________________
૧૭૪
શારદા રત્ન
કૃષ્ણ શરણં મમ” હે કૃષ્ણ ભગવાન ! મને તમારું શરણું લેજે. આ પદની ધૂનમાં ખૂબ એકાકાર થઈ જતા. દિવસે દિવસે તેની ભક્તિ વિશેષ ને વિશેષ વધતી જતી હતી. એક વાર એવું બન્યું કે ખેડૂતની ભક્તિની પ્રશંસા ઠેઠ વૈકુંઠમાં ભગવાન શ્રી કૃષ્ણ પાસે પહેાંચી, તેથી કૃષ્ણજી ખૂબ પ્રસન્ન થયા, અને પેાતાની નીચેના દેવને ખેલાવીને કહ્યુ. અમુક ગામમાં ખેડૂત મારા ભક્ત છે. તે ખેતર ખેડી રહ્યો છે. તે મારી ભક્તિ ખૂબ કરે છે. તે સંસારના ધાર દુઃખા ભાગવી રહ્યો છે, માટે તેને તે દુઃખામાંથી છેડાવી વૈકુંઠમાં લઈ આવેા. દેવ કૃષ્ણની આજ્ઞાને આધીન થઈને જ્યાં ખેડૂત ખેતર ખેડી રહ્યો હતા ત્યાં મનુષ્યના રૂપમાં આવ્યા. ખેડૂત તેા ખેતર ખેડતા ખેડતા પણ શ્રીકૃષ્ણની ભક્તિના ભજના ગાઈ રહ્યો હતા. એટલે આવનાર દેવ સમજી ગયા કે આ ખેડૂત જ ભગવાનના ભક્ત હશે. શી તેની ભક્તિ છે !
ચાલા ચાલા વૈકુંઠમાં:—દેવ કહે છે હું ભક્તરાજ ! આપની શ્રીકૃષ્ણ પરની અખૂટ ભક્તિ જોઈ ને ભગવાને મને આપને વૈકુંઠમાં ખેલાવવા માકલ્યા છે, અમે શ્રીકૃષ્ણ ભગવાનના દેત્ર છીએ. આપને વૈકુંઠમાં ખેલાવે છે. આપ અમારી સાથે ચાલા. ખેડૂત તે એની ભક્તિમાં એટલા મસ્ત છે કે આ દેવની વાત પણ સાંભળતા નથી. ત્યારે ફરી વાર કહે છે હું ભક્ત ! તને વૈકુંઠમાં લઈ જવા આવ્યા છીએ, માટે જલ્દી ચાલ, તૈયાર થઈ જા. દેવે આ પ્રમાણે કહ્યું ત્યારે ખેડૂત કહે છે હે દેવ ! મારા અહોભાગ્ય હશે કે શ્રીકૃષ્ણે આપને મને વૈકુઠમાં ખેલાવવા મેાકલ્યા. આપની વાત સાચી છે. વૈકુંઠમાં આવવાની તે મને ખૂબ ઈચ્છા છે, આ સંસાર અસાર છે. તેમાં જીવવું થાડુ ને જંજાળ ઝાઝી છે, પણ મારે - એક કામ બાકી છે. મારા દીકરા નાના છે અને છોકરીને પરણાવવાની બાકી છે, હું વૈકુંઠમાં આવું તે દીકરીને પરણાવે કાણુ ? મારા છોકરા માટા થઈ જાય, અને દીકરી પરણી જાય આ એ કામ થઇ જાય, પછી વૈકુંઠમાં આવું. ત્યાં જઈને તુ' શ્રીકૃષ્ણને કહેજે કે તમારા ભક્તને તા વૈકુઠ આવવાની ઇચ્છા છે, પણ પાંચ વર્ષ પછી મને ખોલાવજો, એટલે ત્યાં સુધીમાં મારા આ કામ થઇ જાય. જીએ ! ખેડૂતની ભક્તિ કેટલી હતી, જે કૃષ્ણની ભક્તિમાં એક તાર થઇ જતા હતા, તેને વૈકુંઠમાંથી તેડવા આવ્યા છતાં ત્યાં જતા રોકયા કાણે ? દીકરા-દીકરી પ્રત્યેના રાગે ને! આ સંસાર રાગની આગ છે. સ`સારના માહ કેવા ભય કર છે!. આટલા એક તારથી પ્રભુને ભજે છે, છતાં સ`સાર છૂટતા નથી. આ ભક્ત સાચા ભક્ત કહેવાય ? ના.
ભક્ત માટે ભગવાનના ફરી સંદેશા—ભક્ત ખેડૂતે આ પ્રમાઅે કહ્યું, એટલે દેવ વૈકુંઠમાં પાછા ગયા, અને જઈને ખેડૂતના સદેશે। ભગવાનને જણાવ્યા. કૃષ્ણજીએ કહ્યું. ભલે. પાંચ વર્ષ પૂરા થયા પછી તેને વૈકુંઠમાં લાવશુ. સમયને જતાં વાર લાગતી નથી. પાંચ વર્ષ પૂરા થયા, પછી અચાનક ભગવાનને યાદ આવ્યું. દેવને ખેાલાવ્યા, ને કહ્યું, આપ જા ને મારા પ્યારા ભક્તને વૈકુંઠમાં લઈ આવેા. ભગવાનની આજ્ઞા થતાં દેવ તરત જ મૃત્યુલાકમાં ભક્ત ખેડૂત પાસે આવ્યા, અને ભગવાનના સંદેશા સાંભળતા ખેડૂતનુ` હૈયું