________________
શારદે રત્ન
૧૭૧ માટે આ મળેલી અમૂલ્ય જિંદગીમાં ચેતી જઈને આત્મજને પથે પગલા માંડવા જોઈએ. આત્મ ધર્મને ઓળખીશું તે જન્મ-મૃત્યુને અંધકાર ટાળી દેતી આત્મપ્રભા ઝળહળી ઉઠશે. કહ્યું છે કે
ક્ષણભંગુર છે દેહ, ભવે નથી સર્વદા.
માથે મત ખડું નિત્યે, તે જાણી ધર્મ આચરે. આ શરીર ક્ષણભંગુર છે. તે કાયમ સાથે રહી શકતું નથી, કારણ કે તે પર છે. આપણું પોતાના શરીરની જેમ સ્વજનેના શરીર પણ આંખના પલકારામાં માટીમાં મળી જતા હોય છે. પિતાના માનીને જેટલા વળગીશું એટલા વજાઘાત ખમવા પડશે. ધન-વૈભવ પણ આકડાના રૂની જેમ ઉડી જાય છે, માટે રવજન કે સંપત્તિના મિલનમાં હર્ષ પામ અને વિયેગમાં શેક કરવો નકામે છે. પણ પદાર્થમાં, પર વ્યક્તિમાં સુખબુદ્ધિ-આ બેટી માન્યતાથી જીવ સંસારમાં ભ્રમણ કરી રહ્યો છે, તેથી અનંતા જન્મ-મરણ કરવા પડ્યા છે. તે બેટી માન્યતા છોડવા માટે આ મનુષ્ય જન્મની મહત્તા છે. આ ચિંતામણું જે અમૂલ્ય માનવ જન્મ હું મિથ્યા સુખની આશામાં હવે ગુમાવી નહિ દઉં. અંતરમાં આવે સુદઢ સંકલ્પ કરવો જોઈએ અને આ સનાતન સૂત્ર યાદ રાખવું કે સુખ પરમાં નથી, પાંચ ઈન્દ્રિયોના ગવટામાં નથી. સગાવહાલા, સ્નેહી-મિત્રો, મોટાઈ કે સત્તામાં નથી. અજ્ઞાની જીવો એને સુખ માની ધૂમાડાના બાચકા ભરે છે. મૃગજળની પાછળ આંધળી દોટ મૂકે છે. મૃગજળથી કયારે પણ તૃષા છીપાવાની છે? ના. છતાં અજ્ઞાની જીવે પરમાંથી સુખ મેળવવા ફાંફા મારે છે, તેનું આખરે પરિણામ શું? અંતે થાકીને પાછા પડવાનું. મનના આ મૃગલાને ખબર નથી કે જે સુખની આશામાં ને આશામાં એ ફરે છે, પણ તે સુખ તે તેની અંદર છે.
શાસ્ત્રો પિકારીને કહે છે અરે! મૂર્ખ જીવ! અનંત સુખ તારા આત્મામાં છે. સુખની શોધમાં બહાર ભટકવું તું બંધ કર. તારી અંદર રહેલા સુખના ભંડારને તું મેળવ. એ ભંડાર કેવી રીતે મળે? દ જ્ઞાનથી અજ્ઞાનને દૂર કર. ભેદજ્ઞાન એટલે શું? સ્વ અને પરની વહેંચણી. આત્માના ગુણે જ્ઞાન, દર્શન, ચારિત્ર, તપ, સુખ, વીર્ય છે, અને પુદ્ગલના લક્ષણ વર્ણ, રૂપ, રસ, ગંધ અને સ્પર્શ છે. પુદ્ગલમાં સુખ નથી છતાં જીવ માને છે કે પુદગલ એ સુખનું ધામ છે.
આ બેટી માન્યતાથી જીવ સંસારમાં રખડે છે. એ વાત તે નિશ્ચિત છે કે અશુભ કર્મને ઉદય હોય તો દુઃખ-અશાંતિ રહે પણ દુઃખના સમયમાં પૈર્યતા, સમતા વગેરે જાળવી રાખીએ તે સમય પૂરો થતાં આ કર્મો ચાલ્યા જાય. કર્મને આપણું કર્યા ન માનીએ તે રાગ દ્વેષ થાય અને કર્મબંધન વધુ થાય. કર્મબંધન વધતા સંસાર વધે. આ સનાતન સત્ય જે જીવને બરાબર સમજાઈ જાય તે કઈ તરફથી સુખ મળતાં જીવને રાગ ન થાય, અને કોઈ તરફથી દુઃખ થાય તે તેના પ્રત્યે દ્વેષ ન થાય. આમ થવાથી રાગ દ્વેષની સાંકળમાંથી તે મુક્ત થઈ જશે.
આત્મચિંતન કરે -હમેશા રાત્રે સૂતા પહેલાં આત્મવિચાર કરે કે હું કે