________________
શારદા રત્ન પરાવર્તન કાળથી પણ ઓછી કાળમાં અવશ્ય મુક્તિને પામે છે. એકવાર સમ્યક્ત્વ આવ્યા પછી ચાલ્યું જાય ને મિથ્યાત્વને ઉદય થાય તે પણ એ આત્મા અર્ધ પુદ્ગલ પરાવર્તન કાળથી ઓછા કાળમાં મુક્તિ પામ્યા વિના રહે નહિ.
બધા સમકિતી દીક્ષા લેતા નથી. તે સંસારમાં રહે અને મિથ્યાત્વી સંસારમાં રહેપણ બંનેમાં આકાશ-પાતાળ જેટલું અંતર છે. સમકિતી સંસારમાં કેવી રીતે રહે? એક પાણીથી ભરેલ ડેલ હોય તેમાં તેલના બે ચાર ટીપા નાખ્યા તે એ ટીપા પાણીમાં તરે છે કે ડૂબી જાય છે ? તરે છે પણ ડૂબી જતા નથી. તેમ સમકિતી આત્મા પાણીથી ભરેલી ડેલ સમાન સંસારમાં રહે છતાં તેમાં ડૂબતા નથી. તે સંસારમાં ઉદાસીન ભાવે રહે છે. જેમ કે ઈ માતાને વીસ વર્ષનો યુવાન દીકરો ગુજરી જાય તો તેની પાછળ માતાથી કંઈ જીવનને અંત લાવી શકાતો નથી. સંસારમાં રહે છે, ખાય છે, પીવે છે પણ તે બધું ઉદાસીન ભાવે કરે છે. તે રીતે સમકિતી આત્મા સંસારમાં રહેવું પડે તે રહે પણ ઉદાસીનભાવે રહે છે.
- આપણું ઘર ક્યું? –બીજી વાત કરું. કોઈ માણસ ભાડૂતી મકાનમાં રહે છે. તે માણસ તે ભાડૂતી મકાનને સાચવે કે નહિ? સાચવે છે. થોડું રંગરોગાન કરાવે છે ને જરિયાત જેટલી સગવડ પણ કરાવે, કારણ કે એને એમાં રહેવાનું છે, પણ એના મનમાં શું હોય? આ મકાનમાં બહુ પૈસા નંખાય નહી. કારણ કે આ ઘર આપણું નથી. ભાડૂતી છે. કયારે આ ઘર ખાલી કરવું પડશે એની ખબર નથી. કદાચ દીકરો કહે બાપુજી! ઘરમાં આ સગવડ કરાવો, આ ફનચર કરાવો, તે એ પિતા શું કહેશે? દીકરા, આ ઘર આપણું નથી. ગમે ત્યારે ખાલી કરવું પડશે. ભાડાના ઘરમાં રહેનારને મનમાં એમ તે થાય ને કે મારે મારું ઘર હોય તે સારું! મારું ઘર હોય તો ખાલી કરવાની ચિંતા તે નહિ ને ! કયારે ઘરધણીની નોટીશ આવશે એ ખબર નથી એટલે ભાડૂત પણ પોતાનું ઘર કરવા ઈચ્છે છે. કદાચ પોતાની પાસે પૈસા ન હોય તે કઈ મિત્રસ્વજનની પાસેથી લઈ આવે, સરકારની લેન લે, એ રીતે કદાચ પૈસા ન મળે તે દાગીના ગીરે મૂકીને પણ પોતાનું ઘર કરવા તૈયાર થાય છે. પિતાનું કરેલું ઘર પણ અંતે તે છોડીને જવાનું છે, છતાં એ ઘર માટે જીવને કેટલી ચિંતા છે? જ્ઞાની કહે છે, આ તારૂં માનેલું ઘર પણ તારું નથી. અંતે એક દિવસ તો છોડીને જવાનું છે. તું હવે એવું ઘર શોધ કે જે ઘરમાં ગયા પછી કયારેય જાકારો ન મળે. એ ઘર કયું? ખબર છે? મેક્ષ એ આપણું શાશ્વતું ઘર છે, પણ જેટલી ચિંતા નશ્વર ઘરની છે તેટલી ચિંતા હજુ આત્માએ પોતાના ઘરની નથી કરી. સમકિતી આત્મા સમજે છે કે આ ઘર મારૂં નથી. મારું ઘર તે મોક્ષ છે. ભાડૂતી ઘરવાળાને એ ચિંતા છે કે કયારે ઘરધણની નેટીસ આવે ને ઘર ખાલી કરવું પડે. તેમ આ દેહરૂપી ભાડૂતી ઘરને કાળરાજાની કયારે નોટીસ આવશે ને આ ઘર ખાલી કરવું પડશે તે ખબર નથી.