________________
શારદા રત્ન
કહ્યું મહારાજા ! હું ધારું તે આકાશમાંથી તારાને પણ લાવી શકું છું. તે આ તો સાધારણ કામ છે. આ કામ કરવું એ તે મારા ડાબા હાથની વાત છે. તમારી આશાને જરૂર પૂરી કરી શકીશ. માણસ એક તે ખરાબ કાર્ય કરવા તૈયાર થાય, ને પછી તેમાં હરખાય છે; પણ તેને ક્યાં ખબર છે કે કર્મો ભેગવવાના આવશે ત્યારે બાપલીયા બેલી જશે. દાસીના શબ્દો સાંભળીને રાજા પૂછે છે, આ કાર્ય કરવા માટે તારે કઈ કઈ વસ્તુઓની જરૂર છે? મહારાજા ! સ્ત્રીઓને વસ્ત્રાભૂષણ પર જેટલો પ્રેમ હોય છે તેટલે બીજા કોઈ પર હૈ નથી. માટે આપ તે વસ્તુઓની સગવડ કરાવી આપ, પછી જુઓ કે મયણ રેહાને હું કેવી રીતે આપની બનાવી આપું છું.
ઇચ્છાની પૂતિ કરવા મણિરથની યુક્તિ કામમાં અંધ બનેલા મણિરથ રાજાએ ખજાનામાંથી સુંદર વસ્ત્રાભૂષણે કાઢી આપ્યા, અને પકવાન પણ મંગાવી આપ્યા. દાસી કહે બસ, હવે કાંઈ ખામી નથી. આ સામગ્રીથી મયણરેહાને તે શું અરે દેવાંગનાને પણ વશ કરી શકાય. મણિરથ માને છે કે હવે મારું કામ થઈ જશે. દાસી વસ્ત્રાભૂષણના બે થાળ અને એક પકવાનને એમ ત્રણ થાળ ભરેલા લઈને મયણરેહાના મહેલમાં આવી અને તેને કહ્યું કે આ તમારા જેઠે તમને ભેટ મોકલી છે. તમે આ દાગીના, વસ્ત્રો પહેરે અને મીઠાઈઓ ખાઓ, તે મારી મહેનત અને તમારા જેઠની ઇચ્છા સફળ થાય. મયણરેહા વિચાર કરે છે, શા માટે રાજાએ ત્રણ થાળ મને મોકલ્યા હશે? અત્યાર સુધી મારા જે. કઈ દિવસ આવી ભેટ મેકલી નથી તે આજે શા માટે મેકલી હશે? મારા જેઠ એટલે અમારા પિતા સમાન. એમની ભાઈ પ્રત્યે અનન્ય લાગણી છે તેથી એમ થયું હોય કે નાને ભાઈ યુદ્ધમાં ગયે છે એ પાછો ન આવે ત્યાં સુધી મચણરેહાને કઈ વસ્તુની જરૂર પડે તે શું કરે ! એ માટે તેને ઓછું ન આવે. વળી તે ગર્ભવતી છે માટે તેના મનસૂબા પૂરા કરવા જોઈએ, માટે આ મોકલ્યું હશે એમ સમજીને સ્વીકાર કર્યો, અને દાસીને કહ્યું-તું જેઠને મારા વંદન કહેજે અને કહેજે કે આપે મારા માટે જે પ્રસાદ મેકલ્યો છે તે આપે મારા પર કૃપા કરી છે. આપે મેકલેલ સામગ્રીને પ્રસાદ માની સ્વીકાર કરું છું.
મયણરેહાએ આ વસ્તુને સ્વીકાર કર્યો ત્યારે તેને એવી કલ્પના પણ ન હતી કે જેઠની દુષ્ટ બુદ્ધિ થઈ છે કે તેના મનમાં કોઈ પ્રકારનું પાપ છે! મયણરેહાએ વસ્તુને સ્વીકાર કર્યો. દાસીએ જઈને વાત કરી. રાજાના મનમાં થયું કે ઠીક, ખીલી તે વાગી. તેમણે દાસાને પૂછ્યું કે મયણરેહાએ કયા ભાવે તે ભેટ સામગ્રીને સ્વીકાર કર્યો? શું તે મારી વાત તેને જણાવી હતી ? મહારાજા! આવી વાત શું સ્પષ્ટ કહેવાય ખરી ? તમારી ભેટને સ્વીકાર કર્યો તેથી એમ લાગે છે કે તે આપને ચાહે છે. મણિરથ દાસીને કહ્યું. આ પ્રમાણે સમજી લેવું એ બરાબર નથી. રાજા કહે દાસી ! ફરી વાર થાળ લઈને જા. હવે ફરી વાર જશે ને શું બનશે તેના ભાવ અવસરે.
ચરિત્ર -સાગરદત્ત શેઠ ધર્મમાં કેટલા દઢ છે! ધર્મસંકટ આવ્યું છે છતાં જરા પણ ગભરાતા કે મુંઝાતા નથી. તેમનું ચરિત્ર સાંભળીને આપણે પણ આપણા