________________
શારાં રત્ન
જે જે સુખ-દુઃખનું ફળ મળવાનું નિર્માણ થયું હોય છે, તે તે મળ્યા કરે છે. આપણે નજરે જોઈએ છીએ, ઘણીવાર કંઈક બિચારા આ દિવસ કાળી મજુરી કરતા હોય છે, છતાં બહુ અ૯પ મળે છે, અને શ્રીમંત માણસો અલ્પ મહેનતે ઘણું મેળવે છે. સાંસારિક સુખ તે યત્ન કરો કે ન કરો. જે મળવાના હશે તે મળશે, પણ આત્મસાક્ષાત્કાર માટે તો વિવેક, વિરાગ્ય, શમ, દમાદિ, સાધન સંપત્તિ મેળવવા સતત પુરૂષાર્થ કરવાની જરૂર છે. વિનય, વિવેક, સમતા, વૈરાગ્ય આદિ સાધન સંપત્તિથી મનુષ્ય ભવ કટી કરી શકે છે. ભવ ઓછા થાય તે આ જન્મની સાર્થકતા થઈ કહેવાય.
પથ્થર જ્યારે ખાણમાંથી નીકળે છે ત્યારે તે ખરબચડો હોય છે. તે સ્થિતિમાં તે પથ્થરને ખાસ ઉપયોગ થતો નથી, પણ જ્યારે તે કડિયાના હાથમાં આવે છે ત્યારે તે પિતાના ઓજારો વડે તેને મકાનના બાંધકામમાં ઉપયોગી થાય તેવો બનાવે છે. કોઈ કલાકારના હાથમાં આવે છે તે તેમાંથી સુંદર આકૃતિ બનાવે છે, અને તે કિંમતી બની જાય છે. આવું જ માનવ જીવનનું છે. માનવ જીવન પણ પથ્થરની જેમ ખરબચડું છે. વિષયકષાયથી ભરેલું છે, છતાં પ્રયત્ન વડે તેને દેવ જેવું બનાવી શકાય છે. સમ્યફ દિશામાં પ્રયત્ન કરવામાં આવે તે તે દેવ જેવું બને છે અને ઉલ્ટી દિશામાં જીવનને વાળવામાં આવે તે તે દાનવ જેવું બની જાય છે. માનવના પ્રયત્ન પર તે નિર્ભર છે. તમારે દેવ બનવું છે કે દાનવ? વિચાર કરે. જે દેવ જેવા બનવું હોય તે સમ્યફ દિશામાં પ્રયત્ન કરો. આત્માને ક્ષણે ક્ષણે જાગૃત રહેવાની જરૂર છે. “જાગૃતિ એ જ જીવન છે. પ્રમાદ ત્યાં પતન છે નાની ડાયરીમાં એટલું નેંધી લે કે મૃત્યુનો વિશ્વાસ કરવા જેવો નથી, મેડા કે વહેલા એક દિવસ તે મૃત્યુના મહેમાન બનવાનું છે. યમરાજાનું ઓચિંતુ આમંત્રણ આવી જશે ત્યારે આદરેલાં કાર્યો અધૂરાં મૂકીને જવું પડશે. એક દિન આવશે એવા, લઈ જશે કાળ લૂંટારે
સહુને તે રીતે કરવું પ્રયાણ રે .. પૂરા થઈ શકયા જે કામ પૂરા, અધુરા હશે તે રહેશે અધુરા કાળની ઘંટડી વાગશે જ્યારે, ક્ષણ એક ઘરમાં નહિ રાખે ત્યારે
એક ભવની સગાઈ કરે આત્માની કમાઈ..સહુને.. કાળરૂપી લૂંટારો આવશે ત્યારે જીવને પકડીને લઈ જશે. જીવ જશે ત્યારે સાથે કંઈ લઈ જશે નહિ. આજ સુધી કોઈ લઈ ગયું નથી ને લઈ જવાનું નથી, માટે મેહ છેડે. વિચાર કરો કે આ મિલકત, આ માયા મારી નથી. હું મિલકતને નથી. પુત્ર, પત્ની પરિવાર બધું પર છે. અંતે તે બધાને છોડીને જવાનું છે. જે જમ્યા તે મરવાના છે. જીવ માતાના ગર્ભમાં આવ્યો ત્યારથી મૃત્યુ તેની સાથે આવ્યું છે, પણ તે કયારે આવશે તેની ખબર નથી. જેમ સિંહ મૃગલાને પકડે છે ત્યારે સામું મૃગલાનું ટેનું ઉભું હોય છતાં કોઈ તેને બચાવવા જઈ શકતું નથી, તેમ કાળરૂપી સિંહ જીવને પકડીને