________________
શારદા રત્ન
૧૪૭
કઈ માનો પુત્ર છે કે, અત્યારે મારા મહેલે આવ્યા! સતી સ્ત્રીએ પાપ કરવામાં, કોઈનુ અહિત કરવામાં નબળી હોય પણ ચારિત્રનું રક્ષણ કરવું હોય. કોઈનુ' ભલું કરવુ' હાય, દુઃખીઓના દુઃખ મટાડવા હોય ત્યારે સખળી, શૂરવીર ને ધીર હોય. સ્ત્રીઓને તમે તુચ્છ ન માનશો.તી...કર ભગવાન તથા મહાન આત્માઓને જન્મ આપનારી સ્ત્રી છે. અરે ! ધનતેરસના દિવસે તમે કાનુ* પૂજન કરે છે ? ( શ્રેાતામાંથી અવાજલક્ષ્મીદેવીનું ) તેા લક્ષ્મી પણ સ્ત્રી છે ને? માટે તેને તુચ્છ ન ગણતા સાથીદાર માના. મયણુરેહાને ઉઠેલી જોઈ મણિરથ પ્રસન્ન થયા અને વિચારવા લાગ્યા કે મયણુરેહા ઉઠી છે તેા હમણાં તે બારણું ખાલી મને અંદર ખેલાવશે. મણિરથે ફરીવાર કહ્યું કે હે પ્રિયા ! ખારણું ખાલ. હું બીજો કેાઈ નથી પણ તને રાજરાણી બનાવનાર, તારા ગુલામ થઈને રહેનાર મણિરથ છું. એક રાજા થઈ ને કામાંધ બનીને અત્યારે ગુલામ થવા આવ્યા છે ? તમે તેા મારા બાપ સમાન છે. શું આવું ખાલવુ તમને શાલે છે ? તમને યેાગ્ય લાગે છે ?” સતીએ સમજાવટ કરી, પણ ના માન્યા ત્યારે તેને ફિટકારવામાં બાકી ન રાખી. જે ખેાલા તે વિચારીને બેલા, તમારા બંને ભાઇના પ્રેમ કેટલા હતા તે પ્રેમમાં આજે વિષ નાખવા ઉઠ્યા છે!? આજે પણ જોઈ એ છીએ કે નાનપણમાં ભાઈ ભાઈના પ્રેમ એટલા હોય છે કે, જાણે રામ-લક્ષ્મણની જોડી. પણ કર્મનો ઉદય થાય છે, ત્યારે પ્રેમ ઝેર રૂપ બની જાય છે.
એક ગામમાં પતિ-પત્નિ અને તેમના બે બાળકે એમ ચાર માણસાનું કુટુંબ હતુ. મેાટાભાઇ અને નાનાભાઈ વચ્ચે દશ વર્ષનું અંતર હતું. ગામડામાં તેમની બે-ત્રણ વીઘા જમીન હતી. તેમાં ખેતી કરીને પેાતાનું જીવન નભાવતા હતા. માતપિતાએ દીકરા માટા થતાં કષ્ટો વેઠીને ભણાવ્યા. મા માપની સંતાનો પ્રત્યે એવી ભલી લાગણી હોય છે કે અમે કષ્ટ વેઠી લઈશું' પણ દીકરા ભણશે, તેા સુખી થશે. મા-બાપે દીકરાને મુંબઈ ભણવા માકલ્યા. તેને ભણવા માટે પૈસા અવારનવાર માકલે છે, છેકરા ભણે છે, ખૂબ ડાહ્યો છે, તે સમજે છે કે મારા મા-બાપે મને કેવી રીતે ભણાવ્યા ? હું તેમના ઋણમાંથી કચારે મુક્ત થઈશ ? માટો દીકરા ભણીગણીને તૈયાર થયા, તેને મુંબઈમાં સારી નોકરી મળી ગઇ. સારી સંસ્કારી સુશીલ કન્યા સાથે તેના લગ્ન થયા. મુંબઇમાં નોકરી છે, એટલે રહેવા માટે ત્યાં મકાન પણ લઇ લીધું. વિનય કરતા પુત્ર :—લગ્ન કર્યા પછી દીકરા-વહુ મા-બાપને પગે લાગે છે ને કહે છે બાપુજી ! તમે આટલી જિંદગી સુધી ઘણી મજૂરી કરી. આપ અમારા તીરૂપ છે, આપ હવે અમારી સાથે શહેરમાં ચાલેા. હવે અહી' ગામડામાં રહેવું નથી. આપે મને આટલી ઊંચી કક્ષાએ પહોંચાડ્યો તેનો બદલા હું કેવી રીતે વાળીશ, આપના ઋણમાંથી હું કયારે મુક્ત થઈશ ? માતા-પિતા કહે બેટા ! અમને ગામડાના જીવનમાં ખૂબ આનંદ આવે છે. મુંબઈ જેવા માટા શહેરમાં ધમસ્થાનકા દૂર હોય, તેથી ત્યાં ધર્મ ધ્યાન ખરાખર ન થાય. માટે અમે અહીં રહીશું', ધર્મ-ધ્યાન કરીશું, અને જ્યારે હાથ-પગ નહીં ચાલે ત્યારે મુંબઈ આવીશું. જો તારે ઋણમાંથી મુક્ત થવું હોય તે આ તારા ભાઈ કીર્તિ ૧૦ વર્ષનો છે તેને તારી સાથે લઇ જા. તેને સારી રીતે સાચવજે,