________________
શારદા રત્ન ભગવત કહે છે જીવન ક્ષણભંગુર છે, પછીના જીવનમાં બંધ પ્રાપ્ત કરી શકશું એવી કઈ ગેરન્ટી નથી માટે આ જન્મમાં અત્યારે બધ પામવાનો પુરુષાર્થ કરે. –જે.
કદાચ કોઈને પ્રશ્ન થાય કે એકેન્દ્રિયમાં ચેતના શક્તિ સુષુપ્ત છે પણ ત્રણ વિગલેન્દ્રિય, અસંસી પંચેન્દ્રિય, સંજ્ઞી તિર્યંચ પંચેન્દ્રિયમાં ભૂખ તરસ, ઠંડી ગરમીનું જ્ઞાન થાય છે તે બોધ ન કહેવાય ? અહીંયા જ્ઞાનીએ એ બોધની વાત નથી કરી, પણ આત્મા સંબંધી બંધની વાત કરી છે. અસ્થિ ને માયા કરવારૂણ | મારો આત્મા પુનર્જન્મ કરવાવાળો છે. મારો આત્મા પરકમાં જવાવાળો છે કે નહીં? ભૂતકાળમાં હું કેણુ હતો ? મારો આત્મા કઈ દિશામાંથી આવ્યા છે? ને કઈ દિશામાં જવાનું છે? જ્ઞાનીઓએ સમ્યક દર્શન, સમ્યફ જ્ઞાન યુક્ત બોધને બોધ કહ્યો છે. આ બંધ ઘણે દુર્લભ અને મેળે છે. અનાદિ અનંતકાળથી મોહનીય આદિ કર્મોના બંધનમાં ફસાયેલા જીવને આ બોધ પ્રાપ્ત થ મહાદુર્લભ છે.
જ્યારે આત્માને એ બેધની પ્રાપ્તિ થશે કે હું શુદ્ધ નિરંજન અવિનાશી સમ્યફદર્શન, જ્ઞાન, સુખ, વીર્ય સંપન્ન આત્મા છું ત્યારે એને પ્રશ્ન થશે કે તે આત્માને આ શરીરની સાથે સંબંધ શા માટે થયો ? વિચાર કરતાં સમજાશે કે શુભાશુભ કર્મોના કારણે મનુષ્ય આદિ શરીરના બંધનમાં બંધાયે છું. નિશ્ચયનયની દષ્ટિએ તો આત્મા સ્વતંત્ર છે. પણ કર્મોના કારણે તે બંધનમાં પડ્યો છે, માટે ભગવાન બેલ્યા છે કે, “જપનું વરના નવા તિદિરના” પહેલા બંધનને જાણે, સમજે અને પછી તેડે. બંધનના સ્વરૂપને જાણે પછી તેને તોડવાનો પુરુષાર્થ કરી શકે. આત્માનું વાસ્તવિક સ્વરૂપ બંધનમય નથી, પણ કર્મને વશ થઈને બંધનમાં પડ્યો છે. આત્મા ધારે તો બંધનને તેડી શકે છે.
બંધન ખટકે તે છટકે –સર્વ પ્રથમ બંધનને ઓળખવાની જરૂર છે. બંધન ખટકશે. તે જ છટકવા પ્રયત્ન કરશે. જે બંધન તોડવાની પૂર્ણ તૈયારી નહીં હોય તે તેને સામનો નહિ કરી શકે. વ્યવહારમાં જોઈએ છીએ કે કોઈ પણ શત્રુને પરાજિત કરવો હોય તો તેની પાસે કયા કયા શસ્ત્રો છે ? કણ કણ તેના સહાયક છે? તેની કેટલી તૈયારી છે? તેનું સાહસ અને ઉત્સાહ કેટલા છે? તે શત્રુ પર કેવી રીતે આક્રમણ કરે છે તેની પહેલા બરાબર તપાસ કરે છે. તે રીતે બંધન પણ આત્માના શત્રુ છે. તેને પરાજય કરવા માટે બરાબર બળ લગાડવું પડશે. અને સાથે એ જાણવું પડશે કે બંધનરૂપી શત્રુ ક્યા રૂપમાં કેવી રીતે આત્મા પર આક્રમણ કરે છે? તેના સહાયક મિત્ર કોણ છે? તેની પાસે શ કયા છે? આટલી વાતને જાણ્યા વિના જે બંધન રૂપ શત્રુની સાથે ઝઝુમશું તો ક્યારેક હાર ખાવાને પ્રસંગ આવશે. અથવા બંધન રૂપી પ્રલોભનમાં ફસાઈને આત્મા પિતે તેને ગુલામ બની જશે, માટે ભગવાનને સંદેશ છે કે પહેલા બંધનનું જ્ઞાન કરે, પછી પ્રત્યાખ્યાન પરિણાથી તેને ત્યાગ કરે.