________________
શારદા રત્ન
૧૫૭.
ચાલ્યા ગયા. છોકરાએ બાપની સમક્ષ પ્રતિજ્ઞા કરી. ડી વારમાં તે મોટાભાઈ પ્રાણપંખેરૂ ઉડી ગયું. જે કષાય અને વેરભાવ સાથે લઈને જાય તેને ગતિ પણ તેવી જ મળે ને? મોટેભાઈ મરીને દુર્ગતિમાં ચાલ્યો ગયો. નાનાભાઈને ખૂબ આઘાત લાગે. તે માથા પછાડતે ભાઈને ઘેર આવ્યા, નનામી પાસે જવા જાય છે ત્યાં ભત્રીજાએ કહ્યું-કાકા ! નનામીને અડશો નહિ. તમે અહીંથી ચાલ્યા જાવ. ના ભાઈ તે ચાલ્યા ગયા. દેરાણી તે જેઠાણીની પાસે જઈને બેસી ગઈ. જેઠાણને પોતાના પતિ મરી ગયાને એટલે આઘાત નથી એટલે આઘાત તે ઘેર લઈને ગયા તેને છે. મારા દિયર-દેરાણી કેટલા સારા છે. જેઠાણું દેરાણીને કહે છે સરલા! મારો છોકરો ભૂલ કરે, કદાચ અપમાન કરે તે તું તેને ગણકારીશ નહિ. તું મારી છે ને હું તારી છું. દેરાણીના મનમાં થયું કે આજે તે મને મારી મા મળી ગઈ, એ અપૂર્વ અવસર-આનંદ થયો. દિયર તે દીકરાના કહેવાથી ઘેર ચાલ્યા ગયા પણ દેરાણી અહીં હતી.
હિતી માની શિખામણ બધી ક્રિયા પતી ગયા પછી જેઠાણ તેના દીકરાને કહે છે. તું મારા ખેાળામાં આળો . મારું દૂધ પીધું તે આજે લજવવા ઉઠો છું આવા દીકરાની મા બનવા કરતાં વાંઝણી રહી હોત તો સારું હતું. બા, બાપુજીને આપેલું , વચન પાળવું પડે ને! દીકરા ! વચન સારા પાળવાના હોય, પણ કોઈનું ખૂન કરજે, કાકાની સાથે વૈર છોડીશ નહિ, આવા બટા પાપના વચન પાળવાના ન હોય. તારા પિતાની તેજી કુબુદ્ધિ થઈ પણ તારી બુદ્ધિ કયાં ગઈ છે? મને તે એમ થાય છે કે ઝેર પીને મરી જાઉં, તારા બાપનું વચન સારું નથી. કેઈ હિત શિખામણ આપે તે માનવાની, પણ બેટી શિખામણ તો છોડી દેવાની. જે કાકાની સાથે વૈર રાખીશ તે દુર્ગતિના નોતરા આવવાના. માતાની હિત શિખામણથી પુત્રની દષ્ટિ બદલાઈ ગઈ. તેણે કાકાની પાસે જઈને ક્ષમા માગી. પરિણામે વૈરના સ્થાને પ્રેમે સ્થાન જમાવ્યું. જે માતા પવિત્ર હતી તો વરનું વિસર્જન કરાવી સ્નેહનું સર્જન કરાવ્યું.
મણિરથ મયણરેહાના મહેલમાં આવ્યો છે ને કહે છે, તું બારણું ખેલ, હું તને રાજરાણું બનાવીશ. મણિરથને મયણરેહા પર રાગ થયેલ છે. તેને સતીના રૂપ પ્રત્યે રાગ જાગ્યો છે. જ્ઞાની સમજાવે છે કે સંસારના સુખને રાગ માનવીને બેભાન બનાવે છે. ને પિતાના સ્વરૂપને ભૂલાવે છે. તે દારૂ કરતાં વધુ ભયંકર ને ખતરનાક છે. દારૂ તે આ ભવને બરબાદ કરે છે, પણ સંસારના સુખને રાગ આ ભવ તથા પરભવને બરબાદ કરે છે. દારૂ પીધેલ માનવી સાનભાન ભૂલી જાય છે, તે પિતાની ચેતના શક્તિ ગુમાવે છે. તેના કરતાં વધુ નુકશાન સુખને રાગ કરે છે. સુખમાં માનવી અધર્મ, અન્યાય, અનીતિ આચરે છે. આત્માના જ્ઞાન, દર્શન, ચારિત્રને ગૂમાવે છે. સંસારના સુખના રાગમાં લીન બનેલે આમા દારૂડીયાની માફક પનીને પરાયી માને છે. પરાયીને પત્ની માને છે. તેવાને માર પડે તે ય તે ભાન રહિત બનેલ ગમે ત્યાં આળોટે છે. તેવા સંસારના રાગીને સુખનો નશો ચઢે છે. નશાના કેફમાં તે આત્માને ભૂલી જાય છે. આત્માની બરબાદી કરે