________________
શારદા રત્ન
ઉપર વિશ્વાસ ન હોત તે તને હું યુવરાજ બનાવવાનો નિર્ણય શા માટે કરતગબાહુ કહે ભાઈ ! એમ કરવાથી મારી તુરછતા ગણાશે કે યુગબાહુ રાજ્યના લેભથી આપની સેવા કરે છે. વળી હું જે કંઈ કરું છું તે સેવા માટે કરું છું. આપ મને યુવરાજ પદવી આપો એ તો સેવાને બદલો આપ્યો કહેવાય. ભાઈ! તારા વચને પ્રશંસનીય છે. હું તને સેવાના બદલાથી નથી આપતો પણ તારા ઉપર પ્રસન્ન થઈને આપું છું. તારી શોભા માટે નહિ પણ દેશની શોભા માટે, તારા હિત માટે નહિ પણ દેશના હિત ખાતર આ પદવી આપું છું. યુગબાહુએ કહ્યું, એ તો ઠીક પણ ભાઈનું કામ યુવરાજની પદવી લીધા વગર ન કરાય? મને તે એ સારું લાગે છે. મણિરથે યુગબાહુને આપેલ જવાબ - મણિરથે કહ્યું-ભાઈ ! તારી વાત ઠીક છે પણ તું એટલે વિચાર કર કે તું યુવરાજ અને જેથી હું અને તું બંને થઈ ચાર હાથે પ્રજાની રક્ષા કરવા લાગીએ તે પ્રજાની કેટલી બધી રક્ષા થાય? અને એ કારણે જ હું તને યુવરાજ બનાવી રહ્યો છું. ભાઈ ! આપની વાત ઠીક છે. આપ મને સહાયતાને માટે યુવરાજ બનાવી રહ્યા છે, પણ યુવરાજની પદવી લઈને હું આપની સેવા કરું તે એને અર્થ એ થાય કે હું કઈપણ પદ લઈને આપની સેવા કરી શકું છું. નહિ તે કરી, શકતો નથી. મણિરથે જોયું કે યુગબાહ યુવરાજપદ લેવાની આનાકાની કરે છે પણ જે હું આવા ગ્ય બુદ્ધિશાળી ભાઈને મારે યુવરાજ નહિ બનાવું તે પછી તેને બનાવીશ? તેથી કહ્યું ભાઈ ! ભ્રાતૃપ્રેમને તેડવાને માટે તને આ પદ આપતો નથી, પણ રાજ્યની રક્ષા બરાબર થાય માટે આપું છું. કેઈની પાસે મહામૂલ્યવાન કિંમતી હીરો છે. તે હીરાને બરાબર સચવાય તે માટે કયાં મૂકે? તિજોરીમાં કે બહાર? (શ્રોતામાંથી અવાજતિજોરીમાં) તિજોરી તે હીરાને શું સુરક્ષિત નહિ રાખે? શું તે એમ કહેશે કે હું હીરાને રાખવા ઈચ્છતી નથી. તે તિજોરી હીરાને પોતાની પેટીમાં રાખીને કાંઈ લઈ લેતી નથી, પણ તેની રક્ષા કરે છે. તે પ્રમાણે મારી પાસે આ રાજ્યરૂપી હીરો છે. આ રાજ્ય રૂપી હીરાને સાચવવા માટે ભાદરૂપી તિજોરીને સેપવા ઈચ્છું છું. તિજોરીની માફક આ રાજ્યની રક્ષા કરવાની તું ના પાડી શકે નહિ. માટે ભાઈ! તું મારું કહ્યું માનીને યુવરાજપદને સ્વીકાર કર. તેથી કાંઈ ભ્રાતૃપ્રેમ નાશ થવાને નથી.
મણિરથની ઉદાર ભાવના - મણિરથની વાત સાંભળી યુગબાહ મુંઝવણમાં પડે કે એક બાજુ મોટાભાઈ યુવરાજ પ લેવાનું કહે છે, ને બીજી બાજુ મારુ હૃદય યુવરાજ પદ લેવાની ના પાડે છે. મારે શું કરવું? મણિરથે કહ્યું ભાઈ ! આ માટે કંઈ બહુ વિચાર કરવાની જરૂર નથી. તું મારી વાતને માની જા ને યુવરાજ પદ સ્વીકાર કર. કાલે કદાચ મારે ત્યાં પુત્રનો જન્મ થાય તો લોકો એમ કહે કે તેને રાજ્ય આપો. તે આ સ્થિતિમાં મારા ભાઈ પદથી વંચિત રહી જાય, માટે હું પહેલેથી તને યુવરાજ પદ આપવા ઈચ્છું છું,