________________
૭૮
શારદા સ્ન પડી છે તે કેઈ જેવા જાય છે? ના, અહીં ઉત્સવ પડ્યા પછી એ થાંભલી પડી છે તેના પર લોકો બધા એંઠવાડ નાખે છે, નાના બાળકે સંડાસ જાય છે. આ જોઈને રાજાના મનમાં વિચાર થયે કે બે દિવસ પહેલા આ થાંભલીનું કેટલું સન્માન હતું. હજારો રૂપિયાના ધૂમાડા જેને માટે કર્યા હતા તે થાંભલીની આ દશા ! મારી દશા પણ એના જેવી થવાની ને? શરીરમાં આત્મા બેઠે છે ત્યાં સુધી એની ખમા ખમા થાય છે, પણ જ્યાં દેહમાંથી હસલો ઉડી ગયો ત્યાં કહેશે–પલંગથી નીચે ઉતારી નાખે. આંગળીમાંથી વીંટી ન નીકળે તો આંગળી કાપી નાખે. આ સગાઈ કયાં સુધી? રાજાને સમજાઈ ગયું. પિંજરમાં હંસલો છે ત્યાં સુધી કિંમત છે. જ્યાં હંસ ઉડી ગયો કે શરીરને બાળી નાખશે. માટે વિચારો. પ્રાણ છે ત્યાં સુધી સગપણ છે.
જ્ઞાનીઓ કહે છે આ સંસાર સ્વપ્ન સમાન છે. સ્વપ્ન બે પ્રકારના છે. એક સ્વપ્ન એવું છે કે આંખ બંધ થાય એટલે સત્તા ચાલી જાય. અને બીજું રવપ્ન એવું છે કે આંખ ખુલે એટલે સુખ જાય.
સ્વપ્નની દુનિયામાં તું મ્હાલે આંખ ખુલે તારું કાંઈ નથી. આ દુનિયા પણ ખતમ માની લે, આંખ મીંચે તારુ કાંઈ નથી. શક્તિ પંથે વરવાને કાજે, પ્રભુ સ્મરણ વિના કાંઈ નથી.
સ્ત્રીની નિંદમાં જે સ્વપ્નામાં સુખ દેખાય છે તે આંખ બંધ છે ત્યાં સુધી. આંખ ખુલે એટલે સુખ ગયું, કેમ બરાબર ને? અત્યારે લાડી, વાડી, ગાડી, બંગલા બધું છે તે આંખ ખુલ્લી છે ત્યાં સુધી છે. યાદ રાખજો કે આંખ મીંચાશે ત્યારે તારું કઈ નથી, માટે ઘડીને ઓળખી લે, જાણી લો, મૃત્યુ આવ્યું નથી ત્યાં સુધી કાર્ય કરી લે મૃત્યુને ડર કોને હોય? “મૃત્યુની ભીતિ દિલમાં કોને લાગે જીવનભર અંધારાને જે ના ત્યાગે.”
વરસાદ આવ્યો, પાણી ભરાઈ ગયા, બહાર જવાતું નથી, પણ જેના ઘરમાં અનાજના કોઠારો ભર્યા છે તેને ભૂખ્યા રહેવાને પ્રસંગ ન આવે, પણ જે બિચારો રજનું લાવીને રોજ ખાતો હોય તેને ભૂખ્યા રહેવાનું થાય. તેમ જેણે સાધના કરી લીધી છે, શુભ કરણીના કોઠારો ભર્યા છે તેને મરણ આવે તો પણ ડર નથી. જેણે ધર્મનું, સત્કાર્યનું ભાથું બાંધી લીધું છે તેને ગભરાવાની ચિંતા નથી. માટે મૃત્યુ આવતા પહેલાં અગાઉથી તૈયારી કરી લેવી જોઈએ. પાટીમાં કે વરઘોડામાં જવું હોય તે એક કલાક અગાઉથી તૈયારી કરો છો. કેઈને ત્યાં લગ્નપ્રસંગ હોય ત્યારે પંદર દિવસથી તૈયારીઓ થાય છે, રાજા મહારાજા ગામમાં આવવાના હોય તે અગાઉથી ગામમાં વિજાપતાકઓ બાંધે છે. રસ્તાઓ અને બંગલાઓ સાફસૂફ કરાવે છે. આ રીતે બધામાં અગાઉથી તૈયારીઓ થાય છે. પણ મૃત્યુ આવતા પહેલાં અગાઉથી તૈયારીઓ કરી છે? કદાચ કોઈ કહે કે ઉપરના પ્રસંગોની પહેલેથી ખબર હોય છે, પણ મૃત્યુ