________________
શારદા રત્ન ચારિત્ર સમ્યફ ચારિત્ર થઈ જાય છે. જેના જીવનમાં સમ્યગદર્શન છે તે બધું છે અને સમ્યગદર્શન નથી તો કાંઈ નથી. સમ્યકત્વને ચિંતામણી રત્નની ઉપમા આપવામાં આવી છે. ચિંતામણી રત્નને અર્થ એ છે કે માનવી કાંઈ સંક, ઈચ્છાઓ કરે તે પૂર્ણ થાય. ચિંતામણું રત્ન તે ભૌતિક પદાર્થ છે. તે આજે છે ને કાલે નથી. પણ સમ્યગદર્શન તે એવું આધ્યાત્મિક ચિંતામણું રત્ન છે કે જે એકવાર પરિપૂર્ણ શુદ્ધ રૂપથી પ્રાપ્ત થઈ જાય તે એ ફરીને જ્યારે પાછું જાય નહિ. આ છે ક્ષાયિક સમ્યકત્વ રત્ન. આ એક એવી શક્તિ છે કે જે મેળવ્યા પછી સંસારના બીજા કોઈ પણ પદાર્થની આશા રહેતી નથી. તેને આત્મામાં આનંદ આનંદ હોય છે.
એક જન્માંધ માણસને પુણ્યોદયથી નેત્ર જ્યોતિ પ્રાપ્ત થઈ જાય તો તેને કેટલો હર્ષ થશે? તેને કેટલી પ્રસન્નતા અને કેટલો આનંદ થશે? તેના આનંદને પાર નહીં હોય. જન્માંધ માણસને નેત્ર તિ મળવાથી જેટલે આનંદ થાય છે તેનાથી કેટલાય ગણે અધિક આનંદ જેણે પોતાનું અનંત જીવન મિથ્યાત્વના ઘેર અંધકારમાં પસાર કર્યા પછી સમ્યગદર્શનની નિર્મળ જ્યોતિ પ્રાપ્ત કરી છે તેને થાય છે. માટે આ જન્મમાં પ્રાપ્ત કરવા જેવું જે કંઈ હોય તે સમ્યકત્વ છે. ચાતુર્માસના મંગલ દિવસો ચાલી રહ્યા છે. આ દિવસેમાં વિશેષ ન કરી શકો તો પાંચ બેલનું પાલન કરે.
(૧) સંતદશન : દિવસમાં જ્યારે ટાઈમ મળે ત્યારે ઉપાશ્રયે આવવું ને સંતન કરવા. સંતના દર્શનથી મહાન લાભ થાય છે. કહેવાય છે કે ગુરુ વિના જ્ઞાન નહિ. ફન વિના સ્થાન નહીં. સ્થાન વિના લાભ નહિ ને લાભ વિના કર્મ નાશ નહિ. કર્મનાશ વિના મુક્તિ નહિ. સંતના દર્શનથી છવ અંધારી રાત જેવો હોય તે અજવાળી રાત જેવો બની જાય છે. કાળા અડદ સરખે હેય તે છડીદાળ જેવો થઈ જાય છે. ઉત્કૃષ્ટ ભાવે વંદન કરતા જીવ નીચગોત્ર કર્મને ખપાવે છે ને ઉચ્ચગોત્ર કર્મ બાંધે છે. માટે સંતદર્શન તે અવશ્ય કરવા જોઈએ.
(૨) પ્રાર્થના : પ્રાર્થના એટલે આત્માને પરમાત્મા બનાવનાર સાચું અને ઉત્તમ રસાયણ અથવા સાચું માનવજીવન જીવાડનારી સંજીવની છે. સંસારમાં ખુંચેલાને હાથ પકડી બહાર કાઢનાર અનુપમ કાવ્ય છે. જ્ઞાની પુરુષે પ્રાર્થનાને મોક્ષની નીસરણ કહે છે. પ્રાર્થના એટલે ઈશ્વરના ગુણેનું સ્મરણ. જે સ્મરણ કરતા ઉત્કૃષ્ટ રસ આવે તે ઈશ્વર બની જવાય. વાસનાના વિષમ વાવાઝોડા દૂર થાય ને સાત્વિક ભાવ અંતરમાં સંચરે એનું નામ પ્રાર્થના. ઇશ્વર સાથે સંગ પ્રાપ્ત કરવાને મનુષ્યને પ્રયાસ એટલે પ્રાર્થના. આળસ અને પ્રમાદને ત્યાગ થાય તે પ્રાર્થના કરવાનું મન થાય.
(૩) સામાયિક : આખા દિવસમાં ઓછામાં ઓછી એક સામાયિક તે અવશ્ય કરવી જોઈએ. સામાયિક એટલે શું? જેમ ઘરને તાળું માર્યું હોય તે ચાર અંદર દાખલ થઈ શકે નહીં. જે મકાન ખુલ્લું હોય તે ચેર બધું લૂંટી જાય, તેમ સામાયિક