________________
શારદા રેન્જ
જીવો આત્માને જુવે છે ને પુગલના રાગી પુગલ તરફ જુવે છે; જેમ ચમારની દૃષ્ટિ ચામડા તરફ હોય છે તેમ દેહના રાગી દેહને-ચામડાને જુવે છે.
જનકવિદેહી મહારાજની સભામાં સેંકડો પંડિતે આવે ને જાય, પણ હજુ સુધી અષ્ટાવક્ર પંડિતજી આવ્યા નથી. રાજાને થયું કે હું અષ્ટાવકજીને મારી સભામાં બોલાવું. પંડિતેની સભા ભરાઈ છે. જનક વિદેહી રાજાએ અષ્ટાવક્રજીને આમંત્રણ મોકલ્યું કે અમારી આપને નમ્ર વિનંતી છે કે આપ અમારી સભામાં પધારે, અને આપના જ્ઞાનને ધધ વહાવે. લકે કહે છે કે “ગંગા પાપં શશી તાપ” ગંગા નદીમાં સ્નાન કરવાથી પાપ ધોવાય છે, જે ગંગા નદીમાં સ્નાન કરવા માત્રથી પાપ ધોવાઈ જતા હોત તો પાણીમાં કેટલાય મગર અને માછલા હોય છે તે બધાના પાપ ધોવાઈ જાત, ને તેમનો મોક્ષ થાત, પણ એવું બનતું નથી. ગંગા નદી કહે છે કે, મારું પાણી નિર્મળ અને પવિત્ર છે, તેમ આપનું હૃદય નિર્મળ અને પવિત્ર બનાવશે, તો તમારા પાપ ધોવાઈ જશે. ચંદ્ર તાપને દૂર કરી શીતળતા આપે છે, તેમ મહાન પુરૂષોને સંગ, જીવનને પવિત્ર બનાવે છે.
જનકવિદેહીના આગ્રહથી અષ્ટાવક્રજી પંડિતેની સભામાં આવ્યા. અષ્ટાવકજીના આઠ અંગે વાંકા હતા. તેથી તેમને અષ્ટાવકજી કહેતા. અષ્ટાવકજી પાછળના દરવાજેથી દાખલ થયા. સભાએ તેમને આવતા જોયા. લોકે હસવા લાગ્યા. જનક રાજા પૂછે છે, સભાન ! તમે બધા કેમ હસે છે ? લોકોને હસતા જોઈને અષ્ટાવકજી પાછા વળી ગો, આ સભામાં જવા જેવું નથી. જનક રાજાને ખબર પડી કે, અષ્ટાવકજી પાછા ગયા એટલે તે તેમની પાછળ ગયા ને કહે પધારો...પધારો..ગુરૂદેવ, પધારો, મારી ભૂલ થઈ ગઈ. આપ સભામાં પધારો. પંડિતોની સભા ભરાણી છે. રાજન્ ! તારી સભા પંડિતની નથી, પણ ચમારની સભા છે. હું ચમારની સભામાં શું આવું? તારી સભા મારું શરીર
ઈને હસવા લાગી, તેણે મારા દેહને જે, પણ મારા જ્ઞાનને, ત્યાગને કે મારા આત્માને ન જે. જેની દૃષ્ટિ ચામડા પર છે, પણ ગુણ તરફ નથી, તે પિતાના આત્માને ઓળખી શકતો નથી.
કામનાના રાગે જલી રહેલ મણીરથ –સતી મયણરેહા શીલવાન, ગુણવાન અને સંદર્યવાન છે. મણિરથ રાજા તેના દહના રાગમાં આકર્ષાયા. મયણરેહાના રૂપને જેતે મનમાં વિચારે છે કે આના જેવું રૂપ ત્રણે લોકમાં કોઈનું નહિ હોય. આવું રૂપ આજ સુધી જોવામાં આવ્યું નથી. મારા સદ્દભાગ્યે આજે મને જોવા મળ્યું છે. અપ્સરાને પણ શરમાવી દે, એવું એનું રૂપ છે. કઈ પણ વસ્તુને રાગ જીવને સંસારમાં રખડાવે છે. મણિરથને મયણરેહાના દેહ પર અતિ રાગ થયે. તેથી શું બોલે છે? હે સૌંદર્યવાન ! હે મૃગાક્ષી ! શું તારી આંખ છે! તારૂં તેજસ્વી મુખડું છે ! તારા જેવી સ્ત્રી તે મારા અંતેઉરમાં શોભે. એક વાર નેકરોએ મણિરથને આ બાજુ દષ્ટિ કરતાં અટકાવ્યા છતાં ન માન્યા, ત્યારે ફરીવાર હિતસ્વી નેકરેએ કહ્યું. મહારાજા ! નાનાભાઈની સ્ત્રી તરફ આ પ્રમાણે