાશી છે. આત્મા અનંત સુખના સાગર છે, છતાં આપણને તે સુખ કેમ દેખાતું નથી ?