________________
૧૫૬
શારદા રત્ન જેવા થઈને જવું છે કે આકડાના ફૂલ જેવી જિંદગી જીવીને જવું છે? ભલે ઓછી જિંદગી જીવાય પણ જીવનની સુવાસ રહી જાય એવું જીવન જીવો. ગુલાબનું ફૂલ પોતે સુગંધ લે છે અને બીજાને સુગંધ આપે છે. ધૂપસળી બળીને બીજાને સુગંધ આપે છે. આપણે આપણું જીવન ગુલાબના ફૂલ જેવું અને ધૂપસળી જેવું મહેકતું બનાવીને જવું છે.
મોટાભાઈની ક્રૂરતા :-અહીં મેટેભાઈ બિમાર પડ્યો છે. નાનભાઈ અને તેની પત્ની સરલા ભાઈની ખબર કાઢવા જાય છે. બંનેના દિલમાં પવિત્રતા છે ભાઈના મકાનના બારણામાં દાખલ થાય છે. મોટાભાઈને ખાટલે બારણાની સામે હતો. તેણે નાનાભાઈ અને તેની પત્નીને સામેથી આવતા જોયા. આમ તો તે માંડ બેલી શકતો હતું, પણ નાનાભાઈ અને વહુને આવતા જોઈને તે બોલ્યો, તેમને ન આવવા દેશે. ન આવવા દેશે. મોટાભાઈની પત્ની કહે છે તમારે શું બાંધી જવાનું છે? પણ કષાય શું કરે છે? કષાય એટલે કષ + આય–જેનાથી સંસારને લાભ થાય તેનું નામ કષાય. મોટાભાઈની કેટલી તીવ્રતમ કષાય ! નાનભાઈ સામેથી ખબર લેવા આવ્યો ત્યારે કહે છે શા માટે આવ્યો ? એને કાઢી મૂકે. એને આવવા દેશો નહિ. દૂર કરો. પત્ની કહે છે નાથ! કેટલી જિંદગી જીવવી છે? વાદળાને વિખેરાતા વાર નથી. સંધ્યાના રંગને વિદાય થતા વાર નથી, તેમ આ જિંદગીના દિપકને બૂઝાતા વાર નહિ લાગે, માટે વર
ટા દે. મોટાભાઈ કહે તું શું સમજે? તું બેલીશ નહિ. દિકરાને કહ્યું તું જા અને તેમને કાઢી મૂક. દિકરો ગયો અને બારણું પાસે જઈને કહ્યું કે કાકા કાકી ! તમે અહીં “આવવાના અધિકારી નથી. તમે આવશે નહીં.
નાનાભાઈની પવિત્રતા - નાનભાઈ કહે, ભાઈ! મારે તારા ઘરનું પાણી પીવું નથી. એક કણ પણ ખાવો નથી. હું ધરતી પર બેસીશ પણ નહિ, પણ મારાથી કઈ ભૂલ થઈ ગઈ હોય ને તેથી એમને મન દુઃખ થયું હોય તો એમની પાસે જઈ મારી ભૂલની મારે માફી માગવી છે. જે હું માફી માંગુ નહિ તે મારો ભાઈ કાયમનું વર લઈને જાય. માટે મારે તેમની પાસે ક્ષમા માગવી છે. કાકાના આ શબ્દો સાંભળીને ભત્રીજાનું હૃદય પીગળી ગયું. તેણે તેના પિતા પાસે જઈને કહ્યું. કાકાને આપની પાસે ક્ષમા માગવી છે. માટે ક્ષમા માંગવા આવવા દે. મોટાભાઈ કહે તું એમને કાકા કહીશ નહિ. તેમને અંદર આવવા દઈશ નહિ. અને હું મારી જાઉં ત્યારે મારી નનામીને હાથ પણ અડવા દઈશ નહિ. મારા મરણ પછી તારે સગપણ રાખવાનું નહિ. ને તારા બારણે બેલાવવાના નહિ એવું તું જળ મૂક. જુઓ. જીવ, કેવું ભાતું બાંધીને જાય છે? તેની પત્નીના મનમાં ઘણું દુઃખ થાય છે કે મારા પતિ શું કરી રહ્યા છે? તેમને સમજાવવા છતાં વિર મૂકતા નથી.
કવાયના કારણે દુર્ગતિ - નભાઈ અને તેની પત્ની તે ફરથી નમસ્તે કરીને