________________
શારદા રત્ન
બતાવે છે. સ્વપ્નનું ફળ સાંભળીને તારામતીના રોમેરોમમાં આનંદ થયે. પુણ્યને ઉદય હેય ત્યારે સંતાન પણ સારા મળે છે. તારામતી તે હવે ધર્મ પ્રવૃત્તિમાં વિશેષ જોડાઈ ગઈ. સમય પરિપકવ થતાં શેઠાણીએ પુત્રરત્નને જન્મ આપ્યો. તારામતીને મને આજે તે શરદુપૂર્ણિમાની ચાંદની હતી. શેઠે પુત્રને જન્મ–મહોત્સવ ઉજવ્યું. અને તેનું નામ ગુણદત્ત પાડયું.
સંસ્કાર આપતી તારામતી - ઘરમાં સંપત્તિ અને દાસદાસી હોવા છતાં પુત્રનું લાલનપાલન તારામતી પોતે જ કરતા હતા. તે જાણતા હતા કે “સે શિક્ષકની શિક્ષા અને એક માતાના સંસ્કાર” તેમાં જન્મથી સીંચાતા સંસ્કાર બાળકના
જીવનમાં જ્યારે આલેખાઈ પરિપકવ બને છે ત્યારે ગુણનું આરોપણ સારું થાય છે. સદ્દગુણોથી ઘડાયેલ જીવનમાં પ્રકાશ મળતાં એ દીપી ઉઠે છે. કારણ કે સદ્દગુણે એ જીવનનું પરમ તત્વ છે. પુત્રના જીવનમાં સદ્દગુણોનું વાવેતર કરવા માટે શેઠ શેઠાણ બંને ખૂબ કાળજી રાખે છે. બાલપણથી ગુણદત્તને સારી સારી શૌર્યવાળી સાહસ વાળી ઉત્તમ પુરૂષોની કથાઓ કહે છે. ધર્મસ્થાનમાં સાથે લઈ જાય છે. ધાર્મિક જ્ઞાન પણ પોતે આપે છે. આ રીતે થોડા વર્ષે વ્યતીત થયા બાદ તારામતીએ શુભ લક્ષણ યુક્ત બીજા પુત્રને જન્મ આપ્યા. તેનું નામ ગુણચંદ્ર પાડયું. સાગરદત્ત શેઠનું ઘર બાળકના ગુંજનથી ગુંજી રહ્યું છે. હાણે જીવનમાં વસંતનું આગમન થયું ન હોય !
શેઠના બારણું ગરીબ માટે સદા ખુલ્લાં – સાગરદત્ત શેઠ વૈભવના હિંચળે હિંચી રહ્યા છે. તેમને ત્યાં ૫૦૦ સેનાના થાળ હતા. સાત સાત પેઢીથી જેને ત્યાં સંપત્તિ ચાલી આવી છે, દેલત ગણ ગણાય તેમ નથી. આટલી લખલૂટ લક્ષમી હતી છતાં તેઓ લક્ષમીના દાસ બન્યા ન હતા. પણ લક્ષમીને દાસી બનાવી હતી. તે સમજતા હતા કે આ તે પુણ્ય-પાપના ખેલ છે. જ્યાં સુધી પુણ્યને ઉદય હશે ત્યાં સુધી લમી રહેશે ને પાપને ઉદય થશે ત્યાં જતા વાર નહિ લાગે, આ પ્રમાણે વિચાર કરી ધર્મમાં વધુ દઢ શ્રદ્ધાવાન બનતા ગયા. લક્ષમીના મેહમાં ખેંચી ગયા ન હતા. રોજ દાનશાળા ચાલતી. સૂર્યોદયથી સૂર્યાસ્ત સુધી હજારો ગરીબે દાનશાળામાં આવતા. દાન લેતા ને શેઠને આશીર્વાદ આપતા. આટલું દાન દેવા છતાં એ સમજતા હતા કે આ દાન મારું નથી. વડીલોના પુણ્ય મળ્યું છે. બધા લઈ જાવ. તેમની દાનશાળામાં કેટલાય અપંગ, અનાથ, નિરાધાર બધાને રક્ષણ મળતું હતું. તે લક્ષમીના માલિક બનીને રહેતા નહિ પણ દ્રસ્ટી બનીને રહેતા. તેમને ત્યાં દૈવિક સંપત્તિ આવેલી છે. એટલે તેમના જીવનમાં આસુરીવૃત્તિ કયારેય આવી નથી. આ સાગરદત્ત શેઠની કીર્તિ, તેમને યશ ચારે દિશામાં ફેલાયેલો હતું. તેમની માસા માત્ર મૃત્યુલોકમાં જ નહિ પણ દેવલોકમાં થવા લાગી. આ રીતે શેઠ ધનને સદ્વ્યય કરતા આનંદથી દિવસ પસાર કરે છે. હવે ત્યાં શું બનશે તેના ભાવ અવસરે.