________________
૧૭૨
શારદા રત્ન
છું ? બંધન શુ છે ? કર્મબંધનથી સર્વથા મુક્ત થતા હું સિદ્ધ ભગવંત જેવા છું. હજી આત્માની એળખ કરી નથી. એના પરિચય સાધ્યા નથી. આત્મા તરફ ષ્ટિ કરી નથી. એટલે આત્માનુ સુખ રિસાઈ ગયું છે. રાગ અને દ્વેષ એ એ બધન છે. તે બંધનનું કારણ આત્માની અજ્ઞાન દશા અને અસત્ આચરણ છે. અજ્ઞાન જાય તેા મિથ્યાત્વનુ બંધન જાય, પછી અનુક્રમે વિરતિ, કષાય અને યાગનું બંધન જાય. પરમાં સુખ માન્યું એ જ માટું અજ્ઞાન છે. તેના કારણે આ સંસારનું વિષાક ચાલુ થયું છે. આ જીવની દશા કેવી થઈ છે? આ જીવે પર સાથેના વેપાર વધાર્યાં પણ આત્માના અવિનાશી સ્વરૂપના ભાવ ન પૂછ્યો એટલે તે સુખનુ' દેવાળુ કાઢી રડવાના વખત આવ્યા. જ્ઞાન આત્માને કદીય સૌંસારના સમધા ચાલુ રાખવા પડે તો ય એના રસ તા માત્ર આત્મામાં હોય છે. જે આત્માને ભૂલ્યા તે અધોગતિને પામ્યા. આત્માનુ વિસ્મરણ એટલે ભાવમરણ, જે સમયે સમયે થાય છે, માટે હવે સંસારનુ`. વિસ્મરણ કરી ને આત્માનું સ્મરણ કરા; પણ વિભાવના વટાળે અથડાતા જીવ સ'સારનું સ્મરણ કરે છે ને આત્માને ભૂલી જાય છે
ભગવાનના શ્રાવકે કેવા હેાય ? હંસ જેવા. હંસ, ગમે તેટલેા ભૂખ્યા હશે પણ અને તા મેાતીના ચારા મળે તા ચરે. બાકી મરી જાય કબૂલ પણ ગેાખરમાં મેહુ નાંખવા ન જાય. સિંહ ત્રણ દિવસના ભૂખ્યા હાય, કડકડતી ભૂખ લાગી હોય છતાં ઘાસમાં મેઢું નાખવા નહિ જાય, તેમ ભગવાનના શ્રાવકે કેવા હોય ? કસેાટી આવે તે મૃત્યુને ભેટ પણ વીતરાગના માર્ગથી ચલિત ન થાય. શ્રાવકાનુ જીવન કેવું હોવું જોઇએ ? નકુળમાં જન્મ તા ઘણી વાર થયેા પણ જૈનત્વની ઝાંખી થઈ છે ? તમારુ જૈનત્વ પ્રકાશ્યું છે ? જેનામાં જૈનત્વની જ્ગ્યાતિ પ્રગટી છે એવા શ્રાવકની દૃઢતા કેટલી હોય ? દુનિયામાં એક દિવસ માડુ વહેલું સૌને જવાનું છે. મૃત્યુ આવે તે ભલે પણ મારા ધર્મને તો નહિ છેાડું. મારા ભગવાનના શ્રાવકો દરરાજ સવારમાં ત્રણ મનારથ ચિંતવે. અહી બેઠેલામાંથી કેટલા ચિંતવા છે ? ત્રણ મનેરથમાં એક મનારથ એવા પણ છે કે . હું સથા આરંભ પરિગ્રહના ત્યાગ કરી પંચમહાવ્રતધારી સાધુ કયારે બનીશ ? યાદ રાખજો, ત્રણ કાળમાં સચમ વિના સિદ્ધિ નથી. ચક્રવતી'ની રિદ્ધિનું વર્ણન શાસ્ત્રમાં આવે છે. ભગવાન પાસે પ્રશ્ન થયા કે ચક્રવતી પણુ* જીવને કેટલીવાર આવે? આ પૃચ્છા પાંચ પચ્ચીસ ભવ આશ્રી નથી પણ આખા સ'સારકાળ આશ્રી છે. એક જીવ આજે ચક્રી થયા પછી ફરી વખત પશુ ચક્રી થઈ શકે છે, પણ તેમાં અમુક કાળ જવા જોઈ એ, કેટલેા કાળ જાય ? એછામાં ઓછા સાગરાપમથી થોડા વધારે અને વધારેમાં વધારે અ પુદ્ગલ પરાવર્તનકાળમાં થોડાક એછેા કાળ. તમે પ્રશ્ન કરશે કે કેવી રીતે ? તેા ભગવત ફરમાવે છે કે કોઈ પણ ચક્રી સ`સારમાં જ રહીને કાળધર્મ પામે, તેા માના કે તેઓ પહેલી નરકે ઉત્કૃષ્ટ યુષ્ય ૧ સાગરની સ્થિતિએ ઉત્પન્ન થયા. નરકની સ્થિતિ પૂરી કરીને તે જીવ ફ્રી ખીજી વખત ચક્રી થઇ શકે છે. હવે અહીં એક સાગરથી થોડા વધારે કાળ કહેવાનું કારણ એ છે કે ચક્ર રત્નની પ્રાપ્તિ થયા પછી જ તે જીવ ચક્રી કહેવાય છે.