________________
શારદા રત્ન
એટલે પાપ રૂપી ચેરોને દાખલ થતા અટકાવનાર જમ્બર પહેરેગીર. શુદ્ધ–ભાવે એક સામાયિક કરવાથી જીવ મહાન લાભ મેળવે છે. પન્નવણું સૂત્રમાં ગૌતમ સ્વામીએ ભગવાનને પૂછ્યું ભગવાન ! એક મુહુર્ત શુદ્ધ સમકિત સહિત સામાયિક કરે તે તેને શું લાભ થાય? ભગવાને કહ્યું હે ગૌતમ! ૯૨ ક્રોડ પલ્યોપમ, ૫૯ લાખ પાપમ, ૨૫ હજાર પલ્યોપમ, ૯૨૫ પલ્યોપમ અને એક પલ્યોપમના સાત ભાગ કરીને તેમાંથી ત્રણ ભાગ ઝાઝેરા શુભ દેવતાનું આયુષ્ય બાંધે. આ મહાન લાભ થાય છે. માટે રોજ અવશ્ય સામાયિક કરવી જોઈએ.
(૪) પ્રતિક્રમણ : ચોમાસામાં બને તે અવશ્ય પ્રતિક્રમણ કરવું જોઈએ. પ્રતિક્રમણ એટલે પાપને એકરાર કરવાની કેટે, દિવસભર જે અતિચાર લાગ્યા હોય તે દોષને દૂર કરનાર સાવરણી. પાપના મેલથી મલીન થયેલા આત્માને સ્વચ્છ બનાવવાનું સ્પેશીયલ સરોવર. જેમ સવારે ઉઠી અરિસામાં મુખ જુવો છે કે કઈ ખરાબ ડાઘ તે નથી ને? તેમ જ્યારે પ્રતિકમણ કરતા હોય ત્યારે આખા દિવસમાં મેં કયા કયા પાપ કર્યા છે તેની ખબર પડે છે. માટે પ્રતિક્રમણ અવશ્ય કરવું જોઈએ.
(૫) તપશ્ચર્યા : પુરાણું કર્મોને સાફ કરવા માટે તપ એ અમેઘ જડીબુટ્ટી છે. કેટી ભવના સંચિત કર્મો તપથી નાશ થાય છે. માટે જેટલી શક્તિ હોય તેટલો ત૫ કરે જરૂરી છે. આ પાંચ બેલની જે ચાતુર્માસમાં આરાધના કરશે તે ચાતુર્માસ સફળ બનશે ને જીવન ઉજજવળ બનશે. સમય થઈ ગયા છે. વધુ ભાવ અવસરે.
વ્યાખ્યાન નં-૧૦ અષાડ વદ ૯ ને શનીવાર
તા. ૨૫-૭-૮૧ સુજ્ઞ બંધુઓ, સુશીલ માતાઓ ને બહેને ! અહિંસાના અવતારી, સત્યના પૂજારી, અલખના અણગારી શાસનપતિએ જગતના જીવોના કલ્યાણ માટે આગમની પ્રરૂપણું કરી. આગમ એ આપણું અમૂલ્ય મૂડી છે. બાપ દીકરા માટે મૂડી મૂકીને જાય પણ દીકરો સારો નીકળે, લક્ષમીને સદ્વ્યય કરે તે ન્યાલ થઈ જાય પણ જે દીકરો ઉડાઉ નીકળે તે બધી મૂડી ફના કરી નાંખે. આપણને ભવસાગરથી તરવા માટે આગમ રૂપી અમૂલ્ય ખજાને મલ્યો છે. એ ખજાનાની જીવને કિંમત છે? ઓળખાણ છે? જીવને જેટલી દ્રવ્ય ખજાનાની કિંમત છે એટલી હજુ આગમ રૂપી ખજાનાની કિંમત નથી. તમારે ખજાનો તે આ લેક પૂરતું છે. પણ આગમ રૂપ ખજાનો તે આત્માની સાથે આ લોકમાં રહે છે ને પરલેકમાં પણ સાથે જાય છે. માટે તેની ઓળખાણ કરો.
આગમની ઓળખાણ એટલે સમજણ માનવભવમાં થઈ શકે છે. માનવ જન્મને જ્ઞાનીઓએ મેલને દરવાજે કહ્યું છે. જે શહેરમાં પ્રવેશ કરે છે તે પહેલા દરવાજામાં