________________
૧૪૪
શારા ૨ આ સદ્દગુણ તેનામાં હોય તે સમજવું જોઈએ કે તે સાચે માનવ છે. સ્નેહ, સદુભાવ અને સમતાને મધુરો પ્રવાહ જેના અંતર રૂપી પર્વતથી કલકલ કરતો રહે છે તેનાથી આગળ વધીને સંસારમાં બીજે કે મનુષ્ય હશે ? શાસ્ત્રકારે મનુષ્ય જીવનની શ્રેષ્ઠતા એટલા માટે કહી છે કે મનુષ્ય પોતાના જીવનને જેવું ઈરછે તેવું બનાવી શકે છે. પિતાના જીવનને નવ વિકાસ અને નિર્માણ કરી શકે છે. આત્મામાં સૂતેલી ઈશ્વરી ભાવનાને સાધના દ્વારા જાગૃત કરી શકે છે. કામ, ક્રોધ, અને મોહ તથા વિકારોને દૂર કરી શકે છે. માનવ જીવનની મહત્તા શ્રેષ્ઠતા ત્યાગ, વૈરાગ્ય અને નેહ સદ્દભાવમાં છે. ત્યાગ અને વૈરાગ્યથી તે પિતાના આત્માને મજબૂત-દઢ બનાવી શકે છે, અને સ્નેહ તથા સદભાવથી તે પરિવાર, જ્ઞાતિ, સમાજમાં પ્રશંસનીય બને છે. જેટલા અંશમાં મનુષ્યની ચેતના વ્યાપક અને વિરાટ બને છે, તેટલા અશમાં મનુષ્ય પોતાના વિરાટ સ્વરૂપની તરફ અગ્રેસર થાય છે.
જ્ઞાની પુરૂષો કહે છે કે તારુ આ પવિત્ર જીવન જેને દેવો પણ વખાણે છે, એવું જીવન પતનના ખાડામાં સડવા માટે નથી મળ્યું, પણ ઉત્થાન કરવા માટે મહ્યું છે. ભગવાન મહાવીરની વિરાટ ચેતના માત્ર જીવન પૂરતી જ અટકીને રહી ગઈ નથી પણ તે માણસના જીવનના અણુ અણુ સુધી પહોંચે છે. ભારતના મહાપુરૂષો તે કહે છે કે મનુષ્ય દેવ છે, મનુષ્ય ભગવાન છે. જે તે સીધા રસ્તા પર ચાલે છે તો તે દેવ અને ભગવાન છે, અને ઉલ્ટા રસ્તા પર ચાલે તે તે શેતાન, રાક્ષસ અને પિશાચ રૂપ છે. નરકમાં જેવું, સ્વર્ગમાં જવું કે મોક્ષમાં જવું એ મનુષ્યના પિતાના હાથમાં છે. જે તેના આત્મામાં સૂતેલું દેવત્વ જાગૃત થઈ જાય તે તેના અંતરમાં અહિંસા, પ્રેમ, કરૂણ અને સદ્દભાવના આદિ ગુણે ખીલે છે, ત્યારે તેની ચેતના પણ વિરાટ થઈ જાય છે. અને જે તેને આત્મામાં છેષ ક્રોધાદિ ચાર કષાય, ધૃણા અને વિષમતા આદિ દુર્ગાનું સ્થાન હોય છે તે તેના સંસારમાં અશાંતિ અને તેફાને ખડા થઈ જાય છે.
જૈનદર્શન કહે છે કે મનુષ્ય જીવન દ્વારા ભવ્યાત્મા પરમાત્મા બની શકે છે. ભક્ત ભગવાન બની શકે છે અને નરમાંથી નારાયણ બની શકે છે. માટે માનવ જીવન અમૂલ્ય છે. માનવી સંસાર-સાગરમાં અનેક પ્રલોભને અને લાલચે વચ્ચે રહીને જીવતે જ છે. ભૌતિક ચીજ વસ્તુઓના બંધનમાં બંધાવાથી માનવને સાચી આધ્યામિક શાંતિ પ્રાપ્ત થતી નથી. આથી આ અમૂલ્ય ભવ પણ અશાંતિ, દગા, પ્રપંચ, અને મહ- માયાના આવરણમાં લપેટાઈ જાય છે, અને માનવને મુકિતના માર્ગને ભવ્ય પ્રકાશ મળતું નથી. શ્લોકમાં કહ્યું છે કે....
किं दुर्लभ ! तृ जन्म, प्राप्येदंभवति किं च कर्तव्यम् ।
आत्महितमाहितंसंगत्यागो, रागश्च गुरुवचने ॥ * દુર્લભમાં દુર્લભ કઈ ચીજ છે? મનુષ્ય જન્મ. આ જન્મ મેળવીને શું કરવું જોઈએ? આત્મહિત, કુસંગને ત્યાગ અને સદ્દગુરૂની વાણી પ્રત્યે પ્રેમ, આ જીવનની