________________
શારદા રેને
૧૦૧ શકતા નથી ને મૃત્યુ પામે છે. તેનું કારણ એ છે કે તારા રાજા પ્રજા પર ટેકસ કરવેરા ખૂબ નાંખે છે. પ્રજાને લૂંટી લે છે. પ્રજાના લેહી ચૂસે છે. ને પ્રજામાં ત્રાસ ત્રાસ વર્તાવે છે. પ્રજા દુઃખી થઈ જાય છે. તેથી શું બોલે? આવા રાજા રાજ્ય પરથી જલદી જાય તે સારું. આટલે ત્રાસ આપતા હોય તેને દીર્ધાયુષી કોણ છે? એટલે રાજા મૃત્યુ પામે છે. જ્યારે મારા રાજ્યમાં પ્રજા પર કોઈ જાતના કરવેરા નહિ. રાજા પ્રજાના સુખે સુખી, અને દુઃખે દુઃખી છે. તેથી પ્રજા રાજાને એ જ આશીર્વાદ આપે ને કે અમારા રાજા દીર્ધાયુષ બને. આ રીતે રાજાએ પ્રધાનના કહેવાથી પ્રધાને પોતાના રાજ્યમાં જઈ બધા ટેકસ બંધ કરી દીધા. પ્રજા રાજાની છે અને રાજા પ્રજાને છે એમ પ્રેમથી, સ્નેહથી રહે છે. છ મહિનામાં તે આખા રાજ્યની રોનક બદલાઈ ગઈ. લકે કહેવા લાગ્યા કે અમારા રાજા ઘણું છે. સૌ મરજે, પણ સૌના પાલનહાર રાજા ન મરશે. દશ વર્ષ પૂરા થયા. રાજા જીવી ગયા. પ્રજાને સુખી કરી. આ તે એક રૂપક છે. પ્રજાની અશુભ ભાવનાથી કંઈ રાજાનું આયુષ્ય તૂટવાનું નથી ને શુભ ભાવનાથી વધવાનું નથી. આયુષ્ય જેટલું હોય તેટલું ભોગવવાનું છે પણ આ રૂપક પરથી એ સમજવાનું કે ભાવનાની અસર કેટલી થાય છે? માટે કોઈને નિસાસા ન લેશે. થાય તે કેઈનું ભલું કરવું, પણ કેઈનું . બૂરું તે મારે નથી કરવું.
યદિ ભલા કિસીકા કર ન સકે તે બૂરા ફ્રિીકા મત કરના, યદિ ઘર ન કિસીકા બાંધ સકે તે ઝાંપડીયા ન જલા દેના, યદિ મરહમપટ્ટી કર ન સકે તે ખાર નમક ન લગા દેના..
મહાપુરૂષે કહે છે કે કેઈનું ભલું થાય તે કરજો પણ કેઈનું ખરાબ તે ન જ કરશે. જે તમને બુદ્ધિ મળી છે તે કઈને સાચી સલાહ આપજે પણ બેટી સલાહ તે ન આપશો. બુદ્ધિને દેવી બનાવજે પણ વેશ્યા ન બનાવશે. કેઈને મહેલ ન બનાવી શકે તે ખેર પણ દુઃખી માણસની ઝુંપડી બાળવા ન જશે. કેઈને ગુમડું થયું હોય તે સાફ કરીને પટ્ટી લગાડજો પણ તેના પર ખાર કે મીઠું નાખવા ન જશે.
સૌનું સદાય હિત ઈચ્છતા એવા બાંધવ બેલડી મણીરથ અને યુગબાહુની વાત ચાલી રહી છે. મણરથ રાજા યુગબાહુને યુવરાજપદ આપવા માટે વિનવે છે. યુગબાહુ મયણરેહાની સલાહ લેવા ગયો છે. મયણરેહા સાધારણ સ્ત્રી ન હતી. તે ખાનપાનમાં તથા મેજમઝામાં રહેનારી ન હતી. તે સ્વાથી ન હતી. પણ પતિની સહાયિકા અને સહધર્મિણી હતી. તે ગુણીયલ ડાહી હતી. મયણરેહાએ કહ્યું–નાથ! પદવીને મેહ કરવા જેવો નથી. પદવી પતન રૂ૫ છે. અભિમાન લાવે છે. માટે હું યુવરાજ પદવી લેવાની ના પાડું છું, પણ મોટાભાઈને ખોટું લાગતું હોય તે આપ પદવીને સ્વીકાર કરો એ ગ્ય છે. ભાઈને ખૂબ આગ્રહ હોવા છતાં જે પદવી સ્વીકારશો નહિ, તે ભાઈ-ભાઈના પ્રેમ ઓછા થઈ જશે. તમારામાં જે મોટાભાઈ પ્રત્યે અંતરને પ્રેમ હોય તે પદ સ્વીકાર્યો પછી