________________
૧૬૨
શારદા રત્ન આગ્રહથી શેઠે જે અનાજ આપ્યું તે લઈ લીધું, ને જયાં શેઠ બેઠા હતા ત્યાં આવ્યા. શેઠાણીને આવતા જોયા એટલે બંને બાલુડા તેને વળગી પડ્યા. બાબા ..તું અમારા માટે ખાવાનું લાવી? અમને બહુ ભૂખ લાગી છે. છોકરાઓની કાલીઘેલી ભાષા સાંભળીને માતાનું હૈયું રડી પડે છે ! અરરર...કર્મરાજા તમારા ખેલ કઈ ઓર છે. ગરીબાઈના દુઃખો વેઠે તેને ખબર પડે. “ જ્યાં શ્રીમંતોના હાર્યા છે ત્યાં ગરીબોની હાય છે. આજે કેટલે ભીષણ કાળ આવી રહ્યો છે. મેઘવારીને તો પાર નથી. બહેને ગાય
મા પાવા તે ગઢથી ઉતર્યા મા કાળી રે.. એ મા તે પાવાગઢથી ઉતર્યા છે પણ અત્યારે મોંઘવારી ક્યાંથી ઉતરી છે?
માં દિલ્હી તે ગઢથી ઉતર્યા મોંઘવારી મા,
એ તો પરવર્યા ગુજરાત રે મોંઘવારી મા, દિલ્હીના દરબારમાંથી મોંઘવારી આવે છે. આજની રાક્ષસી મોંઘવારીમાં લોકો બિચારા પીસાઈ ગયા છે. શેઠાણીની આજે કડી સ્થિતિ આવી ગઈ છે. જેના આંગણે હજારો જીવો પોષાતા હતા તેમને આજે ઘરઘરમાં રોટલા માગવાને પ્રસંગ આવ્યો. શેઠાણું અનાજ લઈને આવી. બે ઈંટને ચૂલે બનાવ્યું. એક માટીનું વાસણ લઈ આવી, લાવેલા એ જ પથ્થરથી વાટીને લેટ કર્યો ને થોડું બળતણ લઈ આવી ચૂલો સળગાવી ભડકું બનાવવા મૂકવું. બાળકે કહે બા ! ઝટ ખાવું છે. હા બેટા ! હમણા થઈ જશે. બાળકોની સ્થિતિ જોઈ ને શેઠાણી રડે છે. હે ભગવાન! રોજ મેવા મિષ્ટાન્ન જમનારા, દૂધ પીતા સૂવે ને દૂધ પીતા ઉઠે એવા આ બાળકોને હું કેવી રીતે સાચવી શકીશ? અમે તે મોટા છીએ. દુઃખ વેઠશું, પણ આ બાળકનું શું! શેઠાણ રડી રહ્યા છે. ચુલા પર ભડકું બની રહ્યું છે. બાળકે તેની સામે મીટ માંડીને બેઠા છે. હવે શું બનશે તે અવસરે.
વ્યાખ્યાન નં-૧૭ શ્રાવણ સુદ ૨ ને શનિવાર
તા. ૧-૮-૮૧ સુજ્ઞ બંધુઓ, સુશીલ માતાઓ ને બહેને! અપાર એવા સંસારમાં પરિભ્રમણ કરતાં આ જીવને મહામુસીબતે માનવભવ મળે છે. જ્ઞાની પુરુષોએ સંસારને અપાર કહ્યો છે. અપાર કોને કહેવાય? જે વસ્તુને ઘણું મુશ્કેલીથી પાર પમાય તે અપાર કહેવાય. સરોવર એ અપાર નથી, કારણ કે સરોવરને પાર સહેલાઈથી પામી શકાય છે. સરોવરની માફક કાંઈ સાગરને પાર ન પમાય, તેથી અપાર કહેવામાં આવે છે, પણ સંસાર સાગરની સામે આ સાર ગાગર જેવો છે. માને કે તમારે અહીંથી અમેરીકા કે લંડન જવું છે તે સાગર તરે પડે છે ને? પણ આજના સાધનેથી તે તરી જવાય છે. પણ અનંતકાળ ગયો છતાં હજુ આ સંસાર સાગર તરાયો નથી,