________________
૧૩
શારદા રત્ન નદીઓ આવે ને દરિયામાં પાણી નાંખે છતાં દરિયો કયારે પણ નથી કહેતે કે હવે જરૂર નથી. બીજે ખાડે છે સ્મશાન. સ્મશાનમાં બાલ ગયા, યુવાન ગયા ને વૃદ્ધ ગયા. બધાની ત્યાં રાખ થઈ ગઈ, છતાં સ્મશાનને ખાડે ખાલી થતું નથી. ત્રીજે ખાડે પેટનો. અહીં બેઠેલા બધા સવારમાં ચા-નાસ્તો બધું ખાઈને આવ્યા. જે આત્માઓએ તપની સાધના કરી છે તે તો મહાન છે. બાકી બધા શું કરીને આવ્યા? બેલે, અનુભવીઓ કહે છે પહેલે પહોરે ચા-પાણી, બીજા પ્રહરે માલપાણી, ત્રીજે પ્રહરે સોડ તાણી અને જેના દિવસના ત્રણ પ્રહર આ રીતે જતા હોય ને આત્મસાધના કંઈ કરતા ન હોય તે ચોથા પ્રહરે એનું જીવન ધૂળધાણી.
ચોથો ખાડો છે તૃષ્ણાને. અમારી બેન પાસે કેટલીય સાડીઓ કબાટમાં ભરી હોય, દાગીનાના કેટલા સેટ હોય છતાં જ્યાં નવી સાડી દેખે કે દાગીનાને ન સેટ દેખે ત્યાં એને લેવાનું મન થઈ જાય. તૃષ્ણને ખાડો પૂરવો મુશ્કેલ છે. ઉત્તરાધ્યયન સૂત્રના ૨૩ મા અધ્યયનમાં કેશી દવામી ગૌતમ સ્વામીને પૂછે છે કે હૃદયની અંદર ઉત્પન થયેલી લત્તા જેનું ફળ વિષનાં સમાન છે, આપે તે લત્તાને કેવી રીતે ઉખાડીને ફેંકી દીધી? ગૌતમસ્વામીએ કહ્યું કે મેં તે લત્તાને મૂળમાંથી ઉખેડીને ફેંકી દીધી છે તેથી હું ન્યાયપૂર્વક વિચરું છું અને તે વિષ રૂ૫ ફળના ભક્ષણથી મુક્ત થઈ ગયો છું. કેશી સ્વામીએ ફરીને ગૌતમસ્વામીને પૂછયું કે તે લત્તા કઈ છે?
भवतण्हा लया वुत्ता, भीमा भीमफलोदया।
तमुच्छितु जहा नाय, विहरामि महामुनी ॥४८॥ હે મહામુનિ ! આ સંસારમાં તૃષ્ણ રૂપ લત્તા છે. જો કે તે ઘણું ભયંકર છે અને ભયંકર ફળને આપનારી છે. તેને ન્યાયપૂર્વક છેદીને હું વિચરું છું. આ સંસારમાં તૃષ્ણ રૂપી વિષ લત્તા છે, તેને જિન પ્રવચન દ્વારા મારા હૃદયમાંથી ઉખાડીને ફેંકી દીધી છે. તેથી હું આનંદપૂર્વક વિચરું છું. સંસારના સર્વ દુઃખોનું મૂળ તૃષ્ણા છે. જેણે તૃષ્ણાને જીતી છે તેને મેહ નડતો નથી. જેને લોભ નથી તેને તૃષ્ણા નથી. જેને પરિગ્રહ નથી, જે અકિંચન છે તેને લોભ નથી.
મયણરેહાને ફસાવવાના પ્રયત્નો : મણિરથે મયણરેહાને પોતાની બનાવવા દાસીને બીજી વાર મોકલી ને કહ્યું તું કઈ પણ રૂપમાં મારો ભાવ તેની સામે રજુ કરજે, અને જ્યારે તે મારો ભાવ જાણ્યા પછી ભેટ સામગ્રીને સ્વીકાર કરે અને મને બેલાવવાનો વિચાર પ્રગટ કરે ત્યારે તું મને કહેજે. રાજાના કહેવાથી દાસી ફરીવાર મયગુરહાના મહેલે આવી, અને લાવેલી વસ્તુઓ આપતા કહ્યું. આપને જેઠે ફરીવાર મેકલી છે. મયણરેહા સમજી ગઈ કે આ ભેટ મોકલવામાં કાંઈ ભેદ જણાય છે. પહેલા જે ભેટ મોકલી છે તે એટલી બધી છે કે તે હજ પૂરી થઈ નથી, ત્યાં આ બીજી સામગ્રી શામાટે મોકલી હશે? એટલે દાસીને પૂછે છે તું ડા દિવસ પહેલા ભેટ સામગ્રી લાવી હતી ને આજે થોડા દિવસમાં ફરી વાર કેમ લાવી ? તને ખબર નથી કે મારો પતિ પરદેશ ગયે છે. પતિવ્રતા પત્નીએ પતિ પરદેશ ગયા હોય ત્યારે સ્વાંગ સજે નહિ.