________________
૧૩
શારદા રત્ન અને પેલી ભેળી છે. ભેળીએ કહ્યું, હું ઉપાશ્રયે જાઉં છું. અત્યરમાં શા અને ઉપાશ્રય જાય છે? મને સ્વપ્ન આવ્યું તે સંતને કહેવા. તને શું સ્વપ્ન આવ્યું છે? બિચારીએ સાચે સાચું કહ્યું કે હું દરિયો પી ગઈ. એવું મને સ્વપ્ન આવ્યું છે. જેના શબ્દો ઝેર જેવા અને તીક્ષણ કાંટા જેવા છે, એવી કપટી બાઈએ કહ્યું. તું દરિયે પી ગઈ તે તારું પેટ ફાટી ન ગયું? આવા કુપાત્રને સંગ ન કરવો કે તેની પાસે વાત પણ ન કરવી.
પેલી બાઈ તે ગઈ મુનિ પાસે. મુનિના મતિજ્ઞાન અને શ્રુતજ્ઞાન નિર્મળ હતા. તેમણે જાણ્યું કે આ બાઈ હવે ૪૮ મિનિટ જીવવાની છે. તેને સ્વપ્ન સારું આવ્યું પણ કુપાત્રને કહ્યું, તેથી અનર્થ થઈ જવાને. બહેને મુનિ પાસે સ્વપ્નની વાત કરી. સમય જોઈને અંતે કહ્યું બેન! સ્વપ્નનું ફળ મેળવવા તું ઘેર જઈને સામાયિક લઈને બેસી જા. તેમાં ગમે તેવું કષ્ટ પડે તો તેમાં સમાધિ રાખજે, અને એક કલાકના બધા પચ્ચખાણ લઈને જ. સંતના કહેવા પ્રમાણે તે બહેન ઘેર જઈને સામાયિક લઈને બેસી ગઈ. થોડી વાર થઈ ત્યાં પેટમાં ખૂબ પીડા થવા લાગી. ત્યાં ને ત્યાં તે ઢળી પડી ને તેનું પ્રાણપંખેરું ઉડી ગયું. તે તે સમાધિ મરણે મરીને દેવમાં ઉત્પન્ન થઈ.
અહીં મયણરેહાએ સ્વપ્નમાં કલ્પવૃક્ષ જોયું. તે સ્વપ્નનું ફળ પૂછવા યુગબાહુ પાસે; જશે ને શું બનશે તેના ભાવ અવસરે.
ચરિત્ર - શેઠની દૃઢ શ્રધ્ધા - સાગરદત્ત શેઠની ઉદારતા અને ધર્મ ભાવનાના યશોગાન ખૂબ ગવાવા લાગ્યા. દેવલોકમાં ઈન્દ્રની સભામાં તેમના વખાણ થવા લાગ્યા કે સાગરદત્ત શેઠ કેટલા સજ્જન અને ખાનદાન છે. તેમની ધર્મશ્રધ્ધા તે એટલી દઢ છે કે દેવો તેને ફેલાવવા જાય, તેને ઉપસર્ગો આપે તે પણ શ્રધ્ધાથી ચલિત થાય નહિ. આટલી ભરપૂર લક્ષ્મી હોવા છતાં તેમાં લલચાતા નથી. દેવ, ગુરૂ, ધર્મની શ્રધ્ધા તે તેના અણુ અણુમાં છે. સંતો ગોચરી કરીને ન જાય ત્યાં સુધી તે ખાતા નથી. સામાયિક કર્યો પહેલા દૂધ પીતા નથી. કુબેરને ખજાને હોવા છતાં તેને દાસ ન બનતાં લક્ષમીને દાસી બનાવી છે. ગરીબોના બેલી છે. તેમને આંગણે ગરીના સત્કાર સન્માન થાય છે. લખલૂટ લક્ષમી હોવા છતાં અભિમાન નથી. અરે દેવો ! તમારી પાસે આટલી સમૃદ્ધિ છે છતાં છોડવાનું મન થતું નથી, પણ સાગરદત્ત તો ગરીબને દીધા કરે છે. આવતી કાલની ચિંતા કરતા નથી પરિગ્રહને મેહ છોડવો સહેલો નથી. દેવસભામાં આ શેઠની આટલી પ્રશંસા થઈ. ત્યાં બધા દેવો સમકિતી નથી લેતા. ને બધા મિથ્યાત્વી નથી હોતા. સમકિતી દેવો તે આવા ધર્મિષ્ઠ ગુણીયલ આત્માઓને જોઈને આનંદ અનુભવે છે, પણ મિથ્યાત્વી અને ઈર્ષાળુ હોય છે તે બીજાની પ્રશંસા સાંભળી શક્તા નથી.
ઈર્ષાના કારણે મૃત્યુલોકમાં આવેલ દેવ :- અહીં પણ ઘણી વાર જોવામાં આવે છે કે કઈ ગુણીયલ માણસના ગુણ ગવાતા હોય તે ઈર્ષાળુ માનવ તે સહન કરી શકતું નથી. દેવકમાં પણ એક દેવને ઈર્ષા આવી. આ વાણીયે શું ધર્મ રાખવાને છે?