________________
૧૧૮
શારદા રત્ન
શાંતિનું નામ નિશાન જોવામાં આવતું નથી. આ અશાંતિથી ખચવાને માટે ભગવાને અહિસાના ઉપદેશ આપ્યા છે. અહિંસા એવી સંજીવની છે કે દુઃખથી બેભાન બનેલા જીવાને નવજીવન આપે છે. અહિંસા એવી રામબાણ ઔષધિ છે કે જેનુ' સેવન કરવાથી અશાંતિ રૂપી રાગ નષ્ટ થાય છે. અહિંસા અમૃત છે ને હિંસા વિષ છે. હિંસાના વિષથી દૂર રહી અહિંસાનુ. અમૃત પાન કરવાથી જીવાત્મા નરકગતિ જેવા ભયંકર દુઃખાથી ખેંચી શકે છે.
इस चैव जीवियस परिवंदण माणण पूयणाए, जाइ मरण मोयणाए दुक्ख પરિગ્યાય રૂૐ ।। આચારાંગ અ. ૧. ઉ. ૧
અજ્ઞાની જીવ નશ્વર, વિજળી સમાન ચંચળ અને નિસ્સાર જીવનને લાંબા કાળ સુધી ટકાવી રાખવાની ભાવનાથી પાપમય ક્રિયાઓ કરે છે. મારુ શરીર નિરોગી રહે તે હું વધુ જીવી શકું વધું જીવું તે સાંસારિક સુખાને ભાગવું. આવી આકાંક્ષાથી તે શરીરને પુષ્ટ બનાવવા માટે અભક્ષ આહાર કરે છે ને પાપકર્માને બાંધે છે. પરિવંદણુ એટલે પ્રશંસાને માટે પણ જીવ સાવદ્ય હિ...સા કરે છે. હું અમુક અભક્ષ વસ્તુને ખાઈશ તે હું હષ્ટપુષ્ટ તેજસ્વી દેવકુમાર જેવા બની જઈશ, એથી દુનિયા મારા વખાણ કરશે. પ્રશંસાના પ્રલેાભનમાં પડીને પણ જીવ હિંસા કરે છે. માન-સત્કાર પ્રાપ્ત કરવાને માટે પણ જીવ હિ`સમય પ્રવૃત્તિ કરે છે. હું આવું તો બધા ઉભા થઈને મારો સત્કાર કરે, મને ચા આસને બેસાડે, મને નમન કરે, આ રીતે માન સન્માન મેળવવા માટે જીવ સાવદ્ય હિંસાકારી કાર્યો કરે છે, જન્મ-મરણથી મુક્ત થવા માટે માલ જીવા વિવેકને ભૂલીને, ધર્મના રહસ્યને નહીં સમજતા ધર્મના નામે પણ હિંસા કરે છે, અને તે હિંસાને જીવ કલ્યાણકારી સમજે છે. પણ ભગવાને સ્પષ્ટ કહ્યું કે ધર્મના નામ પર કરાયેલી હિ‘સા પણ હિંસા જ છે. તે અહિંસા ન કહેવાય. જીવ જન્મ પ્રસંગ, મરણ પ્રસંગમાં પણ હિંસા કરે છે. પુત્રના જન્મ થાય ત્યારે આનંદ મનાવવાને માટે બધા સ્વજનાને જમાડે છે . તેથી આરંભ સમારભ થાય છે. આ રીતે મરણુ પ્રસંગમાં પણ પિતૃઓને પિંડદાન આપવાના બહાને સાવદ્ય ક્રિયાઓ કરે છે. શત્રુનુ વૈર લેવા માટે પણ જીવ હિંસા કરે છે. અમુક માણસે મારું તથા સ્વજનાનું અનિષ્ટ અહિત કર્યું. છે તેના બદલા લેવા જોઈએ, એમ વિચારીને તે તેનું અહિત કરવા તૈયાર થઈ જાય છે. આ રીતે અજ્ઞાની જીવા હિસા કરે છે અને પાપના ભાથા ખાંધે છે.
सेम जे अईया, जेय पडुपन्ना, जे य आगमिस्सा ।
ભૂતકાળમાં જેટલા તીથંકર ભગવાન થઈ ગયા, વર્તમાનકાળમાં થાય છે અને ભવિષ્યકાળમાં થશે તે બધાના એક જ ઉપદેશ છે કે સવ પ્રાણીને “ ન તન્ત્રા, નગ઼વેયવા, ન રિષિત્તા, મૈં વિદ્યાવેચવા, ન દ્વેયન્ત્ર । ” લાકડીથી મારવા ન જોઈએ, તેમના પર આજ્ઞા ચલાવવી ન જોઇએ, તેમને દાસની જેમ રાખવા જોઇએ, તેમને શારીરિક, માનસિક સંતાપ નહી' આપવા જોઇએ, અને તેમને પ્રાણથી રહિત ન કરવા જોઈએ.