________________
શારદા રત્ન
૧૧૯ સર્વ તીર્થકરોના ઉપદેશનો સાર એ છે કે 7 હિંસં; f I કોઈ પણજીવની જરા પણ હિંસા ન કરવી જોઈએ. અહિંસા પરમો ધર્મ એ અગાધ શ્રુત સાગરના મંથનનો સાર છે. આ નાના વાક્યમાં બધા તીર્થકરોનો ઉપદેશ અને સર્વ શાસ્ત્રોનો સાર છૂપાયેલ છે. શ્રી સુધર્મ સ્વામીએ અહિંસાની ગાગરમાં સમરત મૃત સાગરને ભરીને અહિંસાની મહત્તા બતાવી છે, ભગવતી અહિંસાની નિર્મળ આરાધનામાં સમસ્ત તીર્થ - કરોની આજ્ઞાનું પાલન રહેલું છે. જૈન ધર્મને પ્રાણ અહિંસા છે. જેનેન્દ્ર પ્રવચન અહિંસા મય છે. અહિંસાની આધાર શિલા પર જૈન ધર્મને મહેલ ઉભો છે. વિશ્વ શાંતિનું મૂળ અહિંસા છે. અહિંસાથી સર્વ જી સુરક્ષિત અને નિર્ભય રહી શકે છે. અહિંસા સંસારના સુખ અને કલ્યાણની માતા છે. અહિંસાની નિર્મળ છાયા નીચે જીવો શાંતિ અનુભવે છે. જે ધર્મમાં આવી અહિંસા બતાવી છે તે સત્ય અને સનાતન છે. અહિંસામય ધર્મ નિત્યશાશ્વત અને શુદ્ધ છે. અનંત તીર્થકરોએ અહિંસામય ધર્મ કહે છે, કહે છે અને કહેશે. જેવી રીતે કાળની આદિ અને અંત નથી. તેવી રીતે અહિંસા ધર્મ અનાદિ અનંત છે. આ અહિંસા ધર્મ મેક્ષનું કારણ હોવાથી શાશ્વત છે. આ ધર્મ આત્માને પવિત્ર બનાવનાર અને કર્મમેલથી રહિત કરનાર છે, તેથી શુદ્ધ છે. જૈન ધર્મે અહિંસાની ખૂબ વ્યાપક વ્યાખ્યા કરી છે. દશ વિકાલિક સૂત્રમાં ભગવાન બોલ્યા કે “ઘો મંત્ર મુશિર્દ હિંસા સંગમો તવો ” અહિંસા, સંયમ અને તપ રૂપ ધર્મને ઉત્કૃષ્ટ મંગલ કહ્યું છે. અહીં અહિંસાને પ્રથમ સ્થાન આપ્યું છે. અહિંસા ધર્મની વાર્તા જે જીવો મેક્ષના અર્થી બને તેને યથાર્થ સ્વરૂપમાં રૂચે છે.
માનવ ભવની કિંમત ક્યારે ? –આજના વર્તમાન યુગમાં ગમે તે કારણ હોય પણ ધર્મની બાબતમાં વિષમતા ઘણી આવી ગઈ છે. મોક્ષની વાતો આજે મોટા ભાગે ભૂંસાઈ ગઈ છે. પરિણામે મનુષ્ય જે મનુષ્ય ઘણી બાબતમાં પશુ કરતાં પણ નીચી કક્ષાએ ઉતરી ગયે છે, એમ કહીએ તો ચાલે. જે આત્મા માત્ર મેક્ષને અથી બને તેને માટે આ મનુષ્ય જન્મ ઉંચામાં ઊંચે છે. જેને મોક્ષ પ્રત્યે અણગમે છે, મેક્ષની વાત રચતી નથી તેને માટે તે આ કિંમતી માનવ જન્મ પણ નિરર્થક છે. આ જન્મ પામીને જીવ જે મેક્ષને અથી ન બને અને અર્થ-કામને અથી બને તે આ જન્મ કદાચ નરકમાં લઈ જનાર પણ બને. આજે દુનિયામાં જોઈએ છીએ કે જેટલા પાપ તિર્ય-પશુપક્ષીઓ નથી કરતા તેથી અધિક ગણુ પાપ મનુષ્ય કરે છે અને તે પણ આનંદથી હર્ષથી કરે છે. આજે મનુષ્ય માટે દુનિયામાં ઢગલાબંધ કારખાના, પોલીસેના કાફલા અને લશ્કરની ટુકડીઓ કરોડ રૂપિયાના ખર્ચે નિભાવવામાં આવે છે. જનાવરે માટે નહિ.
અહિંસા પ્રધાન ભારત દેશ આજે હિંસા પ્રધાન બની ગયા છે, એમ કહીએ તે ચાલે. આ ભારત દેશ કદી આટલે હિંસક હોય ? કદી આટલો જુઠ્ઠો કે ચોર હોય? આજે ઘણું માણસે એમ કહે છે કે અમે ચોર કે જૂઠ્ઠા નથી. ખેટું લખતા નથી કે ખોટું બેલતા પણ નથી. તો પછી ભારત દેશ આટલી નીચી કક્ષાએ કેમ ઉતરી ગયો? પૈસો