________________
૧૧૪
શારદા રત્ન
વર્તાઈ રહ્યો છે. આ રીતે વાર્તાલાપ કરી રહ્યા છે, પણ તેને ખ્યાલ ન રહ્યો કે સામે જ મારા જે મણિરથ રાજાના બંગલા છે. ખરાખર આ સમયે મણરથ પણુ પાતાના મહેલની ગેલેરીમાં ઉભા હતા. ચારે બાજુ દૃષ્ટિ કરતાં મિથની ષ્ટિ આનંદ-પ્રમાદ કરતી મયણુરેહા પર પડી.
મણુિથની કુદૃષ્ટિ :—મયણુરેહાને જોતાં મણિરથના મનમાં થયું કે આ તો સાક્ષાત્ દેવાંગના જ જોઈ લેા. શું એનુ રૂપ છે ! શું એની કાંતિ છે! મયણુરેહાનું રૂપ હતું પણ સાથે ચારિત્ર છે, એટલે રૂપ ખૂબ ખીલેલુ' દેખાતું હતું. રૂપ હોય પણ ચારિત્ર ન હોય તે રૂપ સાવ ફિક્કુ લાગે છે. મણિરથની સાથે તેના બીજા માણસા હતા. તે સમજી ગયા રાજાની દૃષ્ટિમાં વિષ આવ્યું છે. તેમની આંખડી મયણુરેહા તરફ દોડી રહી છે. તેથી નાકરાએ કહ્યું રાજન્ ! એ મહેલ આપના નાના ભાઈ યુગમાહુના છે. અત્યારે એ ગેલેરીમાં તેની પત્ની સખીઓની સાથે આનંદ કરી રહી છે, માટે હવે આપ એ તરફ દૃષ્ટિ ન કરતાં આપની આંખડીને ત્યાંથી પાછી વાળા. નાકરની વાત સાંભળીને મણિરથને ગુસ્સા આવ્યા, ને કહ્યું શું તમે મને સાવ અજ્ઞાની માનેા છે ? શું હું એટલું પણ નથી જાણતા કે એ મહેલ યુગમાહુના છે. એ મહેલ મેં જ ખંધાવીને આપ્યા છે. શું મને એ ખબર નહી. હાય કે તે મહેલની ગેલેરીમાં યુગમાહુની પત્ની બેઠી છે! શું તમે મને લુચ્ચા લગા માના છે ? હું જાણું તે યુગમાહુની પત્ની છે. તેની સગાઇ કરીને લાવનારા તો હું જ છું ને? દૃષ્ટિમાં વિકારે જમાવેલી સત્તા ઃ—ઘણી વાર હિતસ્ત્રીએ સાચી સલાહ આપે પણ દુષ્ટમતિવાળાને એ ગમતી નથી, પણ ઉલ્ટી પરિણમે છે. સર્પને દૂધ પીવરાવવાથી • દૂધ ઝેર બને છે, તેમ મણિરથ રાજાને સાચી શિખામણ પણ વિષના રૂપમાં પરિણમી. કારણ કે તેની દૃષ્ટિમાં વિષ ભર્યું” હતું. એક યુવાન ગેલેરીમાં આંટા મારતા મારતા વાંચી રહ્યો હતા. તે સમયે સામેના ઘરમાં એક બહેન સ્નાન કરીને ઉઠી. તે યુવાનની દૃષ્ટિ તેના પર ગઈ. પેલી બહેનને કાંઈ ખબર નથી, બેનાએ કપડાં બદલતાં ખૂબ મર્યાદા રાખવી જોઈએ. તે સમયે મારી બારણાં બંધ કરી દેવા, જેથી તેની મર્યાદા જળવાઈ રહે. આ યુવાન પેાતાની દૃષ્ટિને ત્યાંથી પાછી ખેચે છે, પણ તેની આંખ ત્યાં વારંવાર જાય છે. જ્યાં ન લેવાનું હોય ત્યાં આંખડી વહેલી દોડે છે, આંખ કામણગારી છે. ઓ યુવાને પેાતાની ષ્ટિ સુધારવા શું કર્યું? ઘરમાં જઈને પીસેલા લાલ મરચા લઇ આવ્યા. ને બંને આંખમાં આંજી દીધા. કૈવી બળતરા થાય ! એ તા વેઢે તે જાણે. યુવાન કહે છે—હૈ આંખ ! તારા ગુનાનું ફળ તું ભાગવ, નહિ તે! નરકમાં આંખમાં ભાલાએ વાગશે. તારી ભૂલ સુધારી લે. આ યુવાન બીજે કાઈ નહિ, પણ એ હતા સ્વામી વિવેકાનંદ. જેણે પરદેશમાં ભારતની ખ્યાતિ વધારી છે, અને પાતાનું નામ ઉજ્જવળ કર્યું” છે.
સતીના રૂપમાં મુગ્ધ બનેલા મણિરથ ઃ—મણિરથ રાજા મયણુરેહા તરફ દૃષ્ટિ ફૂંકીને તાકીને જોવા લાગ્યા. મયણરેહાને આ વાતની કાંઈ ખબર નથી. મયણુહાને જોઇને પેાતાના મનમાં કહેવા લાગ્યા, આ કેવી સુંદરી છે ! અપ્સરાને પણ શરમાવે એવું એનુ રૂપ