________________
૧૮૧
શારદા રત્ન
તીર્થકર મહારાજાઓ આપણને શું સમજાવે છે? હે જીવ! તમે તમને સમજે. આ જીવ અનાદિકાળથી બધું સમજતે આવ્યા છે. આખા જગતના પઢાર્થોને સમજે છે. વેપાર ધંધા કેમ કરાય તે સમજ્યો છે. ડોકટર કે એજીનીયર બનવું હોય તે કેવી લાઈન લેવાય, કેવો અભ્યાસ કરવો પડે એ બધું સમજ્યો છે. બાહ્ય પઢાર્થોને સમજવામાં તે ખામી રાખી નથી, પણ પિતાને (આત્મા) માટે વિચાર કરવાનો પ્રસંગ આવ્યા નથી. આ જીવને શરીર, ધન, માલમિલ્કત, કુટુંબ કબીલાને વિચાર કરવા મળ્યો છે, પણ પિતાને વિચાર કરવો સૂઝયો નથી. બીજાના વિચાર માટે તેને શીખવવાની કોઈ જરૂર નથી. શરીર, ઈન્દ્રિયાદિને પોષવાના સાધનો તો જ આપોઆપ કરી લે છે. તેમાં ઉપદેશ કે શિખામણની જરૂર નથી. નાના બાળકને દુઃખ થાય તે રડે અને સુખ મળે તે રાજી થાય, એ કોણ શીખવાડે છે? કોઈ નહિ. એ બધું તે અનાદિકાળથી વગર ઉપદેશે આવડે છે.
પોતાને (આત્માને) જાણવાની બાજી ગુરૂ ભગવંતે શીખવાડે તો પણ આવડતી નથી, તેથી તીર્થકર ભગવંતે કહે છે કે પિતાના આત્માનું જ્ઞાન થવું એ મુકેલ છે. દુનિયાદારીના પદાર્થો જાણવામાં મુશ્કેલી નથી, પણ આત્માને જાણવો તે જ્ઞાન કોઈ ભાગ્યશાળી આત્મા મેળવી શકે છે. કોઈ ભાગ્યશાળીને એ વિચાર આવતો હશે કે હું કોણ છું ? કયાંથી આવ્યો છું? ક્યાં જવાનો છું? તમને કદાચ કોઈ પૂછે કે તમે કેસ તે ઝટ દઈને તમે તમારું નામ બોલી જશો. આ નામ તો પચાસ, સો વર્ષ જેટલું આયુષ્ય હશે ત્યાં સુધી રહેશે. આ નામ તે માત્ર ભાડૂતી લીધું છે. જેમ હવા પૂર્વથી નીકળી પશ્ચિમ તરફ જાય, ઉત્તરથી નીકળે અને દક્ષિણના છેડા સુધી જાય, એટલે જેમ હવા અપ્રતિબદ્ધપણે ચાલી જનાર છે, તેમ આ જીવ હવાની માફક કેઈ સ્થાનના સંબંધવાળો નથી. અહીં જીવને ઓળખાવવા માટે ઉત્પન્ન થવાનું સ્થાન કુટુંબકબીલા આદિ નિયત નથી પણ જે વખતે જે ભવમાં ઉત્પન્ન થયે તેટલા માત્રથી તે ભવનો ગણાય છે, માટે પ્રથમ આત્માને ઓળખવા માટે કહે છે, તું તને ઓળખ.
જેમ શેઠીયાને છોકરે લાખોની મિલ્કતનો માલિક હોવા છતાં તેની માલિકીની ખબર ન હોય તો તેની કંઈ પણ વ્યવસ્થા ન કરી શકે, તેમ આ જીવ પંચભૂતમય માટીના પાંજરામાં રખડ્યા કરે છે. પછી ચાહે એકેન્દ્રિયથી લઈને પંચેન્દ્રિયની જાતિમાં કે ચારે ગતિમાં રખડે, છતાં ત્યાં પોતે સમજે છે કે હું તેને માલિક છું. જેમ પોપટ પાંજરામાં હળીમળી જાય એટલે પાંજરાને પોતાનું ઘર માને છે. તે પાંજરામાંથી બહાર નીકળે અને બિલાડી કે કેઈને જરાય ભય લાગે કે તરત પાંજરામાં પેસી જાય. ખરેખર તો પાંજરું પોપટ માટે કેદ છે, છતાં તે તેની સાથે હળી ગયેલ હોવાથી પાંજરામાંથી બહાર નીકળવું તે તેને મૃત્યુ સમાન લાગે છે, તેમ આ જીવ શરીર રૂપી પાંજરા સાથે હળી જવાથી તેને બહાર નીકળવું ગમતું નથી. અરે ! બહાર નીકળવું એ તેને માત લાગે છે. આ જીવ રૂપી પોપટ શરીર રૂપી પાંજરામાં પૂરાયેલે છે, છતાં તેને કેદ ન માને અને ઉલ્ટો ઘર માને, અજ્ઞાન અવસ્થામાં જીવ આ બધું કરે, પણ હવે તેને કેદ રૂપ સમજાય