________________
શારદા રત્ન
૧૫૯ શિવાજી જ્યારે રાજસિંહાસને બેસતા ત્યારે તેમની માતા જીજીબાઈ પડદાની પાછળ બેસતા, મારો દીકરો ઉગતી ઉંમરના છે. એ કદાચ ભૂલ કરે તે તેની ભૂલ સુધારી શકાય, માટે તેનું ધ્યાન રાખવા તે પડદાની પાછળ બેસતા. કેવી પવિત્ર માતા. તે સમયે લશ્કરના માણસે એક કન્યાને લઈને ત્યાં આવ્યા. શિવાજીને કહે છે મહારાજા ! અમે શત્રુ રાજા સાથે લડાઈ કરી તેમનું રાજ્ય જીતી લીધું છે, અને આ રૂપરૂપના અંબાર સમાન દેવકન્યા આપને માટે લઈને આવ્યા છીએ. જીજીબાઈ વિચારે છે કે હવે શિવાજી શું કહે છે તે સાંભળું. શિવાજી સિંહાસનેથી ઉભા થયા અને તે બાઈના પગમાં પડ્યા અને બોલ્યા-હે માતા ! તારું રૂપ-સૌંદર્ય અથાગ છે. તારું જીવન આદર્શ છે. શિવાજી
જ્યાં માતા શબ્દ બોલ્યા ત્યાં પડદામાં રહેલી જીજીબાઈનું હૈયું નાચી ઉઠયું. ધન્ય છે બેટા તને! આવા સુપાત્ર દીકરાને જન્મ આપી હું ધન્ય બની છું. મારો દીકરો મારું નામ દીપાવશે. આ શિવાજીનું નામ ઇતિહાસમાં સુવર્ણાક્ષરે અંકિત થયું. | મણિરથને ધિક્કાર આપતી મયણરેહા –મયણરેહાએ તેના જેઠને જોયા. તેના મનમાં ગુસ્સો આવ્યો. જરા પણ ડર રાખ્યા વગર તેમને કહે છે હે દુષ્ટ ! તારું આ વર્તન તને સારું લાગે છે? તમે પિતા સમાન છે, અને રાતના તમારા નાનાભાઈના બંગલે આવતા તમને લજજા કે શરમ નથી આવતી? પતંગિયું રૂપમાં પાગલ બને છે તેમ તું મારા રૂપમાં પાગલ બન્યો છે. પણ તે અપયશના કામી ! તને કોટી કોટી વારે ધિકાર છે. જેમાં રાજેમતીએ રહનેમિને કહ્યું હતું કે
धिरत्थु तेऽजसोकामी, जो तं जीवियकारणा ।
વરક્ત રૂછણિ ગાવું, સેવં તે મ મ દશ. અ, ૨. ગા-૭ હે અપયશના કામી ! તને ધિક્કાર છે. જે તું અસંયમી જીવન જીવવાને ઈરછ હોય અને વમેલને ગ્રહણ કરવા તૈયાર થયો હોય તે તારા માટે મરણ વધુ શ્રેયસ્કર છે પણ જીવવું શ્રેષ્ઠ નથી. તેમ અહીં મણિરથને મયણરેહા કહી રહી છે. તે કામાંધ ! જે તું તારી કામવાસનાને પોષવા મારા મહેલે આવ્યો છે તે હે અપયશના કામી! તને ધિક્કાર છે. કાગડા કૂતરા જેવા જીવન જીવનાર તને ધિક્કાર છે ! વમેલાને ગ્રહણ કરવા તૈયાર થયા છે એવા તને ધિક્કાર છે ! વમેલાને કોણ ખાય? કાગડા અને કૂતરા. તેમ તમારા લગ્ન થયા ત્યારે પંચની સાક્ષીએ તમે પ્રતિજ્ઞા કરી હતી કે આપ બધાની સમક્ષ હું જેની સાથે પરણ્યો છું તે મારી પત્ની, અને તે સિવાય જગતની તમામ સ્ત્રીઓ મારે માતા અને બેન સમાન છે, અને હવે તમે મને ઈચ્છો છો? તમને કાંઈ વિચાર નથી આવતો? જો તમે આવું જીવન જીવવા તૈયાર થયા હો તે તમારે માટે જીવન કરતાં મરણ વધુ શ્રેષ્ઠ છે. જેનામાં લજજા હોય તે આટલા શબ્દોથી ઠેકાણે આવી જાય, પણ લજજા ગઈ ત્યાં બધું ગયું.
મયણરેહા કહે છે તમે અહીંથી દૂર ચાલ્યા જાવ. નહીં તો શોરબકોર કરી લેકેને બેલાવી બધાની સમક્ષ ધિક્કાર આપ ફજેતી કરીશ. પણ આપ રાજા છો. આપના જ