________________
શારદા રત્ન
वैडूर्यादि महो पलौ ध निचिते प्राप्ते ऽपि रत्नाकरे ।
ला तु स्वल्प म दीप्तिका च शक्लं किं चापितं सांप्रतम् ॥ શ્રી જૈનેન્દ્રના ધર્મથી યુક્ત તેમજ નિર્વાણ તથા સ્વર્ગાદિ સુખને આપનાર એવા મનુષ્યજન્મને પામીને અમને તથા સ્વ૫ એવા વૈષયિક સુખને સેવવું યોગ્ય નથી. કેઈને વૈડૂર્યાદિ મહારનરાશીથી પરિપૂર્ણ એવા રત્નાકરની પ્રાપ્તિ થવા છતાં થોડી કાન્તિવાળા કાચના ટુકડાને ગ્રહણ કરવો શું યોગ્ય છે? કદાપિ નહિ, તેમ હે ભવ્ય જીવો ! થોડા માટે ઝાઝું ગુમાવવું યોગ્ય નથી. નિગોદમાંથી ચઢતા ચઢતા મનુષ્ય જન્મ પ્રાપ્ત થયો. હવે માત્ર વિષયોને સંગ છોડવો એ જ બાકી છે. જે તે પાપી વિષને સંગ છોડશે નહિ તે કલ્યાણ તમારાથી સેંકડો ગાઉ દૂર ભાગતું રહેશે.
મહાપુણ્યને રાશિ એકત્ર થયો, ત્યારે આ મનુષ્ય જન્મ રૂપી કલ્પવૃક્ષ પ્રાપ્ત થયું છે. સત્ય, સંતોષ, પરોપકાર, ઇન્દ્રિય વિજય, દાન, શીલ, તપ, ભાવ, સમભાવ, વિવેક, વિનયાદિ આ મનુષ્ય જન્મ રૂપી ક૯પવૃક્ષના પુષ્પ છે. તેની રક્ષા કરો. જેનાથી સ્વર્ગ તથા મેક્ષની પ્રાપ્તિ થઈ શકશે, માટે આ મનુષ્ય જન્મમાં વિષય કષાયાદિ દુર્ગણમાં નહીં પડતા જ્ઞાન, દર્શન, ચારિત્ર, તપને ગ્રહણ કરે છે તે આ લોકમાં અને પરલોકમાં સુખી થાય છે. - શ્રીપુર નગરમાં અરિમર્દન નામે રાજા હતો. તે ખૂબ ન્યાયી, નીતિવાન અને ધર્મિષ્ઠ હતે એક વખત આ રાજાને હાથીઓ મેળવવાનું મન થયું, તેથી તેણે પોતાના રાજસેવકોને હલ્પ કર્યો કે, આપણે વનમાં હાથીએ મેળવવા છે. હાથીઓ કેવી રીતે મેળવવા તે માટે તેમણે એક ઉપાય શોધી કાઢયે. રાજા તથા સેવકે બધા વનમાં ગયા. જ્યાં હાથીઓ બેસતા હતા, તે વન સૂકું હતું. ત્યાં પાણી પણ ન હતું. લીલે ઘાસચારો પણ ન હતો. આ રાજાને હુકમથી રાજસેવકએ નહેર મારફત પાણી લાવીને સીંચ્યું. આખું વન લીલું થયું અને પાણી પણ વહેતું થયું. પાણીના સિંચનથી ત્યાં થોડા સમયમાં લીલું ઘાસ ઉગી નીકળ્યું. હાથીઓ
જ્યારે આવ્યા, ત્યારે તેમણે આ લીલુંછમ વન જોયું. તેમણે યુથપતિને કહ્યું, ચાલે લીલુંછમ ઘાસ ઉગ્યું છે, આપણે ખાવા જઈ એ. ટૂથપતિ ( હાથીઓમાં સૌથી મોટો હાથી) સાથે બધા હાથીઓ ત્યાં આવ્યા. યૂથપતિએ પાણી, લીલો ઘાસચારો બધું જોયું, અને કહ્યું, ઉનાળામાં આવું પાણી ન હોય. કદાચ કયાંક પાણી ભર્યું હોય તે આવું લીલુંછમ ઘાસ ન હોય માટે કોઈએ આપણને પકડવા માટે આ માયાજાળ રચી લાગે છે, માટે અહીં રહેવાય નહિ. અને આ ઘાસ ખવાય નહિ. આ ઘાસ ખાવામાં આપણને ભય છે, માટે અહીં રહેવું એ યોગ્ય નથી અહીંથી દૂર જવામાં શ્રેય છે. જે હાથીઓએ યૂથપતિની વાત માની અને ત્યાંથી ચાલ્યા ગયા, તે સુખી થયા અને જે હાથીઓ આ વાત ન માન્યા તે રાજાના બંધનમાં ફસાઈ ગયા, અને દુઃખી થયા. આ રીતે જે આત્માઓ જિનેશ્વર ભગવાનની, ગુરૂ ભગવંતેની કહેલી હિત શિખામણને હૃદયમાં અવધારણ કરે છે, અને તેમની આજ્ઞા પ્રમાણે ચાલે છે તે સુખી થાય છે, અને જે તીર્થકર ભગવાનની શિખામણ માનતા નથી, અને વિપરીત માર્ગે ચાલે છે તે આત્માઓ દુઃખી થાય છે.