________________
ર
શારદા રત્ન
નહી' કટુ', આપ પ્રસન્નતાપૂર્વક યુદ્ધમાં પધારે। અને વિજય પ્રાપ્ત કરી જલદી પાછા ફરા હું આપને એટલું કહુ છું કે, તમારી પાસે બીજી સામગ્રી રહે, કે ન રહે. પણ આપ ધ ને અને પ્રભુને ભૂલશેા નહિ. પ્રભુને અને ધર્મને હમેશા યાદ રાખજો. યુદ્ધના સમયે સેના ઘણીવાર નિરપરાધીઆને મારી નાખે છે, ને પ્રજાને લૂટી લે છે. જો તમે સેના ઉપર ખરાબર ધ્યાન ન રાખેા તા લેાકેા ઉપર અત્યાચાર થાય છે, તે આપ ખાસ ધ્યાન રાખશે કે અહિંસા જ મારુ' જીવન છે. હિંસા પાપ છે, યુદ્ધના સમયે મરણના ડર રાખશેા નહિ, ને પ્રભુને ભૂલશે નહિ. મયણુરેહા યુગમાહુને કહી રહી છે. હું' પણ આપને કહું છું કે જીવનમાં કયારે પશુ ધર્મને કે પ્રભુને ભૂલશો નહીં. મૃત્યુ ગમે તે સમયે આવે પણ પ્રભુને સદા યાદ રાખજો. છેવટે હિંમતથી મયણરેહાએ યુગમાહુને વિદાય આપી. યુગબાહુ ચાલ્યા, સાથે સેના લીધી ને સાથે ધર્મને પણ રાખ્યા છે.
યુગમાહુના પડેલા પ્રભાવ :—તેના મનમાં તે એવા પવિત્ર વિચારે છે કે હું રાજાઓનું દમન કરવા ચાહતેા નથી, પણ તેમનામાં જે અન્યાય, અનીતિ વિગેરે છે તેમનું દમન કરીને ન્યાય નીતિના માર્ગે ચઢાવવા ઈચ્છું છું. આ બાજુ જે લોકોએ ઉપદ્રવ મચાવ્યા હતા અને જેએ મણરથની આણુ માનતા ન હતા, તેમણે તથા તેમની પ્રજાએ સાંભળ્યું. કે યુવરાજ યુગમાહુ સેના લઈને આવી રહ્યા છે. અને તેમણે તેની સેનાને એવી આજ્ઞા આપી છે તમારે કાઈની હાનિ કરવી નહિ. અને કાઈ ઉપર અન્યાય કે અત્યાચાર ગુજારવો નહિ. આ માણે સાંભળીને શત્રુએ વિચારવા લાગ્યા કે યુવરાજ આવા નીતિનિપૂણ અને ધર્મિષ્ઠ છે પંતુ આપણે આણી મૂર્ખતાથી તેમની વિરુદ્ધ ચાલીને વિદ્રોહ કર્યાંકરીએ છીએ. જે થયું તે થયું, પણ હવે ખોટા માર્ગ છેડીને સન્માર્ગે આવવું જોઇએ. આ પ્રમાણે વિચાર કરીને વિદ્રોહીએ યુવરાજની સામે આવ્યા, યુવરાજે વિદ્રોહીઓને કહ્યું કે તમે પ્રજાના રક્ષક છે અને અમે તમારા રક્ષક છીએ, પશુ અમે તમારું રક્ષણ ત્યારે કરીએ કે જ્યારે તમે આ પ્રજાની રક્ષા કરે. યુગમાહુએ આ પ્રમાણે વિદ્રોહીઓને સમજાવીને તેમની સાથે સ્નેહ-પ્રેમ સબંધ જોડી દીધા. આ પ્રમાણે તેણે યુદ્ધને બદલે પ્રેમથી જીતી લીધા. યુગબાહુએ કટ્ટર શત્રુઓને પણ પ્રેમથી જીતી લીધા. જે પાતે વિનીત હોય છે તે ખીજાને પણ વિનીત બનાવે છે, અને જે અવિનીત હાય છે તે બીજાને અવિનીત બનાવે છે.
મણુિથની કુબુદ્ધિમાં સાથ આપતી દાસી :–આ બાજુ અવિનીત મણિથ પાતે ચારિત્રથી ભ્રષ્ટ થઈ રહ્યો છે, ને ખીજાને પણ ભ્રષ્ટ કરવાના પ્રયત્ના કરી રહ્યો છે. યુગબાહુ લડાઈમાં નીકળ્યા ત્યારે મણિરથ મનમાં વિચારવા લાગ્યા કે હું' કેવો બુદ્ધિમાંન અને ભાગ્યશાળી છુ. મે' જે કરવા ધાર્યું' હતું તે કર્યું. આખરે મારી ધારણા સફળ થઇ. યુગબાહુ યુદ્ધમાં ગયા છે. હવે મયણુરેહાનેકાબૂમાં લેવી મુશ્કેલ નથી. મણિરથે પેાતાની દાસીને કહ્યું કે તું જાણે છે ને કે મેં શા માટે યુગબાહુને યુદ્ધમાં માકલ્યા છે ? દાસીએ ક્યું, કાંઈ રહસ્ય હાવું જોઇએ. પણ શુ છે તે આપ કહેા. મણિરથે પોતાની દાસીને કહ્યુ, તે મયણરેહાને જોઈ છે ને ? હા. તે તેા અપ્સરાને પણ શરમાવે એવી રૂપસુંદરી છે. દાસી ! એ જ રૂપસુંદરીનું મારે કામ છે. શું મારૂ તે કામ તુ પાર પાડી શકીશ ? દાસીએ