________________
શરદા રત્ન
૧૦૭ ભવ ચઢીયાત અને શ્રેષ્ઠ છે, કારણ કે એની પાસે પાંચ ઈન્દ્રિય અને મન છે. એનામાં વિચાર કરવાની શક્તિ છે. બુદ્ધિ છે. એ પિતાના હિતાહિતને વિચાર કરી શકે છે. આત્મ કલ્યાણની ઉત્કૃષ્ટ સાધના માનવભવ સિવાય બીજે ક્યાંય શક્ય નથી, માટે મહાપુરૂષોએ આ ચતુર્ગતિના ભવચક્રમાં માનવ જીવનની પ્રાપ્તિ અતિ મુશ્કેલ કહી છે. જન્મ મરણની અનંત પરંપરા તેડવાની તાકાત મનુષ્યમાં છે, પણ એ તાકાત કયારે આવે ? જીવનમાં સમાધિ અને પ્રશમભાવ પ્રગટે ત્યારે.
ભગવાને જીવનમાં સમાધિની ઘણું કિંમત આંકી છે. જીવનમાં સાધના હોય તે મરણ વખતે સમાધિ ટકી શકે, અને મરણ સમાધિ સહિત હોય તે ભવની પરંપરાને નાશ થઈ શકે. સમાધિ એટલે સમ+આધિ. જે આધિ, વ્યાધિ અને ઉપાધિને શાંત કરે એનું નામ સમાધિ. આત્મસ્વભાવની જાગૃત અવસ્થા તેનું નામ સમાધિ. વિભાવને ભૂલી પરપદાર્થમાં આત્મબુદ્ધિ કરીએ તો તે અસમાધિ કહેવાય. હું કોણ છું? મારું સ્વરૂપ શું છે? આ જીવનમાં કરવા જેવું શું છે? કયાંથી આવ્યો છું ને કયાં જવાને છું? આ બાબતોને વિચાર કરવો અને સ્વભાવ દશાથી વિચલિત ન થવું એ સમાધિ અવસ્થા છે. રાગ કરવાના સમયે વસ્તુ પર રાગ ન કરે, અને વિચાર કરે કે આત્મા સિવાયના બધા પદાર્થો નાશવંત અને નશ્વર છે. શાશ્વત એક મારો આત્મા છે. જગતની તમામ વસ્તુઓ અનિત્ય અને ક્ષણભંગુર છે. ક્ષણે ક્ષણે વસ્તુમાં પરિવર્તન થયા કરે છે. આવી પરિવર્તનશીલ પદાર્થો પ્રત્યે રાગ કરે એ ઠીક નથી. કેઈ પ્રત્યે દ્વેષને પ્રસંગ ઉભું થાય તે એ વિચાર કરે કે કોઈ પણ જીવ પ્રત્યે દ્વેષ કરવો જોઈએ નહિ. જગતના દરેક છે મારા મિત્ર છે. કોઈ મારો શત્રુ નથી. કેઈ કોધ કરે તે વિચારે કે આ બિચારો ક્રોધને વશ થઈ ફરી નવા નવા કર્મો બાંધી રહ્યો છે. એ તે માત્ર દયાપાત્ર છે. ક્રોધ આવે ત્યારે ક્ષમા રાખવી. કેઈ માન-સન્માન આપે તે વિચાર કરે કે આ સન્માનને યોગ્ય તે અરિહંત ભગવાન છે, કારણ કે તેમણે ઘાતી કર્મોને ખપાવી દીધા અને પૂર્ણ જ્ઞાની બન્યા છે. હું તે હજુ અપૂર્ણ છું. પ્રભુ ગુણ સાગર છે અને હું તે દોષને દરિયો છું. આ રીતે જીવનમાં દરેક પ્રસંગમાં આત્મસ્વભાવને પ્રગટ કરવાને, આત્મ સ્વરૂપને પામવાને પ્રયત્ન કરવો જોઈએ. અનાદિ કાળથી જીવને અભ્યાસ વિભાવ દશાને પામવાને છે તેથી પ્રશમ ભાવ કે સમાધિભાવ એકદમ આવી જાય એ અશક્ય છે, પણ દરરોજ આત્મનિરીક્ષણ કરવાથી અને પોતાની ભૂલને સ્વીકાર કરવાથી એ અશકય શક્ય બની શકે છે.
આત્મસ્વરૂપને પામવા માટે સ્થિરતા કેળવવી પડશે. દહીં કેવી રીતે બને છે? દૂધમાં સ્થિરતા આવવાથી દહીં બને છે. દૂધમાં દહીંનું મેળવણ નાંખી એક જગ્યાએ મૂકી રાખે તે દહીં બની શકે છે, પણ કઈ બેન વારે ઘડીએ જોયા કરે કે દહીં મળ્યું કે નહિ, તે દહીં મળે ખરું? ના. દહીં મેળવવા માટે સ્થિરતા રાખવી પડશે, તેમ આત્માનું દર્શન કરવું છે, સ્વભાવ દશાને પ્રગટ કરવી છે, તો આત્માને સ્વભાવમાં