________________
શારદા રત્ન | સંસારી છે મંગલ કોને માને છે. પોતાને ત્યાં પુત્રને જન્મ થાય, નવા મકાનનું વાતું કરે, દીકરાના લગ્ન થાય અને ધનની પ્રાપ્તિ થાય તેને મંગલ માને છે, પણ આ મબલ શાશ્વત નથી. મંગલ કેને કહેવાય? મંગલ શબ્દનો અર્થ કરતાં મહાપુરુષો કહે છે કે મંગલ મહાન વસ્તુ છે. જે જીવને સુખ અને શાંતિ અર્પે છે. મંગલ શબ્દના ત્રણ અક્ષર મહા અર્થથી ભરેલા છે. મેં એટલે મનારિ વિદનમ” જે વિઘો નાશ કરે તે મંગલ કહેવાય. દુઃખમાં પડેલા માનવીની મોટામાં મોટી ઈચ્છા પિતાના દુઃખને દૂર કરવિાની હોય છે. કેઈ માણસ ભયંકર રોગથી પીડાતા હોય તો તેને ખાવાપીવાની કે બીજી કઈ ખાસ ઈચ્છા હોતી નથી. તેની તો માત્ર એક જ ઈચ્છા હોય છે કે ક્યારે હું આ રોગમાંથી મુક્ત થાઉં? આ રીતે જગતના દરેક જીવોની ઈરછા સુખ મેળવવાની ને દુઃખ ટાળવાની હોય છે. મંગલને બીજો અક્ષર છે “ગ”-ગમયતિ સુખમ એટલે કે જે અનેક પ્રકારની સુખસામગ્રીને પ્રાપ્ત કરાવે. દુઃખ નાશ થયા પછી માનવીની ઈચ્છા એ હોય છે કે મને સુખ મળે. આ રીતે મંગલ દુઃખનું નિવારણ કરે છે ને સુખને પ્રાપ્ત કરાવે છે. મંગલને ત્રીજો અક્ષર છે “લ” “લાલયતિ સુખમ” એટલે જે સુખનું લાલનપાલન કરે. સુખ આવ્યા પછી એ કદી જાય નહિ એ માનવીની મોટામાં મોટી ઈચ્છા હોય છે અને એની પૂતિ આ મહામંગલ રૂપ ધર્મથી થાય છે. દુઃખને નાશ, સુખની પ્રાપ્તિ અને સ્થિરિકરણ એ ત્રણ છાઓને સંતોષવા માટે ભાવમંગલ રૂપ ધર્મ સમર્થ થાય છે કે જે સુખ આવ્યા પછી
નહિ અને સદા ટકી રહે. આવું સુખ મેક્ષ સિવાય આ સંસારમાં બીજે કયાંય મળવું સંભવ છે. આ રીતે ધર્મનું મહત્ત્વ જાણીને એના વાસ્તવિક સ્વરૂપને ઓળખવું પડશે. * ધર્મ તે મહાન વસ્તુ છે. સાચા ધમીના તે રોમેરેામમાં ધર્મ વ્યાપ્ત હોય. ભલે તે વહેપાર કરવા બેઠો હોય, લગ્નના પ્રસંગમાં હાજર હોય, કે દુન્યવી કાર્યો કરતો હોય, પણ બધામાં તે ધર્મને આગળ રાખે. કેઈ પણ સ્થિતિમાં એ ધર્મને ન ભૂલે. એ તે ધર્મની રક્ષા ખાતર પ્રાણ દેવા પડે તે પ્રાણ દેવા તૈયાર હોય. આવા ધર્મની મહાન પુ એ ઠેર ઠેર પ્રશંસા કરી છે. આ ધર્મ મહામંગલનું કારણ બને છે. આ ધર્મ જેની પાસે હોય એના જીવનમાં સુખ અને શાંતિ હોય છે. આ ધર્મ આત્માને મોક્ષમાં પહોંચાડે છે.
- આપણા અધિકારમાં મણિરથે ક્વટ કરીને યુગબાહુને યુદ્ધમાં મોકલ્યો. તેના અંતરમાં મેલ ભર્યો છે. મયણરેહાના મેહમાં મુગ્ધ બનેલે મણિરથ પાપના વિચારો કરી રહ્યો છે. દુનિયામાં વિષમમાં વિષમ પાપે હોય તે પરસ્ત્રીગમન છે. દેવાનુપ્રિયે ! બ્રહ્મચર્ય વ્રત લેવાય તે સારી વાત છે. પણ ન લઈ શકતા હો તે સ્વદારા સંતોષીએ એટલું તે રાખજે. મયણરેહાના રૂપમાં પાગલ બનેલા મણિરથને કામનો કીડો સતાવી રહ્યો છે. તેથી તેણે દાસી મારફત વસ્ત્રોના, દાગીનાના અને પકવાનોના એ ત્રણ થાળ કલ્યા. મણિરથને પિત ગણીને મયણરેહાએ તે વસ્તુનો સ્વીકાર કર્યો, પણ મણિરથે તે જુદો અર્થ ઘટા. આઠ કર્મોમાં મેહનીય કર્મ પ્રધાન છે. આ જીવ ત્રીસ પ્રકારે મહામહનીય કર્મ બાંધે છે. આઠ કર્મોમાં સૌથી વધુ સ્થિતિ મોહનીય કર્મની છે. મયણરેહાના રૂપમાં, મેહમાં