________________
શારદા રત્ન
૧૨૩
ભક્ષક
દૃષ્ટિ કરવી એ ખરાબર નથી. તમારે મર્યાદાની રક્ષા કરવી જ જોઈ એ. જો રક્ષક થાય તા કાને કહેલું ? તમે આ મર્યાદાને ભૂલી જશેા તા પછી કોઈ મર્યાદાનું પાલન કરશે નહિ. માટે મર્યાદાનું પાલન કરવું' એ આપના ધર્મ છે. નાકરાના આ પ્રમાણેના વચન સાંભળી મણિરથ વિચારવા લાગ્યા કે આ લોકોને હવે શુ' કહેવુ' અને તેમને કેવી રીતે ચૂપ કરવા ! આ પ્રમાણે વિચાર કરીને તે મહેલથી નીચે ઉતરી ગયા. પેાતાના રૂમમાં ગયા પણ તેને ચેન પડતું નથી. તેની શય્યા તેને અંગારા જેવી લાગે છે. ભાજન ઝેર જેવા લાગે છે, ને રાજ્ય શ્મશાન જેવુ' લાગે છે. તેના મનમાં તા હવે માત્ર મયણરેહા સિવાય બીજું કાઈ નથી. વાસનાની પૂર્તિ માટે કેવા અધમ વિચાર :-તે મયણુરેહાને પેાતાના પંજામાં સપડાવવા માટે વિચાર કરવા લાગ્યા. ઘુવડ દિવસે અંધ છે, કાગડા રાત્રે અંધ છે, પણ કામી પુરૂષ તેા દિવસે ને રાત્રે અંધ છે. નાનાભાઈની વહુ પેાતાની દીકરી સમાન ગણાય તેને બદલે તેના પ્રત્યે જ અંધ બન્યા. સિહણુના દૂધ મેળવવા સાનાનું પાત્ર જોઈએ તેમ સતી સ્ત્રીઓને પેાતાને આધીન બનાવવી એ ઘણું કઠીન કાર્ય છે. મણિરથ તા એ જ વિચારી રહ્યો છે કે હું કઈ યુક્તિ કરુ` કે જેથી મયણુરેહા મને મળે. વિચાર કરતા કરતા તેને એક કીમીયા હાથમાં આવ્યા કે જ્યાં સુધી તે મયણુરેહાના પતિ અહી છે, ત્યાં સુધી તે મારા હાથમાં આવી શકશે નહિ, માટે કાઈ પણ ઉપાયે મારા ભાઇને અહીથી દૂર કરવા જોઈએ. તે દૂર જશે પછી તેને સપડાવવાના અવસર મળશે. બંધુઓ ! મણિરથ અને યુગખાડુ વચ્ચે કેવા ભ્રાતૃપ્રેમ હતા, પણ મયરેહા ઉપરના માહભાવે મણિરથના હૃદયના ભ્રાતૃપ્રેમ નષ્ટ કરી નાખ્યા. મણિરથને યુગખાહુ હવે આડખીલ રૂપ લાગ્યા. બુદ્ધિ દ્વારા કયું કામ થઈ શકતું નથી ? બુદ્ધિથી સારુ કામ પણ થાય છે ને ખરાબ કામ પુર્ણ થાય છે. મણિરથે પેાતાની બુદ્ધિથી યુગબાહુને દૂર કરવાના ઉપાય વિચારી લીધા. તેણે એ વિચાર કર્યો કે હું સભા. બધા સરદારાને જઈને કહું કે રાજ્યના સીમાડે શત્રુઓ આવ્યા છે. તેમણે વિદ્રોહ મચાવી દીધા છે ને બધાને હેરાન કરે છે. શાંત થતા નથી. તેમને કાબૂમાં લાવવા માટે તેમની સામે લડાઈ કરી તેમને હરાવવા જોઈ એ, માટે આપ સેના તૈયાર કરી.
બંધુએ ! આપણા આત્મા અનાદિ અનંત કાળથી સંસારમાં ભટકી રહ્યો છે. રઝળી રહ્યો છે. આઠ કર્મી રૂપી શત્રુઓ જીવને શાંતિ પામવા દેતા નથી. તેા આ શત્રુએ સામે આપણે લડાઈ કરવા જવુ' છે. સેરીનાદ વાગે ને રણશીંગા ફૂંકાય ત્યારે શૂરવીર સૈનિકનું લેાહી ઉછળવા લાગે. અહી વીર ભગવાનની ભેરી વાગી રહી છે, અને તપના રણશીંગા ફૂંકાય છે. જે આત્મા કર્મીને તેાડવામાં શૂરવીર છે, તેવા સાધકાનું લેાહી ઉછળવા લાગશે ને ક°મેદાનમાં ઝૂકી પડશે. તેને થશે કે હું સાધના કરી લઉં. ચાતુર્માસના દિવસેામાં તપ ત્યાગ કરવાના જે ભાવ થાય છે તે બીજા દિવસેામાં નથી થતા. ભગવાનની વાણીના રણશીંગા ફૂંકાઈ રહ્યા છે. માટે જાગેા...બંસરી વાગી રહી છે. કાલની રાહ ન જોશે. કાળ કયારે આવશે તે ખબર નથી. કહે છે ને કે “ ન જાણ્યું જાનકીનાથે, કાલે સવારે શું થવાનું