________________
શારદા રત
૧૦૨
પણ
તે પ્રેમને જીવતા રાખો. બ્રાતૃપ્રેમને ભૂલી ન જશા અને પદવી સ્વીકાર્યા પછી અભિમાન આવી ન જાય તે ખાસ ધ્યાન રાખવાનું. મયણુરેહાની વાત સાંભળી ચુગમાહુએ કહ્યું દેવી ! તું તે સાક્ષાત્ દેવી છે. સતી કહે છે જો આપ દેવ છે તેા હું દેવી છું. નહિ તા હું દેવી કેવી રીતે હાઈ શકુ? યુગમાહુ મયણરેહાને દેવી કહે છે. હું તમને પૂછું છું કે તમે દૈવી કહેા છે ને?
મણિરથ રાજાએ ઉમંગ-ઉત્સાહપૂર્વક મહેાત્સવ કરી યુગમાહુને યુવરાજ પદ આપ્યું. આ સમયે લાકા કહેતા કે ભાઈ હા તેા આવા જ હા. લેાકેા બે જાતની વાતા કરતા હતા. કાઈ રથના ગુણુ ગાય તા કાઈ યુગમાડુના ગુણ ગાય.. કોઈ મિથ માટે એમ કહેતા કે તેમને પુત્ર થાય ત્યારે ભાઈના અધિકાર ચાલ્યા ન જાય, તેથી એમણે અત્યારથી યુગમાહુને પદવી આપી. કાઈ કહેતા કે યુગમાડુ કેટલા નિઃરવાથી અને નિરભિમાની છે. તેને યુવરાજ પદ લેવાનું મન નહી' હાવા છતાં ભાઈની આજ્ઞા શિરોમાન્ય કરી પદવીને સ્વીકાર કર્યાં. રાજ્ય શાસન મળવા છતાં કેવા ગંભીર અને નમ્ર બની ગયા છે, કે જાણે તેના માથે કોઈ પ્રકારના ભાર પડથો ન હોય ! આંબાનું ઝાડ કેરીએ આવે ત્યારે નીચે નમી જાય છે અને એરડા તા અક્કડ રહે છે. પછી ભલે તે તૂટી જાય, પણ નમતા નથી, તેથી એરડાની કદર થતી નથી અને આંબાને મહત્ત્વ આપવામાં આવે છે. અહીં યુગમાહુ પદવી મળવા છતાં કેટલેા નમ્ર બની ગયા છે. શેરડીના સાંઠા ખેતરમાં પણ મીઠા રહે છે અને રસ કાઢવા માટે યંત્રમાં પીલવામાં આવે ત્યારે પણ મીઠા રહે છે. સાનુ વીંટીમાં હોય કે ખાણમાં હોય પણ તે સેાનું જ રહે છે. તેમ, ધર્માત્મા સુખમાં રહે કે દુઃખમાં રહે પણુ તે બધે ઠેકાણે ધર્માત્મા રહે છે.
મયણરેહાને એક પુત્ર થયેલા છે. પુત્ર થયા ત્યારે તેણે સ્વપ્નમાં ચંદ્ર જોયા હતા. તેથી તેનું નામ ચંદ્રયશ પાડયું હતું. તે ચંદ્ર સમાન શીતળ અને સૌમ્ય હતા. થાડા સમય ખાદ્ય એક રાત્રે મયણરેહા જ્યારે સૂતી હતી તે વખતે તેણે સ્વપ્ન જોયું ને સ્વપ્નમાં કલ્પવૃક્ષ જોયું. તે કલ્પવૃક્ષ સુખ દ્વારા પેટમાં ઉતર્યું. આ સ્વપ્ન જોયા પછી તે જાગૃત થઈ. સારું સ્વપ્ન આવે પછી સૂવાય નહિ. તે રીતે મયણરેહા સૂતી નહિ. ધજાગ્રિકામાં પેાતાના સમય પસાર કર્યાં. સારું સ્વપ્ન આવ્યું હાય તા જેવા તેવા માણસની પાસે કહેવાથી તેનું ફળ ચાલ્યું જાય, માટે સારું સ્વપ્ન ઉત્તમ પુરુષને, ગામમાં સંતસતીજીએ હોય તેા તેમને કહેવું. સતા ન હોય તેા સારા માણસને કહેવું.
એક બહેનને સ્વપ્ન આવ્યું કે હું દરિયાપી ગઈ. તેણે સારું સ્વપ્ન માનીને ધ ધ્યાન કર્યું પણ સૂતી નહિ. ગામમાં સંત બિરાજે છે, તેથી સવાર થતાં તે ઉપાશ્રયે જવા નીકળી ઉતાવળી ઉતાવળી જાય છે. રસ્તામાં સામી ખટક બેાલી મળી. જેની જીભ તલવારની ધાર જેવી છે. ખાતા આવડે છે પણ ખેલતા નથી આવડતું, એવી સ્ત્રીના ભેટા થયા. તે કહે અલી ! અત્યારમાં ઉતાવળી ઉતાવળી કયાં જાય છે? આ કપટી છે