________________
શારદા રત્ન
૧૨૫
રહું એ કેમ બને ? જો હું એમ કરું. તા માતાને કલંકિત કરવા સમાન છે. માટે આપ મને યુદ્ધમાં જવાની આજ્ઞા આપેા. હું યુદ્ધમાં જઇ શત્રુઓને હરાવી તેમના ઉપર આણુ વર્તાવીને આવીશ. યુગમાડુની વાત સાંભળી મણિરથ મનમાં પ્રસન્ન થતા વિચારવા લાગ્યા કે, મારા પાસેા આખરે સીધા પડ્યો. હવે મારું કાર્ય અવશ્ય સફળ થશે. મનમાં તા આ પ્રમાણે વિચારતા હતા, છતાં ઉપરથી કહેવા લાગ્યા, કે ભાઈ! શત્રુઓની વચ્ચે લડાઈમાં તને માકલવા માટે મારું મન માનતું નથી. વળી તું યુદ્ધમાં જાય તેા તારા વિરહ મારાથી સહન નહિ થાય, માટે તું અહીં રહે. હું યુદ્ધમાં જઇને શત્રુઓનું દમન કરી આવીશ. યુગમાહુ કહે ભાઈ !તમને મારી આટલી બધી ચિંતા છે ! શું હું ક્ષત્રિયપુત્ર નથી ? હું શત્રુઓ સામે લડી શકીશ નહિ ? આપ મારા માટે એમ માનતા હો કે હું શત્રુઆ સાથે લડી શકીશ નહિ, તેા એ મારા માટે એક કલંકની વાત છે, માટે હું જ યુદ્ધમાં જઈશ અને મારા પરાક્રમના પરચો બતાવીશ. ભાઈ પ્રત્યેનુ કેટલું' બહુમાન છે?
મોટાભાઇએ યુગબાહુને જવાની ના પાડી પણ અંદરથી એ ભાવના છે કે એ જાય તા ટાઢા પાણીએ ખસ જાય ને મને મયણુરેહા મળે. ઉપરથી મીઠો છે પણ અંદર વિષ ભર્યુ” છે. ઠાણાંગ સૂત્રના ચોથે ઠાણે ચાર પ્રકારના ઘડા બતાવ્યા છે. (૧) અમૃતના ઘડો ને અમૃતનું ઢાંકણું. (૨) અમૃતના ઘડો ને વિષનું ઢાંકણું (૩) વિષના ઘડો ને અમૃતનુ ઢાંકણું. (૪) વિષના ઘડો ને વિષનુ ઢાંકણું, આ ચારમાં કયા ઘડો સારા ? અમૃતના ઘડો ને અમૃતનું ઢાંકણું. અહીં મણીરથ તે વિષના ઘડો ને અમૃતનું ઢાંકણું એના જેવા છે. અંદર ભાવનામાં ભારોભાર વિષ ભર્યું છે, પણ ઉપરથી અમૃતનું ઢાંકણુ ઢાંકયુ· હોય એવા ઘડા જેવા બની ગયા છે. તેના પેટમાં તેા પાપ હતું પણ ઉપરથી કહેવા લાગ્યા કે ભાઈ ! હું માનું છું કે તું સાચા વીર છે. હું તેા મુંઝવણમાં પડયા છું શું કરું તેની મને સુઝ પડતી નથી. તું યુદ્ધમાં જા એમ મારા મુખે કેવી રીતે કહી શકું ? અને યુદ્ધમાં જવાના તારા અત્યાગ્રહ છે તેને પણ કેવી રીતે રાકી શકું ? માટે બાલવામાં કેટલી મીઠાશ છે, પણ પેટમાં તા પાપ ભર્યું છે. આ વિષના ઘડા ને અમૃતનું ઢાંકણું. જ્યારે યુગબાહુ પ્રથમ નંબરના ઘડા સમાન છે. અમૃતના ઘડા ને અમૃતનું ઢાંકણું છે. તેની ભાવના શુદ્ધ અને વચન પણ શુદ્ધ છે. તે મણથના જેવા કપટી ન હતા. તે સરળ હૃદયી વીર હતા, એટલે મણિરથની દુષ્ટ ભાવનાને તે સમજી શકયા નહી. યુદ્ધમાં જવાની રજા મેળવીને ર્માણુથને પ્રણામ કરી સીધા પત્નીના મહેલે ગયેા. હવે તે લડાઈમાં જશે ને શું બનશે તેના ભાવ અવસરે.
ચરિત્ર :–સાગરદત્ત શેઠ સેાનાની શીલા પર બેસીને સ્નાન કરતા હતા. તે સમયે મિથ્યાત્વી ઈર્ષ્યાળુ દેવ તેમની પરીક્ષા કરવા મૃત્યુ લેાકમાં આવ્યા છે. આવીને કહ્યું કે તું એક વાર કહે કે મારા ધર્મ ખાટા છે. જો તું નહીં માને તે તારે ખાવા રોટલા પણ નહીં રહે. કેટલી દમદાટી આપી, પણ આ શેઠ તા દૃઢધમી છે. શિર જાય તા ભલે જાય