________________
શારદા રત્ન માળા હાથમાં લીધી ને સમજી ગયા કે આ માળા મારી દુકાનની છે. આ માળા બેટી નથી પણ સાચી છે. તેણે કહ્યું–બહેન! આ માળામાં એક મોતી નાખીશ અને તેને બાંધીશ તેની કિંમત રૂા. ૩૦૦ થશે. બહેન તે આ શબ્દો સાંભળીને ચમકી ગઈ. તે આશ્ચર્યથી બોલી ઉઠી–શું કહ્યું? ત્રણસો રૂપિયા આ માળા મેં આપની દુકાનેથી ખરીદેલી છે. તે વખતે મેં આખી માળાના માત્ર ત્રણ રૂપિયા આપ્યા હતા અને હવે ફક્ત એક જ મતી ઉમેરવા માટે આટલી મોટી રકમ આપવી પડશે? શેઠજી! લૂંટ...લૂંટ...તે કેટલું? બધું જ લૂંટી લે છે?
માળાએ કરેલે અંજામ : શેઠ કહે બહેન ! સાંભળે, વાત એમ છે કે પાંચ વર્ષ પહેલા આ તારીખે અને આ વારે આપ આ દુકાને આવ્યા હતા. તે વખતે ગાદી પર નેકર બેઠા હતા. આપે ખોટા મોતીની માળા માગી પણ નોકરનું લક્ષ ચૂકાઈ જવાથી તેણે સાચા મોતીની માળા આપને ત્રણ રૂપિયામાં આપી. આપની વાત સત્ય છે. પણ બહેન ! માળા લઈને આપ થોડે દૂર ગયા ત્યાં હું આવ્યો ને ખબર પડી કે નોકરે મોટી ભૂલ કરી છે. આ માળા સામાન્ય કિંમતની નથી. પણ રૂપિયા દસહજારની છે. આપનું નામ-ઠામ કાંઈ લખ્યું ન હતું. આટલા મોટા ન્યૂયોર્ક જેવા શહેરમાં આપનું ઘર કયાં હોય કે તપાસ કરીએ. મારે નોકર સાથે ખૂબ ઝઘડો થયો. આવેશમાં આવીને ત્રણ તમાચા માર્યા. તેને કહ્યું કે આજથી તને નેકરીમાંથી છૂટે કરવામાં આવે છે. નેકર મારા પગમાં પડ્યો ને ખૂબ રડ્યો. મેં તેની બોચી પકડીને બહાર કાઢો; ને કહ્યું કે તને ડીસમીસ કરવામાં આવે છે. તેને ભાન છે કે તે શું કર્યું? રૂા. ૧૦૦૦૦ ની માળા માત્ર ૩ રૂપિયામાં આપી દીધી. કેટલી નુકશાની કરી !
બહેન ! તમે માળા બંધાવા આવ્યા ત્યારથી માળા જોઈને હું સમજી ગયો કે આ માળા મારી લાગે છે. જે પાછી લઈ લઉં તે આબરૂ, ઈજજત જાય ને મને કલંક લાગે. તેમજ તમે આપે પણ નહીં. વાત સાંભળીને પેલી બહેને કહ્યું ભાઈ! એવું તે કાંઈ થતું હશે ? ખરી રીતે એ માળા મારી ન કહેવાય. બેલે હવે શું કરવું? (શ્રોતામાંથી અવાજ-માળા પાછી દઈ દેવાની) સમજીને સાચું બોલજો. આ બહેને વિચાર કર્યો કે મારી એક માળા માટે નેકરને કેટલા દુઃખ વેઠવા પડ્યા? અપમાન, તિરસ્કાર સહન કરવા પડ્યા અને નોકરીમાંથી છૂટું થવું પડયું. ખરેખર મેં માળા નથી પહેરી પણ આગની વરમાળા પહેરી છે. ગરીબોના આંસુ પહેર્યા છે. ધિક્કાર છે મને ! ધન્ય છે શેઠને, શેઠ જાણે છે કે આ માળા મારી છે છતાં માંગતા નથી. કેટલી ખાનદાની! કેટલી અમીરી ! શેઠ તે મને સત્ય વાત કરત નહિ પણ મેં પૂછ્યું ત્યારે સત્ય વાત કહી. શેઠજી, મારી એક શરત કબુલ કરશે ? હું તમને આ માળ પાછી આપી દઉં છું. પણ પેલા નેકરની ભૂલ માફ કરીને એને પાછો નેકરીમાં રાખી લે.
બહેનના પગમાં પડતો નોકર -શેઠે બહેનની શરત કબૂલ કરી. ને નેકરને