________________
શારદા રેન્જ
૧૧૭ શિષ્યરત્ન રત્નચંદ્રજી મ. આદિ શિષ્ય સહિત પધાર્યા હતા. પૂ. શ્રી ના રત્નચંદ્રજી મ. પૂ. છોટાલાલજી મ. પૂ. ખેડાજી મ. પૂ. ફૂલચંદજી મ. આદિ શિષ્યો અને પૂ. જડાવબાઈ મ. પૂ. પાર્વતીબાઈ મ. પૂ. પરસનબાઈ મ. આદિ શિખ્યા વગ હતે. પૂજ્યશ્રીની વાણી જાણે સિંહ ગર્જના ગાજે તેવી જોરદાર હતી. તેમનું ક્ષત્રિયબળ અજોડ હતું. તેઓ જ્યાં
જ્યાં વિચર્યા ત્યાં ત્યાં સેંકડો લોકો તેમની હૃદયસ્પર્શી વાણું સાંભળવા આવતા. તેમનું જીવન ચરિત્ર તો એવું પ્રભાવશાળી છે કે તે વર્ણન આ ચર્મજીભથી થઈ શકે નહિ. દિવસના દિવસો પણ ઓછા પડે. હવે સમય થઈ ગયો છે માટે વધુ નહિ કહેતા આવા પ્રભાવશાળી આત્માને પોતાની અંતિમ ઘડી સુઝી આવી. સંવત ૧૯૯૫ ના વૈશાખ વદ દશમના દિવસે સવારથી કહ્યું કે હું ઉપર જાઉં છું. વ્યાખ્યાન દશ વાગે પૂર્ણ કરશો. તેમજ ગોચરી પાણી કાંઈ રાખશો નહિ. બધું જ પતાવી દો. આ રીતે ઘણા સંકેત કર્યા હતા. આત્મસાધનામાં જોડાઈ સંથારો કરી દશ વાગે ખંભાત સંપ્રદાયનો ઝળહળતો દીપક બુઝાઈ ગયો. પૂ. ગુરૂદેવ માટે જેટલું કહું તેટલું ઓછું છે. પૂજ્યશ્રીના દેહને ચંદનાદિ કાષ્ટ વડે અગ્નિ સંસ્કાર કરવામાં આવ્યો.
તેજસ્વી રત્ન ગૂમ થયું. જૈન સમાજનું જવાહિર અદશ્ય થયું. છતાં તેમના સ્મરણ તાજાં જ રહ્યા છે. અને રહેશે. સંપ્રદાય-સમ્રાટ ના ગુણે આપણે ગ્રહણ કરીએ અને હું આજ સારા સારા વ્રત નિયમ લઈને ઉપકારી ગુરૂદેવના ઋણમાંથી યત્કિંચિત મુક્ત થઈએ એજ ભાવના.
૩% શાંતિ.
વ્યાખ્યાન નં-૧૨ અષાડ વદ ૧૧ ને સોમવાર
તા. ૨૭-૭-૮૧ અનંત ઉપકારી જિનેશ્વર ભગવતેએ સર્વ જીવોને અહિંસાનો ઉપદેશ આપ્યો. ભગવાને સ્થાપેલે ધર્મ સંપૂર્ણ અહિંસામય છે. દુનિયામાં બીજા ધર્મો પણ તેમણે સ્વીકારેલ અહિંસાના સ્વરૂપમાં ભિન્નતા અને અધૂરાપણું હોવા છતાં પ્રધાનતા તે અહિંસાને આપે છે. અહિંસા એ સઘળા ધર્મોની માતા છે. અહિંસા વિનાને ધર્મ એ વાસ્તવિક ધર્મ નથી. પ્રગતિના પંથે આગળ વધવાની જેની ભાવના છે, તેના માટે અહિંસક વૃત્તિનો વિકાસ સર્વ પ્રથમ આવશ્યક છે. અહિંસક ભાવનાથી ઉત્થાન છે ને હિંસાની ભાવનાથી પતન છે. અહિંસા સુખને રાજમાર્ગ છે અને હિંસા, દુઃખ અને અશાંતિને માર્ગ છે. સંસારના દરેક જીવો સુખના અભિલાષી હોવા છતાં દુખની આગમાં જલી રહ્યા છે. ચારે બાજુ હાહાકાર, અશાંતિ, કરૂણ રૂદન અને વ્યાકુળતાનું સામ્રાજ્ય છે. મોટા મોટા યુદ્ધો ખેલાય છે. પૂંજીવાદ અને સામ્યવાદ વચ્ચેનું સંઘર્ષ, સંહારક શસ્ત્ર શક્તિનો પ્રયોગ આ બધા હિંસાના ફળ છે. હિંસા સંસારને નરક સમાન બનાવી દે છે. દુનિયામાં કયાંય