________________
શારદા રત્ન
૧૩ ન છેડયું, ત્યારે તેમનું નામ આજે સૌ કેઈ યાદ કરે છે. મયણરેહાનું નામ વારંવાર આવવાનું કારણ એ છે કે, સમય આવે, કષ્ટ આવે ત્યારે પ્રાણ દેશે પણ ચારિત્ર નહિ છોડે. મણિરથને યુદ્ધમાં નહિ જવા દેતા યુગબાહુ પિતે જવા તૈયાર થયો. પહેલાના સમયમાં નાને ભાઈ મોટાભાઈને કેવો આદર કરતો હત? કે વિનય-વિવેક જાળવતો હતો તે યુગબાહુના પાત્ર ઉપરથી સમજાય છે. યુગબાહુને મન તે મોટાભાઈ એટલે તીર્થનું ધામ. તે સમજે છે કે તેમની મારા પ્રત્યે કેટલી લાગણી ને પ્રેમ છે. તેથી મને યુદ્ધમાં જવાની હા પાડતા નથી. જેવી દૃષ્ટિ તેવી સૃષ્ટિ. યુગબાહુની દૃષ્ટિ પવિત્ર છે, એટલે તેને મણિરથ પણ પવિત્ર લાગે છે. છેવટે યુગબાહુ મોટાભાઈ પાસેથી યુદ્ધમાં જવાની રજા લઈ તેમને પ્રણામ કરી મયણરેહાના મહેલે ગયે.
આ બાજુ મણિરથને ખૂબ આનંદ થયે ને મનમાં વિચારે છે કે હાશ! કાંટે દૂર થ, પણ ઉપરથી બીજાને સારું લાગે તે માટે પોતાના સભાસદોને કહેવા લાગ્યો. મારો લઘુ બંધવ યુદ્ધમાં જાય એ બહુ ચિંતાનો વિષય છે. હું તેનો વિરહ કેવી રીતે સહન કરી શકીશ? તેણે આ પ્રમાણે સભાજને સમક્ષ ખેદ વ્યક્ત કર્યો પણ મનમાં તે પ્રસન્નતાને પાર નથી.
યુગબાહુની ગુણ ગ્રાહકતા –યુગબાહુ પિતાના મહેલે આવ્યા એટલે મચણી રેહાએ તેમને એગ્ય આદર સત્કાર કરીને બેસાડ્યા. મારા ગ્ય સેવા ફરમાવો. કૃપા કરીને કાંઈ લાભ આપો. આજની સ્ત્રીએ પતિની સાથે આ પ્રમાણે બેલે ખરી? મયણરેહાના મીઠા વચન સાંભળી યુગબાહુ વિચારવા લાગ્યો કે આ પત્ની તે સાક્ષાત્ દેવી છે. તે તે મારા જેવા લેઢાને સોના જેવો બનાવી દીધું છે. આજે મારામાં વિનય, નમ્રતા, શીલ આદિ જે સદ્દગુણ છે, તે તારા પ્રતાપે છે. મયણરેહાએ કહ્યું, મારા યોગ્ય સેવા, આપ ફરમાવો ! યુગબાહુએ કહ્યું કે આજે સભામાં મોટાભાઈએ રાજદ્રોહીઓ કે જેઓ રાજ્યની સીમા ઉપર ઉપદ્રવ કરી રહ્યા છે તેમને કાબૂમાં લેવાની વાત કહી અને રાજદ્રોહીઓને કાબૂમાં લેવાને ભાર મેં માથે ઉપાડે પણ એ ભારને મારે વહન કરવો જોઈએ. એ મારું કર્તવ્ય છે એમ માની મેં તે ભાર મારા માથે ઉપાડે છે, અને એ સમાચાર તને આપવા માટે હું આવ્યો છું. મયણરેહાએ કહ્યું, તમે એ ભાર તમારા માથે ઉપાડો એ ઠીક કર્યું. મોટાભાઈ યુદ્ધ કરવા જાય અને તમે ઘેર બેસી રહે એ બરાબર ન કહેવાય. યુગબાહુએ કહ્યું મને પણ તારા જેવો જ વિચાર આવ્યો હતો. આ ઉંચે વિચાર આવવાનું કારણ પણ તું જ છે. જ્યાં સુધી મારા લગ્ન થયા ન હતા ત્યાં સુધી હું મે જશોખમાં ડૂબેલો હતો, પણ, તે આવીને મને કર્તવ્યનું ભાન કરાવ્યું છે. આ કર્તવ્યભાન થવાના કારણે હું મોટાભાઈને એમ કહી શકે કે હું તમારે બદલે લડાઈમાં જઈશ. પણ મોટાભાઈને મારા પ્રત્યે ખૂબ સ્નેહભાવ તેથી મને આનાકાનીથી છેવટે હા પાડી. બાકી તે મને જવા દેતા પણ ન હતા.
યુદ્ધમાં જતા પતિને મયણરેહાના આશીર્વાદ હે નાથ, હું આપના કાર્યમાં વિક્ષ.