________________
૧૫૮
શારદા રત્ન છે. જે આત્મા ઉર્ધ્વગમન માટે સમર્થ છે તેને અધોગતિએ લઈ જાય છે. સુખને રાગ રોગ સમાન છે.
સંસારના સુખને રાગ માનવીને ભ્રમ ઉત્પન્ન કરે છે. સંસાર સુખના રાગના અતિરેકથી ભય જન્મે છે. ભય માનવને ભવ ભ્રમણ કરાવે છે. વેપારીને ભાવતાલને ભય હોય છે. માનવી સાત ભય વચ્ચે ભીંસાયેલો છે. કેઈને ભૌતિક ભય છે. કેઈને વૈચારિક ભય છે. આ બધા ભય કરતાં જે માનવીને પાપને ભય લાગી જાય તે તેને બેડો પાર થઈ જાય. પાપને ભય લાગે તે તે પાપ કરતો અટકી જાય. પાપ કરતાં અટકે તે દુઃખનું આક્રમણ ઢીલું પડે ને સાચા સુખની ઝાંખી થાય. બળભદ્ર નિષ્પાપી હતા. તેઓ જૈનશાસનના અણગાર બન્યા, સંસારના સુખના રાગ પ્રત્યે અભાવ થયે. તે અભાવે તેમને અભય બનાવ્યા. તેઓ જંગલમાં સિંહ, વાઘ વચ્ચે અભય રહી શક્યા. એટલું જ નહિ પણ સર્વેને અભય બનાવી શક્યા. અભય જીવન તે સાધુનું જીવન, તેમને જન્મ મરણનો ભય ન હોય. તેઓ જન્મને મહાભયંકર રોગ સમજી તેમાંથી મુક્ત બનવા સતત પ્રયાસ કરે છે.
સંસારી સુખના રાગને અતિરેક માનવીને અધઃપતનની ગર્તામાં ફેંકી દે છે. વિષયના રાગમાં તન, મન અને ધનનું સત્યાનાશ વાળી રહ્યો છે. ને આત્માનું નિકંદન કાઢી રહ્યો છે ત્યાં વિષયકામનાઓ સ્થાન જમાવે છે. ને તેમાંથી અસંતેષની જવાળા ભભૂકે છે ને
માં પતંગીયાની જેમ અનેક માનવીઓ બળીને ભસ્મીભૂત બને છે. પોતાની ઈચ્છાઓ ન '? સ તેષાય તે આપઘાત કરે છે. ઈચ્છાઓ સંતોષાય તે તેને સંનિપાત થાય છે. *. રાગ એ ભયંકર ધરતીકંપ -ધરતીકંપ અનેક રીતે વિનાશક છે. ધરતીકંપ થાય ત્યારે પર્વત ત્યાં સમુદ્ર અને સમુદ્ર ત્યાં પર્વતે થઈ જાય છે. માનવીનું હજારો વર્ષોનું સર્જન ધરતીકંપ એક ક્ષણમાં વિસર્જન કરી નાંખે છે. આવા ભયંકર ધરતીકંપ કરતા અતિ ભયંકર, સમર્થ અને શક્તિમાન સંસારના સુખને રાગ છે. આ રાગને ધરતીકંપ આત્માની અનંત ભવની કમાણીને નાશ કરે છે. આવા ધરતીકંપ ન થાય તે માટે સંસારના સુખે પ્રત્યે રાગ વધારશો નહિ. તેને શાંત કરવા માટે તેના પ્રત્યે અભાવ કેળવો. રાગને અભાવ અભયને જન્મ આપશે. તેથી પાપને ભય નાબૂદ થશે. પાપનું મૂળ આહાર સંજ્ઞા નાશ થતાં અનાહારી પદની ઝાંખી થશે. તેની ઝંખના જન્મમાંથી મુક્તિ અપાવશે. મહાન રોગ જન્મનું નિવારણ થાય તે આત્મા પરમ જ્યોતિ પરમ પદને પામીને જન્મના મહારોગમાંથી મુક્તિ મેળવશે. માટે જે મુક્તિપદને મેળવવું હોય તો સંસારના રાગને ત્યાગ કરો.
સંસાર સુખ મેળવવાના રાગમાં પાગલ બનેલો મણિરથ મયણરેહાને મેળવવા મધરાતે સતી મહેલે આવ્યો. સતી તેને ફિટકારી રહી છે. પરાક્રમી બળવાન રાજા વિષયવાસનાને પિષવા માટે એક સ્ત્રી પાસે આટલું કરગરે ? સજ્જન માણસો કયારે પણ આવી અધમતા ન સેવે. તે શૂર, વીર, ધીર હોય છે. તેવા વીર પુરુષના નામ ઈતિહાસના પાને અમર બન્યા છે,