________________
૧૬૬
શારદા રત્ન સાંભળ્યું કે યુગબાહું ઘેર આવી રહ્યો છે. તેથી તેના મનમાં થયું કે જેને ઘરમાંથી યુક્તિ કરીને બહાર કાઢ્યો હતો તે નાગ પાછો આવી રહ્યો છે. નગરની જનતાને ખબર પડી કે યુગબાહુ યુદ્ધમાં વિજય મેળવીને આવી રહ્યો છે તેથી આખું ગામ તેના સ્વાગત માટે ઉમટયું. જે પ્રજા યુગબાહનું સ્વાગત કરવા જાય તે રાજાએ પણ જવું જોઈએ ને? મણિરથના મનમાં તે વિષ ભર્યું છે, પણ ઉપરથી બધું કરે છે. તેણે યુગબાહુનું ખૂબ વાજતે ગાજતે બહુમાન કર્યું. સત્કાર-સન્માન કર્યું. યુગબાહુને યુદ્ધમાં જતી વખતે મયણરેહાએ કહ્યું હતું, નાથ ! આપ યુદ્ધમાં જાય છે, પણ ધર્મને સાથે રાખશે. યુદ્ધમાં બને ત્યાં સુધી કઈ છની હિંસા કરશો નહિ, પણ તેને પ્રેમથી જીતશે. સતીના આ વચનને યુગબાહુએ બરાબર હૃદયંગમ કર્યા. તેમને પણ ધર્મ પ્રત્યે શ્રદ્ધા હતી તે તેમને લડાઈ કરવી પડી નહિ ને પ્રેમથી શત્રુઓ ઉપર વિજય મેળવી શક્યા. જેને ધર્મ ઉપર શ્રદ્ધા હોય છે તેને બેડો પાર થાય છે.
દરેક ધર્મોમાં સૌ સૌને પિતાના ભગવાન ઉપર શ્રદ્ધા હોય છે. જેના જીવનમાં શ્રદ્ધા નથી, જે નવતત્ત્વને, પુણ્ય, પાપ, મોક્ષને માનતા નથી તેવા જ શું બોલે છે ? મેક્ષમાં જઈને શું કરવાનું? ત્યાં મુંબઈને હલા, ખંભાતની હલવાસન, વડેદરાને ચેવડો, સૂરતની ઘારી, ભીનમાલના ઘેબર, અમદાવાદનું ફરસાણ મળશે ? મુંબઈની પાટીની પાણીપૂરી, ભેળપૂરી ખાવા મળશે? આ બધું ન મળે તે મેક્ષમાં જઈને શું કરવાનું ? ત્યાં વાતે નહિ કરવાની, હરવા ફરવાનું નહિ, લગ્ન નહીં, કર નહિ, આલીશાન બિહડીંગ નહિ, બલા નહિ. ફરવા માટે ફિયાટ કે ઈમ્પાલા ગાડી નહિ, મુંબઈના હેંગિંગ ગાર્ડન જેવા બાગ નહિ. એરકંડીશન ફલેટ નહિ, તે ત્યાં કરવાનું શું ? આવા પાપમાં રક્ત અબૂઝ શ્રદ્ધહીન છો આવું બોલે છે તેને કેવી રીતે સમજાવવા કે મોક્ષના સુખે આવી છે? વામr વિના તે સુખને કેઈ ઉપમા આપી શકાય તેમ નથી.
જ્ઞાની ભગવંતે કહે છે કે સંસારના સર્વ સુખ ભેગા કરીએ તે દેના સુખ આગળ એક પાણીના બિંદુ સમાન પણ ન આવે. અસંખ્ય દેવેનું સુખ ભેગું કરીએ તે મોક્ષની પાસે તે સુખ અનંતમા ભાગે પણ નહિ આવે. બીજી રીતે તમને સમજાવું.
ભૂખના દુઃખ વગર ખાવાને આનંદ આવતો નથી, ગરમીના દુઃખ વગર પંખાને આનંદ આવતો નથી. તૃષાના દુઃખ વગર પાણી પીવાને આનંદ આવતો નથી, બહાર ફરવાના કંટાળા વગર ઘરમાં બેસવાને આનંદ આવતો નથી, તેમ સંસારનું સુખ એ દુઃખને પ્રતિકાર છે અણસમજુ છો આ વાત સમજી શકતા નથી. આજને આનંદ મહિનાઓ પછી ભૂલાઈ જવાય છે. સંસારનો આનંદ વાંદરાની જેમ અરિથર છે. અસ્થિર માનસવાળા મિત્રને જેમ વિશ્વાસ ન થાય. અસ્થિર પેઢીને જેમ વિશ્વાસ ન થાય, તેમ અસ્થિર એવા સંસારના સુખને વિશ્વાસ કેણ કરે? ગામડામાં વગર ટેલીવિઝને મુંબઈ જેવા મળે તે ગામડામાં રહેનારને કેટલા ગણું સુખ થાય ? ભારતમાં બેઠા બેઠા આખી પૃથ્વી ટેલિવિઝન વગર જેવા મળે તે અનહદ આનંદ થાય, તે પૃથ્વી પર બેઠા બેઠા દક્ષિણાવર્ત ભરતક્ષેત્ર, મહાવિદેહ ક્ષેત્ર, બત્રીસ વિજય, અસંખ્યાત દ્વિપો વગેરે જેવા મળે તો આનંદના સુખને પાર રહે ખરો? વળી દેવલોક, પાંચ અનુત્તર વિમાન, પાંચ
'
'' :