________________
શારદી રત્ન
૧૬૭ ઈન્દ્રિયોના વર્ણ, ગંધ, રસ, સ્પર્શ વગેરે તેમજ વર્તમાન કાળ, ભૂતકાળ, ભવિષ્યકાળના બધા પર્યાય-જાણવા મળે તે કેટલો આનંદ? આના કરતાં લાખે, કરોડો, અબના અબજો ગણું સુખ મોક્ષમાં છે. બેલો, આવા મોક્ષના સુખ જોઈએ છે? તે સૌ પ્રથમ શ્રદ્ધા કરે. શ્રદ્ધાથી માણસના દરેક કાર્ય સફળ થાય છે. શ્રદ્ધા પર વૈષ્ણવ ધર્મની એક વાત યાદ આવે છે.
એક ગામમાં ગરીબ માણસ હતો. પતિ-પત્નિ અને બે બાળકો એમ ચાર માણસનું કુટુંબ હતું. ગરીબાઈ હતી, પણ જીવનમાં ભગવાન પ્રત્યેની શ્રદ્ધા અને ભક્તિ ખૂબ હતી. તેને એવો જોરદાર ગાઢ પાપકર્મનો ઉદય છે કે બિચારે મજુરી કરવા જાય તો તેને મજૂરી પણ ન મળે ક્યારેક એક ટંક જેટલું માંડ મળતું, પણ કર્મરાજાના ખેલ ઓર છે! એક વખત એવું બન્યું કે બે દિવસ સુધી બીલકુલ મજૂરી મળી નહિ. હવે ખાય શું? મા-બાપ તો જેમ તેમ નભાવી શકે, પણ નાના બાલુડા તે ભૂખથી તરફડવા લાગ્યા. બા ! ખાવું છે, ખાવું છે. અમને સખત ભૂખ લાગી છે, એવા પોકારો કરે છે. દીકરાઓને કરૂણ પોકાર સાંભળી મા-બાપનું હૈયું વલોવાઈ જાય છે. અરર...કેવા પાપનો ઉદય કે, આપણે બે બાલુડાને પણ કંઈ આપી શકતા નથી. તેમને આવા ભૂખના દુઃખ વેઠવા પડે છે. ભૂખના કારણે જાણે ? મરવા પડયા હોય તેવા થઈ ગયા છે.
પત્ની કહે છે નાથ ! તમે રોજ ભગવાનની ભક્તિ કરે છે, માળા ગણે છે. તે ભગવાન આપણને દુઃખમાં કેમ સહાય કરતા નથી? પતિ કહે–પ્રભુ તો સહાય કરે છે, પણ આપણા પાપ કર્મો એવા છે કે તે ભોગવ્યા વિના છૂટકે નથી. નાથ ! ગમે તેમ કરો પણ શેર જાર તે લઈ આવો. આ ગરીબ માણસ તો પોતાના ગામથી નીકળ્યો. ચાલતા ચાલતા ૨૦ ગાઉ દૂર ગયો. એક મોટા ઝાડ નીચે આસન લગાવીને બેસી ગયો ને ભગવાનને પોકાર કરવા લાગ્યો. જેમ દીકરે બાપની પાસે પોકાર કરે તેમ ભગવાન પાસે કરુણ સ્વરે પોકાર કરે છે. હે અનાથના નાથ ! ગરીબના બેલી ! અશરણના શરણ! મારા પાપના ઉદયે ત્રણ-ત્રણ દિવસથી રોટલાના સાંસા પડ્યા છે. બાળકો ભૂખ્યા મરે છે, છતાં એની પરવા નથી, પણ હું તમને રાત-દિવસ ભજું છું, ભક્તિ કરું છું, તો મારી પત્નીની શ્રદ્ધા તૂટી જાય છે કે તમે આટલી પ્રભુભક્તિ કરે છતાં ભગવાન સહાય નથી કરતા? માટે એની શ્રદ્ધા દઢ બનાવવા માટે વધુ નહિ પણ આપ મારી કોથળીમાં એક શેર જાર નાખી જાવ. એમ બોલતા બોલતા તે પ્રભુની ભક્તિમાં એક તાર બની ગયો. આંખ બંધ થઈ ગઈ. પ્રભુના ધ્યાનમાં તે જગતનું ભાન ભૂલી ગયો. ભક્તની પ્રાર્થના ભગવાને સાંભળી અને તેની ઝોળીમાં ચાર શેર જાર નાખી ગયા. આ તે વૈષ્ણવ ધર્મની વાત છે. આ માણસનું ધ્યાન પૂરું થયું, ને તેણે આંખ ખોલી, તે તેની ઝોળીમાં એક શેરને બદલે ચાર શેર જાર હતી. તેના મનમાં આનંદને પાર ન રહ્યો.
ગરીબીમાં અમીરીઃ આ માણસ બિચારો જાર લઈને જાય છે. રસ્તામાં એક બ્રાહ્મણ મળે. તે આ ભાઈને કહે ભાઈ! મને કંઈક આપને. મારી પાસે કંઈ નથી,