________________
શારદા રત્ન બંધનને તેડવાની કળા –આત્મ પિતે પૂર્વ તૈયારી સારી રીતે કરીને અહિંસા, સત્ય, બ્રહ્મચર્ય, અપરિગ્રહ, સમ્યક દર્શન, જ્ઞાન, ચારિત્રાદિ શસ્ત્રોથી સુસજ્જિત થઈને ક્ષમા, દયા, સેવા, વિનય, વિવેક આદિ મિત્રોની સહાય લઈને શ્રદ્ધા, ઉત્સાહ, સાહસ અને બળ વીર્યથી બંધનને તેડી શકશે. બંધનથી અકળાયેલે આત્મા શું બોલે છે? 1 અકળાયેલે આતમ કહે છે મને મુક્તભૂમિમાં ભમવા દે,
ના રાગ રહે ના દ્વેષ રહે એવી કક્ષામાં મને રમવા દે; મિત્રાચારી આ તનડાની (ર) બે ચાર ઘડીને ચમકારે. બંધન. .
જ્યારે આત્માને બંધન ખટકે છે ત્યારે એ બંધનથી છૂટવા પ્રયત્ન કરે છે. બંધનથી અકળાયેલો આત્મા શું બેલે છે હે પ્રભુ! હું બંધનથી અકળાઈ ગયે છું. હવે મારે બંધનથી મુક્તિ મેળવી મુક્તભૂમિમાં ફરવું છે. જ્યાં નથી રાગ, નથી છેષ એવી કક્ષાએ પહોંચવું છે. એ કક્ષાએ પહોંચવા માટે જે બંધનેએ આત્માને પરવશ બનાવ્યો છે તે બંધને દૂર કરો. તે બંધન આત્માને વારંવાર હેરાન કરે છે. વિવિધ યનીઓ અને ગતિઓમાં પરિભ્રમણ કરાવે છે. બંધન અથવા બંધ કોને કહેવાય ? આત્મ-પ્રદેશનું કર્મ પુદગલેની સાથે ક્ષીરનીરવત્ એકરૂપ થઈ જવું તેનું નામ બંધ, કર્મોના બંધથી વિવિધ ગતિઓમાં જન્મ લેવું પડે છે. જ્ઞાનાવરણીયાદિ આઠ પ્રકારના કર્મો આત્માને બંધનરૂપ છે. રાગદ્વેષથી યુક્ત આત્મા સારા બેટા કાર્યમાં પ્રવૃત્ત થાય છે, ત્યારે કર્મ રૂપી જ જ્ઞાનાવરણીયાદિ રૂપથી તેમાં પ્રવેશ કરે છે. બંધ ચાર પ્રકારના છે. પ્રકૃતિ બંધ, સ્થિતિ બંધ, પ્રદેશ બંધ અને અનુભાગ બંધ. જીવ પાંચ પ્રકારથી કર્મોના બંધ કરે છે. કિંથ્યાત્વ, અવત, પ્રમાદ, કષાય અને અશુભ યોગ. મિથ્યાત્વાદિ પાંચ અથવા જ્ઞાનાવરણીયાદિ આઠ પ્રકારના કર્મો તે બંધન છે, બંધનને સારી રીતે જાણીને તપ, સંયમ, વ્રત, પચ્ચકખાણ આદિ અનુષ્ઠાનેથી તેડવા જોઈએ.
જેને રાગ અને દ્વેષ એ બંધન રૂપ લાગ્યા નથી. એવા જીવો રાગ દ્વેષની આગમાં રીબાયા કરે છે. ને અને તે સંસાર રખડે છે. રાગના કારણે માતા, પિતા, પુત્ર, પરિવાર પત્ની, બધાને મારા માને છે પણ જ્ઞાની કહે છે જેના પ્રત્યે તને રાગ છે. એ કેઈ તને રાગમાંથી કે મૃત્યુમાંથી બચાવી શકવાના નથી. એ ત્રાણ-શરણ રૂપ થવાના નથી. માટે જીવનની ઘડીઓ તપાસો.
વીરવાણને બેલ – સ્કુલમાં ભણતા વિદ્યાર્થી સ્કુલમાં જાય અને જે બેલ વાગે તે તે પોતાના કલાસમાં દાખલ થઈ જાય છે. રમવા, ખેલવા, કૂદવાનું બધું છોડી દે છે. તે રીતે સંતે તમારી પાસે વીતરાગવાણીને બેલ વગાડે છે ને કહે છે, અનાદિ અનંતકાળથી સંસારમાં રમ્યા, પેલ્યા, કૂદ્યા, હવે આ બેલને અવાજ સાંભળીને જાગૃત બને જાગે રે...જાગે રે...એ મારા ચેતન રાજા, અંતરના પટ ખેલેને...જાગે.
બહાર ભટકે સુખને માટે, ક્ષણિક મુખે પાયે,