________________
૧૪૮
શારદા રત્ન તુ મેટો ભાઈ છે, એને દીકરા સમાન ગણજે, એને ક્યારે પણ ટુંકારે કરીશ નહિ. તારી પત્નીને કહેજે કે કીર્તિને પુત્રની જેમ સાચવે, ક્યારેય એનો તિરસ્કાર ન કરે. અહો પિતાજી! ભાઈને ભણાવો અને સાચવવો એ તો મારી ફરજ છે. તમે મને ભણાવ્યો, હું તેને ભણાવીશ.
કીતિને લઈને મોટેભાઈ મુંબઈ જાય છે. મોટાભાઈ તેની પત્નીને કહે છે કીર્તિ કયારેક ભૂલ કરે તે તું એને તિરસ્કાર કે અપમાન ન કરીશ, પણ તેને સમજાવીને શિખામણ દેજે તું એમ માનજે કે, મારે નાનો ભાઈ છે, તારો ભાઈ એ મારો ભાઈ અને મારા ભાઈ એ તારો ભાઈ છે. સંસાર સ્વર્ગ જેવો ક્યારે બને? સાસુ વહુને દીકરી સમાન ગણે અને વહુ સાસુને મા સમાન ગણે, સસરાને બાપ સમાન, દિયરને ભાઈ સમાન ગણે ત્યારે માતા પોતાની દીકરીને સાસરે સુખી જેવા ઈચ્છે છે તે તારી વહુ એ સામાની દીકરી ખરી ને ? જો તું વહને સારી રીતે રાખીશ તે તારી દીકરી પણ સુખી થશે. જે વહુને સારી રીતે નહિં રાખો તે વહુના નિસાસા પડવાના છે. આ સંસાર જ એવો છે. તમારી દીકરીને બીજાને ઘેર દઈ આવે ને બીજાની દીકરી તમે લઈ આવો. મેં એક ઘર જોયું. ઘરમાં કેટલી વિશાળતા ! તાળું તે કયાંય મારવાનું નહિ. દેશાણી જેઠાણી એક બીજાના સાડલા પહેરે. તેમાં મારું તારું નહિ. સાસુની પવિત્રતા જોઈને કહ્યું, ધન્ય છે. બેન તમને ! મહાસતીજી! મારી દીકરીને સુખી કરવી હોય તે સામાની દીકરીને આપણે સુખી કરવી જોઈએ. ખરેખર છે પણ એવું જ.
- મટાભાઈ, ભાભી, દીયર બધા આનંદથી રહે છે. ભાભી દીયરને ખૂબ જ સાચવે છે. જેણે માતાનું હેત આપતી ન હોય! પણ ભાભીની બાજુમાં જે પાડોશણ છે તેને આ લેકને આનંદ સહન થતું નથી. એક દિવસ કહે છે બેન ! ચાલોને આપણે પિકચર જેવા જઈ એ. ભાભી કહે છે મારા દિયર કોલેજથી આવ્યા નથી ને જમ્યા નથી, માટે હું નહીં આવું. પાડોશણ કહે છે હવે તારો દિયર કંઈ શેડો ના ગગે છે કે તું એની રાહ જુએ છે! આ બધું તને બંધન નથી લાગતું? દિયર આવશે એટલે જમી લેશે. એક બે દિવસ પાડોશણે આ રીતે કહ્યું, છતાં ભાભીએ ગણકાર્યું નહિ. કહેવત છે ને “ફેરવ્યા પથ્થર પણ ફરે.” બેટાનો સંગ કરવાથી સારા પણ ખરાબ થઈ જાય છે. તેમ ભાભીને થયું કે વાત સાચી છે, હવે મારા દિયર મોટા થઈ ગયા છે. જ્યાં સુધી સાચવવા ? એ ડોકટર થશે, ત્યારે મને કેવું રળીને આપશે એ તે ભગવાન જાણે. જ્ઞાની કહે છે તું કોઈનું સારું ન કરી શકે તે ખેર, પણ કેઈનું ખરાબ તે ન કરીશ. હું તે બેનોને કહું છું કે તમે ઘર છેડી પૌષધ કરવા આવો તે કર્મ ખપાવજે, પણ પરકથા ન કરો. ભાભી પાડે શણની ચઢવણીથી ચઢી ગઈ, કીતિ જમવા આવ્યો ત્યારે કહે છે ભાભી ! જમવા આપ. ભાભીએ ગુસ્સાથી કહ્યું હવે નાના છે ? તમે જાતે લઈને ખાઈ લે, કીર્તિ વિચાર કરે છે કે મારા ભાભી મારી ને ભૂલવાડે એવા છે. શું આ શબ્દો મારા ભાભી બોલે ? તેણે કહ્યું ભાભી, હું ખાઈ લઈશ. દિવસે દિવસે ભાભીને દિયર પર અભાવ થવા લાગે. વાતેવાતે તેને ધમકાવવા લાગી. એક દિવસ કોલેજમાં પ્રેકટીકલની પરીક્ષા લેવાથી તેને આવતાં થોડું મોડું