________________
શારદા રત્ન જોઈએ. એમ વિચાર કરી મયણરેહા મનને શાંત કરીને મણિરથને કહે છે–ઠીક, તમે પધાર્યા છે. પિતાએ પુત્રીની ખબર લેવી જોઈએ. તમે પ્રજા માટે પિતા સમાન છે, અને આપ મારા જેઠ હોવાના કારણે મારા માટે પણ પિતા સમાન છે. એટલે મારી ખબર લેવી જોઈએ, પણ મધરાતે ખબર પૂછવા કયારે જવાય? જ્યારે માથે કોઈ પણ પ્રકારનું સંકટ કે વિન આવ્યું હોય ત્યારે અત્યારે મારા માથે કોઈ સંકટ કે વિન આવ્યું નથી, તે પછી આપને મધરાતે શા માટે આવવું પડ્યું! હું તે આપની કૃપાથી આનંદમાં છું. તે પછી આપે આ સમયે આવવાની તકલીફ શા માટે લીધી ? કદાચ આપને એ યાદ ન રહ્યું હોય કે, આ સ્થાન કોનું છે, તે હું આપને એ વાત યાદ કરાવી આપું કે હું આપના નાના ભાઈની પત્ની છું, ને આપ મારા જેઠ છે. આ સિવાય મારા પતિ આપને પિતા માને છે. એટલા માટે આપ મારા સસરા પણ છે. આ મહેલમાં હું જ રહું છું.
મણિરથ બેલ્યો કે હું એટલા માટે આ સમયે આવ્યો છું કે, મેં તને પહેલી વાર જે ભેટ મોકલી હતી, તેને તે તે સ્વીકાર કર્યો હતો, અને બીજી વાર જ્યારે દાસી સાથે ભેટ મોકલી ત્યારે તે દાસીને તલવાર બતાવી ડરાવી હતી. દાસી તો એમ સમજી કે મને તલવારથી મારી નાખશે, પણ તારા કાર્યનું મહત્ત્વ હું સમજી ગયો હતો, તારા કાર્ય આશય એ છે કે તું મને ચાહે છે, પણ દાસીને વચમાં રાખવા ચાહતી નથી, તેથી હું પોતે તને મળવા આવ્યો છું, અને તારી પાસે ફક્ત પ્રેમની ભિક્ષા માગું છું. - મણિરથના આવા વચને સાંભળતા મયણરેહા કોધથી ભભૂકી ઉઠી, પણ ક્રોધ ઉપર વિજય મેળવીને ધીરેથી કહ્યું. જે રક્ષક જ ભક્ષક બને, વાડ ચિભડાં ગળે તે ફરિયાદ ક્યાં જઈને કરવી ! વિચાર કરો તમારૂં કર્તવ્ય શું છે? હું આપને સ્પષ્ટ શબ્દોમાં કહી દઉં છું કે, આપ તે શું પણ કદાચ ઈન્દ્ર આવે તે પણ તેઓ મને શીલથી ડગાવી શકવાના નથી. હું એમને પણ મેલની માફક ધૃણાસ્પદ અને ત્યાજ્ય માનું છું. માટે હવે તમે તમારા મહેલમાં ચાલ્યા જાવ.
દાવ ન લાગતા પાછા ફરેલે મણિરથ –મયણરેહાના વચન સાંભળી મણિરથના મનમાં થયું કે અત્યારે તો આ કામ પાર પડે તેમ નથી, માટે હવે તો અહીંથી ચાલ્યા જવું એ શ્રેષ્ઠ છે. એમ વિચારી મણિરથ પોતાના મહેલમાં ચાલ્યો ગયો, પણ હદયમાં એ જ વિચાર છે કે, હું મયણરેહાને કેવી રીતે પ્રાપ્ત કરું? કોઈ પણ હિસાબે મયણરેહાને મેળવવી સાચી, તે તેને મેળવવા માટે ક ર લે? જ્યાં સુધી યુગબાહ જીવતે છે, ત્યાં સુધી મયણરેહા મારા હાથમાં નહિ આવે, માટે તેને મારી નાંખીને મયણરેહાને પ્રાપ્ત કરવી જોઈએ. યુગબાહુને દૂર કરવા માટે તે મેં તેને યુદ્ધમાં કર્યો છે, પણ મારે તે ઉદ્દેશ પાર ન પડયો, અને જ્યાં સુધી તે જીવિત છે ત્યાં સુધી મારો ઉદ્દેશ પાર નહિ પડે, માટે ભાઈને જીવતે રહેવા દે ન જોઈએ.
યુગબાહુના આગમનથી મણિરથના હૃદયમાં લાગેલી આગ --આ બાજુ યુગબાહ લડાઈમાં ગયો હતો, તે વિજય ડંકા વગાડીને ગામ તરફ આવી રહ્યો છે. મણિરથે