________________
શારદા રત્ન
૧૪૩ "
પુણ્યની બલીહારી –સાગરદત્ત શેઠની બધી લક્ષમી ઉદયચંદ્ર-શેઠને ત્યાં આકાશમાંથી ઉતરીને કબાટમાં, તિજોરીમાં ભરાવા લાગી. સોના ચાંદીના વાસણે બધા આકાશમાંથી ઉતરી ઘરમાં દાખલ થયા. આ શેઠ લઈને રાજી થાય તેવા ન હતા. તેઓ વિચાર કરે છે કે આ બધી લક્ષમી કેની હશે? સોનાના ૫૦૦ થાળ પણ ઉડીને આવી ગયા. શેઠ વિચાર કરે છે કે દીકરીને પુણ્યથી આ બધી લમી આવી છે, માટે તેના લગ્ન ખૂબ ધામધૂમથી કરવા છે. શેઠે તો આખું ગામ શણગાર્યું. નગરની સારી જનતાને આનંદ છે. શેઠે નગરની પ્રજાને જમવાનું આમંત્રણ આપ્યું છે. નોકરીને કહ્યું કે આપણું ગામમાં કઈ પણ ગરીબ, દુઃખી માણસ જમ્યા વગર ન રહેવું જોઈએ. અને આપણી ધર્મશાળામાં પણ જે મુસાફરો હોય તે બધાને જમવા આમંત્રણ આપી આવ. આ રીતે બધાને ખૂબ પ્રેમથી જમાડ્યા. ખૂબ ઉત્સાહપૂર્વક દીકરીના લગ્ન પતી ગયા.
સાગરદત્ત શેઠ અને તેમનું કુટુંબ પણ આ જ નગરીના પાદરમાં આવીને બેઠું છે. તેઓ ગામમાં નથી ગયા. તેમના બંને બાળકોને ભૂખ સખત લાગી છે. એક દીકરો કહે, બા દૂધ આપે. તો બીજે કહે મારે પંડા ખાવા છે. દૂધ પીતા સૂવે ને દૂધ પીતા ઉઠે તે બાળકોને શી ખબર પડે કે અત્યારે દૂધના સાંસા છે! તે પેંડા તે લાવવા * જ કયાંથી? બંને બાલુડા રડે છે. શેઠ કહે અરે કર્મ રાજા ! તારી તે બલિહારી છે, હજુ હું જીવતે બેઠો છું અને છોકરાઓને આવા દુઃખ વેઠવાના આવ્યા ? આમ મનમાં કર્મને દોષ દેતા બેઠા છે. બાળકે ખાવાનું માંગે છે. હવે શું બનશે તે અવસરે.
વ્યાખ્યાન નં. ૧૫ અષાડ વદ અમાસ ગુરૂવાર
તા. ૩૦-૭-૮૧ સુજ્ઞ બંધુઓ, સુશીલ માતાઓ ને બહેનો ! અનંત જ્ઞાની ભગવંતોએ માનવ– .. જીવનને સર્વશ્રેષ્ઠ અને સર્વયેષ્ઠ કહ્યું છે. અહીં પ્રશ્ન થશે કે મનુષ્યજીવનને જ શા માટે ?. સત્તા, સંપત્તિ અને મહત્તા આ ભૌતિક સાધનોથી શું મનુષ્ય જીવનનો મહિમા વર્ણવાયો છે? ના. જે એમ હોત તે સંસારના ઈતિહાસમાં રાવણ, કંસ અને દુર્યોધન મનુષ્યની પંકિતમાં તે મેટા ગણાતા હતા, પણ દુનિયા તેને મનુષ્ય ન કહેતા રાક્ષસ અને પિશાચ તરીકે ઓળખાતી હતી. તે યુગના તે સમ્રાટો પાસે સત્તા, સંપત્તિ અને મહત્તાની શી કમીના હતી ! ધન અને વૈભવ તો તેમની પાસે અઢળક હતા, છતાં પણ સાચા અર્થમાં તેઓ મનુષ્ય ન હતા. એથી તેમનું જીવન મનુષ્ય જીવનની શ્રેષ્ઠતા અને જયેષ્ઠતાની શ્રેણીમાં આવી શકતું નથી.
મનુષ્ય જન્મની શ્રેષ્ઠતા અને જેષ્ઠતાનો મૂળ આધાર છે ત્યાગ, વૈરાગ્ય અને તપશ્ચર્યા. જે જીવનમાં ત્યાગની ચમક, તપશ્ચર્યાની દમક, અને વૈરાગ્યની ઉજજવળતા હોય તે તે જીવન એક તેજસ્વી જીવન છે. દરેક મનુષ્ય આત્મા તરફ દષ્ટિ કરીને જેવું જોઈએ કે તેના હૃદયમાં સહિષ્ણુતા કેટલી છે? ઉદારતા અને સંતોષ કેલે છે ? જે.